ભાઇ શ્રી નરેશ ભાઇ... મારી જેમ તમે પણ ગાંઠીયાના ચાહક લાગો છો... મેં આપના લેખ ને થોડો મઠાર્યો છે તો આપ મારી ભૂલ હોય ત્યાં ધ્યાન દોરશો. અને ગાંઠીયાની છબી અને બનાવવાની રીત વિશે થોડું વધું યોગદાન આપશો. ખાસતો વિકિપીડિયા ના ધોરણ અને નીતિ મુજબ ભાવસભર કરતા જ્ઞાનસભર લેખ બને તેવો મેં પ્રયત્ન કરેલ છે. આપ યોગ્ય ન લાગે તો મેં કરેલ સુધારો રદ પણ કરી શકો છો. ખાસતો ભાવનગરનો લેખ બહુ સારો બનાવવાની જરુર વર્તાય છે પણ સમયના અભાવે હું માહીતીનું સંકલન નથી કરી શકશો. આપ ની મદદ ની આશા અને સહકારની અભ્યર્થના સહઃ મારા સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૪૯, ૬ જુલાઇ ૨૦૦૯ (UTC)


વાહ-વાહ સતિષભાઇ... આપની મહેનત અને સુજને દાદ દેવી પડે. ખુબ-ખુબ આભાર..

