ગુજરાતના જિલ્લાઓ
ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે.[૧]
વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.
ઇતિહાસ
ફેરફાર કરો૧૯૬૦
ફેરફાર કરો૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.
૧૯૬૪
ફેરફાર કરો૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.
૧૯૬૬
ફેરફાર કરોસુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.
૧૯૯૭
ફેરફાર કરો૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:
- આણંદ ખેડામાંથી છૂટો પડાયો.
- દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.
- નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.
- નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.
- પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો.
૨૦૦૦
ફેરફાર કરો૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.
૨૦૦૭
ફેરફાર કરો૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.
૨૦૧૩
ફેરફાર કરો૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:[૪]
- અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.
- બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.
- છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.
- દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.
- મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.
- મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.
- ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.
- ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી.
- ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી.
૨૦૧૭
ફેરફાર કરો- લીમખેડા તાલુકામાંથી સીંગવડ તાલુકાની રચના કરાઇ.[૫]
વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ
ફેરફાર કરોજિલ્લાઓની યાદી
ફેરફાર કરોક્રમ | જિલ્લો | જિલ્લા મુખ્યમથક | ૨૦૦૧ની વસ્તી ગણતરી[૬] | ૨૦૧૧ની વસ્તી ગણતરી[૬] | વિસ્તાર (કિમી²) | ગીચતા ( દર કિમી²) ૨૦૧૧ | સ્થાપના વર્ષ | તાલુકાઓ | જિલ્લામાં કુલ તાલુકાઓ |
---|---|---|---|---|---|---|---|---|---|
૧ | અમદાવાદ | અમદાવાદ | ૫૬,૭૩,૦૯૦ | ૭૦,૪૫,૩૧૩ | ૭,૧૭૦ | ૯૮૩ | ૧૯૬૦ | અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ | ૧૧ |
૨ | અમરેલી | અમરેલી | ૧૩,૯૩,૮૮૦ | ૧૫,૧૩,૬૧૪ | ૬,૭૬૦ | ૨૨૪ | ૧૯૬૦ | અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા | ૧૧ |
૩ | આણંદ | આણંદ | ૧૮,૫૬,૭૧૨ | ૨૦,૯૦,૨૭૬ | ૪,૬૯૦ | ૪૪૬ | ૧૯૯૭ | આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ | ૮ |
૪ | અરવલ્લી | મોડાસા | ૯,૦૮,૭૯૭ | ૧૦,૩૯,૯૧૮ | ૩,૨૧૭ | ૩૨૩ | ૨૦૧૩ | મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ | ૬ |
૫ | બનાસકાંઠા | પાલનપુર | ૨૫,૦૨,૮૪૩ | ૩૧,૧૬,૦૪૫ | ૧૨,૭૦૩ | ૨૪૫ | ૧૯૬૦ | પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી | ૧૪ |
૬ | ભરૂચ | ભરૂચ | ૧૩,૭૦,૧૦૪ | ૧૫,૫૦,૮૨૨ | ૬,૫૨૪ | ૨૩૮ | ૧૯૬૦ | ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ | ૯ |
૭ | ભાવનગર | ભાવનગર | ૨૦,૬૫,૪૯૨ | ૨૩,૯૩,૨૭૨ | ૮,૩૩૪ | ૨૮૭ | ૧૯૬૦ | ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા | ૧૦ |
૮ | બોટાદ | બોટાદ | ૫,૪૭,૫૬૭ | ૬,૫૬,૦૦૫ | ૨,૫૬૪ | ૨૫૬ | ૨૦૧૩ | બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર | ૪ |
૯ | છોટાઉદેપુર | છોટાઉદેપુર | ૯,૦૯,૭૯૯ | ૧૦,૭૧,૮૩૧ | ૩,૨૩૭ | ૩૩૧ | ૨૦૧૩ | છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા | ૬ |
૧૦ | દાહોદ | દાહોદ | ૧૬,૩૫,૩૭૪ | ૨૧,૨૬,૫૫૮ | ૩,૬૪૨ | ૫૮૩ | ૧૯૯૭ | દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ | ૯ |
૧૧ | ડાંગ | આહવા | ૧,૮૬,૭૧૨ | ૨,૨૬,૭૬૯ | ૧,૭૬૪ | ૧૨૯ | ૧૯૬૦ | આહવા, સુબિર, વઘઇ | ૩ |
૧૨ | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | ૬,૨૩,૦૯૧ | ૭,૫૨,૪૮૪ | ૫,૬૮૪ | ૧૩૨ | ૨૦૧૩ | ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર | ૪ |
૧૩ | ગાંધીનગર | ગાંધીનગર | ૧૩,૩૪,૭૩૧ | ૧૩,૮૭,૪૭૮ | ૨૧૬૩ | ૬૪૧ | ૧૯૬૪ | ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા | ૪ |
૧૪ | ગીર સોમનાથ | વેરાવળ | ૧૦,૫૯,૬૭૫ | ૧૨,૧૭,૪૭૭ | ૩,૭૫૪ | ૩૨૪ | ૨૦૧૩ | પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના | ૬ |