ફાફડા: આને પણ સૌરાષ્ટ્રમાં 'ગાંઠીયા' જ કહે છે ફેરફાર કરો

  • ફાફડા: આને પણ સૌરાષ્ટ્રમાં 'ગાંઠીયા' જ કહે છે. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રનો કોઇ માણસ ફાફડાને ગાઠીંયા કહેતો હોવાનું ધ્યાનમાં નથી. આ ફેરફાર ઉલટાવવો પડે એમ છે.--એ. આર. ભટ્ટ (talk) ૧૪:૪૬, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર
  • ધવલભાઇએ મુકેલ સંદર્ભ પર સૌરાષ્ટ્રમાં 'ગાંઠીયા' જ કહે છે ને આધાર આપતું કોઇ વાક્ય એ સંદર્ભ પર નથી. ઉપરાંત ૩ અને ૪ નંબરનાં સંદર્ભમાં કંઇક લોચો છે.--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૪૨, ૧૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  • કેવા પ્રકારનો સંદર્ભ નથી ? સૌરાષ્ટ્રમાં ફાફડાને ગાંઠિયા જ કહે છે તે વાસ્તવિકતા છે, હું નથી કહેતો, ઉપરોક્ત સંદર્ભો જ કહે છે ! છતાં તમારે તમારો કક્કો સાચો કરવો છે તો કૃપયા જણાવો કે સંદર્ભમાં શું ઘટે છે ? કૃપયા માત્ર ચર્ચાઓ કરીને આપના અને અન્યના સમય અને શક્તિ બગાડો નહીં. આ કોઈ કોર્ટ નથી કે એક એક શબ્દ પર માત્ર ચર્ચા જ ઝીંક્યે રાખવાની ! ધવલભાઈ, આપને પોસાય તો આપ લાખો પાનાં ભરીને ચર્ચાઓ કરી શકો છો, મને વાંધો નથી. પણ તો પછી કરવા યોગ્ય પ્રબંધન કાર્યો અને અન્ય કાર્યો માટે વધુ માણસોની નિમણુક કરાવો !! આ હું ગુસ્સામાં જ લખું છું, મારે કંઈ બહુ સજ્જનતા દર્શાવવાની જરૂર પણ નથી, અને એ બદલ તમે ઈચ્છો તો મને વિકિમાંથી બહાર કાઢી મુકો તો મને વાંધો પણ નથી, બાકી ઓછામાં ઓછું હું તો વિકિ પર મને ગમતું કામ કરવા આવું છું, નહીં કે કોર્ટની જેમ ગમે તેવા ધડમાથા વગરનાં પ્રશ્નોના જવાબ દેવા ! મોં માથા વિનાના પ્રશ્નો તો મારો બાપ પણ મને નથી પૂછી શકતો !!! જીતુબાપુએ એક વખત કહેલું તે યાદ કરજો...... આપણે કંઈ વિકિ માથે ભુંગળું નથી ભાંગ્યું ! રોજ નાં ૨૫-૩૦ માણસોનો તો હું દૂકાને ડાયરો કરું છું. કૃપયા મને બહુ વતાવવો નહિ !!!!!!!! ત્યાં "તકમરિયાં" નામક લેખ પર ગજની ઘોડી ને સવા ગજનું ભાઠું જેવો તાલ શા માટે સર્જાયો છે ? ભટ્ટજીને વાતેવાતમાં માઠું લાગે, વાતેવાતમાં વાંધો પડે, અને એ પણ યોગ્ય પ્રત્યુત્તર કે નિરાકરણ કર્યા પછીએ ?! ત્યાં મેં જે મુદ્દાઓ ઉઠાવ્યા એના તો કોઈ જવાબ જ નથી ! જો કે મારે જોતા પણ નથી !! બાકી, હવે પછી તમારે નવરાશ હોય તો તમે તમારે ચર્ચાઓ (માત્ર ખોટી ચર્ચાઓ) કર્યે રાખજો. મને સળી કરાશે તો હું સાંબેલું લઈને ઉઠવા વાળો માણસ છું. અને હવે ગુસ્સાનું કારણ નં એક : સંદર્ભ ૧ માં "ડો.પારૂલબેન શાહએ બંગાળી મીઠાઇ તથા ફાફડા ગાંઠીયા બનાવતા મીનાબેન વસાએ શીખવેલ..." આ વાક્ય આવે છે. સંદર્ભ ૨ માં તો ચિત્ર પર મોટા અક્ષરે ફાફડા ગાંઠીયા લખેલું છે. તે છતાં ભટ્ટજીને વંચાતું નથી ! ભઈ, સૌરાષ્ટ્રમાં ફાફડા ઉપરાંત ફાફડી, વણેલા, લસણીયા, તીખા, મોળા, મેથી, પાટા, ભાવનગરી, ઝીણા, જાડા, આવા ઘણાં પ્રકારનાં ગાંઠિયા થાય છે. ધવલજી લંડન રહે છે, હું તો અહીં જ ગૂડાણો છું ! અને મને ધવલજી કરતાં તો સૌરાષ્ટ્ર વિશે વધુ જાણકારી છે. તેથી જ કહું છું કે, ધવલજી સાચા છે. છતાં તમતમારે બેઉ જણા નકામી દલીલો જીક્યે રાખો. પણ હજુ ઢગલો એક સંદર્ભો જુઓ: (), (), () વગેરે. આ સંદર્ભો એ સાબીત માટે છે કે ફાફડા એ એક પ્રકારનાં ગાંઠિયા જ છે. "ફાફડા" એ શબ્દનો અર્થ છે, ’પહોળું’ ’પક્તું’. કોઇ શક ???
અને હા, હવે ગુસ્સાનું કારણ નં. બે : આ કે‘દિનાં આટલી ચર્ચાઓ ફાડો છો તો જરાક જ્યાં નજર કરવી જોઈએ ત્યાં કરો તો ? ખાટલે મોટી ખોટ એ છે કે આ લેખમાં અને મથાળામાં પણ જોડણી ખોટી છે !!! સાચી જોડણી છે, ગાંઠિયા (સં: જોડણીકોશ, ભગોમં). તો પહેલાં ઈ તો સુધારો ! ડાહાપણ ડહોળવું હોય તો કંઈક લેખે લાગે એવું ડહોળો ને !! જો કે હું એ માટે કોઈ આગ્રહ નથી કરતો, (સુધારવા માટે !) કેમ કે, આ મુક્ત જ્ઞાનકોશ છે, અને અહીં બધાં સ્વેચ્છાએ, પોતાને ગમે તે વિષય પર જ, અને પોતાને ગમે તે કાર્ય કરવા છૂટમાં છે. અહીં કોઈને ફરજ પડાતી કે પાડી શકાતી નથી. એમ અહીં અન્યએ લખેલું અયોગ્ય જણાય તો સુધારી શકાય છે, હટાવી શકાય છે, અને એ માટે યોગ્ય સંદર્ભ આપવાનો રહે. પછી અન્ય લોકો નક્કી કરે કે એ ફેરફાર યોગ્ય હતો કે નહીં. આ તો બેઉ જણા ગાંઠિયા ને તકમરિયાં (એની પણ જોડણી શબ્દકોશે આમ જ છે છતાં ત્યાં એ ખોટી જોડણીનો આગ્રહ રાખીને મારો સમય બગાડાયો જ છે !!!) લઈને બેઠાં છે તે બીજા બધાં અહીં શું ‍&%$#@* આવે છે ?! હું દેશી અને અભણ માણસ છું, વધુ સારપ દેખાડતા મને ન આવડે. તમે બેય રહ્યા ભણેલ ગણેલ, મારાથી તમને ઝાઝું કહેવાય નહિ......સમજદાર લોકો થોડામાં સમજી જાય છે અને નાહક દલીલબાજીમાં સમયનો વ્યય કરતા નથી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૮, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
તમારા ગુસ્સાનું કારણ નં એક એક જ ખોટા પાયા પર આધારીત છે તેમ છતા તે બાબત હું કોઇ ગુસ્સો કર્યા વગર એટલું જ કહીશ કે તમે વાત પુરતી સમજ્યા વગર કુદાદુદ કરી મેલો છો સારૂ નથી લાગતું. આ વાત ધવલભાઇ સાથે વ્હોટ્સએપ પર થયેલી વાતના સાતત્યમાં છે. પુરી વાત સમજ્યા વગર ગુસ્સો કરવા લાગે એ કેટલું વ્યાજબી કહેવાય? વળી, વાતને તમે વાત ને સાવ જુદી દિશામાં ઢસડી રહ્યા છો. અહીંયા દાદાગીરીને કોઇ જ અવકાશ હોવો ન જોઇએ અને જેમને સમયનો વ્યવ થતો લાગતો હોય તો તેમણે ચર્ચામાં ભાગ ન લેવો જોઇએ.
બીજુ, મુળ મુદ્દો એ નથી કે ફાફડા અને ગાઠિંયા એક જ લોટ માંથી બને છે કે નહી કે પછી બન્ને એક પ્રકારની વાનગી છે કે નહી. મોટાભાગના વ્યાવસાયીક ઉત્યાદકો તો બન્ને વસ્તું એક જ લોટમાંથી બનાવે છે. ઉપરાંત ફાફડાને ફાફડીયા ગાઠીયા કે પાટા કહે છે એ પણ મુદ્દો નથી ફાફડાને ફાફડીયા ગાઠીયા કે ફાફડા ગાંઠિયા તો કહે જ છે. મેં જ વ્હોટ્એપ પર ધવલભાઇને લખ્યુ હતું. મુદ્દો એ વાક્ય છે કે જેંમાં ધવલભાઇ એ લખ્યું છે કે આને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠીયા જ કહે છે. આશા છે કે હવે મુદ્દો સમજાયો હશે.
આપેલા સંદર્ભોમાં પણ તમને એ મતલબનું વાક્ય મળશે નહી કે ફાફડાને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠીયા જ કહે છે'. ફાફડા ગાંઠિયા એ આખુ અલગ નામ થયું. ફાફડાને ફાફડીયા ગાઠિયા કે ફાફડા ગાઠિયા કહે છે અને સંદર્ભ (જેટલા કામ કરે છે તેટલા) પણ એ જ કહે છે ક્યાં ય આને પણ સૌરાષ્ટ્રમાં 'ગાંઠીયા' જ કહે છે નથી લખ્યુ.
ડો.પારૂલબેન શાહએ બંગાળી મીઠાઇ તથા ફાફડા ગાંઠીયા બનાવતા મીનાબેન વસાએ શીખવેલ...
ફરી વાંચો
એમાં હું કહુ છું એ વાતનો સંદર્ભ છે કે પછી ફાફડાને સૌરાષ્ટ્રમાં ગાંઠીયા જ કહે છે.' નો? --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૪૬, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
માફ કરજો અશોકભાઈ ખોટી ચર્ચાઓમાં સમય વેડફવા બદલ માફી માગું છું. તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય એવા સભ્ય છો અને જો તમે એ વાત પર સહમત થાવ છો કે ફાફડાને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠિયા જ કહે છે, તો હવે હું આ ચર્ચા અહિં જ સમાપ્ત થયેલી ગણી લઉં છું. આપવા-લેવાના કાટલા જુદા હોય એ ન ચાલે અને મારી પાસે પણ એવો સમય નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૫, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
અને હા, નામની ખોટી જોડણી પ્રત્યે ધ્યાન દોરવા બદલ આભાર. મેં હવે સુધારી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૫, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
આપવા-લેવાના કાટલા જુદા હોય એ ન ચાલે પણ પ્રબંધક તરીકે જો આપવા-લેવાના કાટલા જુદા રાખીએ તો ચાલે. સંદર્ભોનું એકપક્ષીય અર્થઘટન પ્રબંધક તરીકે કરીએ તો ચાલે. ચર્ચાને એકપક્ષીય રીતે પોતાના પક્ષમાં પુરી થઇ ગઇ છે એવું જાહેર કરીએ તો પ્રબંધક તરીકે ઉત્તમોત્તમ કામ કરલું ગણાય. વાહ. અને પછી આપણે ચિંતન અને મનન કરીએ છીએ કે અહીં યોગદાન કર્તાઓ કેમ ઘટી રહ્યા છે.--એ. આર. ભટ્ટ (talk) ૧૫:૧૨, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
ભાઈશ્રી, તમે તકમરિયાંના લેખમાં ભગવદ્ગોમંડલના સંદર્ભ હેઠળ કેવા પ્રકારની માહિતી મૂકવા માગતા હતા તે યાદ છે ને?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર
પ્રબંધકશ્રી, હું જે કહેવા માંગતો હતો અને કરતો હતો, એ તમે બંન્ને પ્રબંધકો પુરૂ સમજ્યા વગર જ આ કરી રહ્યા છો. જરા અંતઃકરણને પુછીને નક્કી કરજો કે તમે આ કર્યુ છે તે યોગ્ય છે કે નહી. --એ. આર. ભટ્ટ (talk) ૨૧:૦૪, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર

ઉદ્યોગ ફેરફાર કરો

આ વિભાગમાં અમુક આંકડાકિય માહિતી હતી, પણ સંદર્ભમાં ફક્ત આજ-કાલ દૈનિક એટલું જ લખ્યું હતું, જે કોઈ ચોક્કસ સંદર્ભ ન કહેવાય, માટે મેં આખો વિભાગ દૂર કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૫, ૧૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર

Return