૧૫ | જામનગર | જામનગર | ૧૨,૮૧,૧૮૭ | ૧૪,૦૭,૬૩૫ | ૮,૪૪૧ | ૧૬૭ | ૧૯૬૦ | જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર | ૬ |
૧૬ | જુનાગઢ | જુનાગઢ | ૧૩,૮૮,૪૯૮ | ૧૫,૨૫,૬૦૫ | ૫,૦૯૨ | ૩૦૦ | ૧૯૬૦ | જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર | ૧૦ |
૧૭ | કચ્છ | ભુજ | ૧૫,૨૬,૩૨૧ | ૨૦,૯૦,૩૧૩ | ૪૫,૬૫૨ | ૪૬ | ૧૯૬૦ | ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર | ૧૦ |
૧૮ | ખેડા | નડીઆદ | ૧૮,૦૬,૯૨૯ | ૨૦,૫૩,૭૬૯ | ૩,૬૬૭ | ૫૬૦ | ૧૯૬૦ | ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો | ૧૦ |
૧૯ | મહીસાગર | લુણાવાડા | ૮,૬૧,૫૬૨ | ૯,૯૪,૬૨૪ | ૨,૫૦૦ | ૩૯૮ | ૨૦૧૩ | લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર | ૬ |
૨૦ | મહેસાણા | મહેસાણા | ૧૮,૩૭,૬૯૬ | ૨૦,૨૭,૭૨૭ | ૪,૩૮૬ | ૪૧૯ | ૧૯૬૦ | મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર | ૧૦ |
૨૧ | મોરબી | મોરબી | ૮,૨૫,૩૦૧ | ૯,૬૦,૩૨૯ | ૪,૮૭૧ | ૧૯૭ | ૨૦૧૩ | મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર | ૫ |
૨૨ | નર્મદા | રાજપીપલા | ૫,૧૪,૦૮૩ | ૫,૯૦,૩૭૯ | ૨,૭૪૯ | ૨૧૫ | ૧૯૯૭ | ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા | ૫ |
૨૩ | નવસારી | નવસારી | ૧૨,૨૯,૨૫૦ | ૧૩,૩૦,૭૧૧ | ૨,૨૧૧ | ૬૦૨ | ૧૯૯૭ | નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ | ૬ |
૨૪ | પંચમહાલ | ગોધરા | ૧૩,૮૧,૦૦૨ | ૧૬,૪૨,૨૬૮ | ૩,૨૭૨ | ૫૦૨ | ૧૯૬૦ | ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા | ૭ |
૨૫ | પાટણ | પાટણ | ૧૧,૮૧,૯૪૧ | ૧૩,૪૨,૭૪૬ | ૫,૭૩૮ | ૨૩૪ | ૨૦૦૦ | પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર | ૯ |
૨૬ | પોરબંદર | પોરબંદર | ૫,૩૬,૮૫૪ | ૫,૮૬,૦૬૨ | ૨,૨૯૪ | ૨૫૫ | ૧૯૯૭ | પોરબંદર, કુતિયાણા, રાણાવાવ | ૩ |
૨૭ | રાજકોટ | રાજકોટ | ૨૪,૮૮,૮૮૫ | ૩૦,૧૫,૨૨૯ | ૭,૫૫૦ | ૩૯૯ | ૧૯૬૦ | રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા | ૧૧ |
૨૮ | સાબરકાંઠા | હિંમતનગર | ૧૧,૭૩,૭૩૪ | ૧૩,૮૮,૬૭૧ | ૪,૧૭૩ | ૩૩૩ | ૧૯૬૦ | હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના | ૮ |
૨૯ | સુરત | સુરત | ૪૯,૯૬,૩૯૧ | ૬૦,૭૯,૨૩૧ | ૪,૪૧૮ | ૧,૩૩૭ | ૧૯૬૦ | બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા | ૯ |
૩૦ | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | ૧૩,૭૦,૮૪૩ | ૧૫,૮૫,૨૬૮ | ૯,૨૭૧ | ૧૭૧ | ૧૯૬૦ | ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ | ૧૦ |
૩૧ | તાપી | વ્યારા | ૭,૧૯,૬૩૪ | ૮,૦૬,૪૮૯ | ૩,૨૪૯ | ૨૪૮ | ૨૦૦૭ | વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા | ૭ |
૩૨ | વડોદરા | વડોદરા | ૨૭,૩૨,૦૦૩ | ૩૦,૯૩,૭૯૫ | ૪,૩૧૨ | ૭૧૮ | ૧૯૬૦ | વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા | ૮ |
૩૩ | વલસાડ | વલસાડ | ૧૪,૧૦,૬૮૦ | ૧૭,૦૩,૦૬૮ | ૩,૦૩૪ | ૫૬૧ | ૧૯૬૬ | વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી | ૬ |
રાજ્યમાં કુલ તાલુકાઓ: | ૨૫૨ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Dave, Kapil (૭ ઓક્ટોબર ૨૦૧૨). "Next Republic Day, Gujarat will be bigger..." The Indian Express. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ "Village Map | Revenue Department". revenuedepartment.gujarat.gov.in. મૂળ માંથી ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૮.
- ↑ "State Govt Announces 23 New Talukas". HighBeam Research. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2016-02-06 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". www.narendramodi.in. મેળવેલ 2018-08-03.
- ↑ "Singvad becomes latest taluka in Gujarat". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-04-19. મેળવેલ 2018-09-25.
- ↑ ૬.૦ ૬.૧ "Ranking of Districts by Population Size, 2001 and 2011". 2011 census of India. Government of India. મેળવેલ ૩ મે ૨૦૧૨.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Districts of Gujarat: At a Glance સંગ્રહિત ૨૦૦૯-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન
- જિલ્લા-તાલુકા અને પંચાયતોની માહિતી આપતી ગુજરાત સરકારની વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૮-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન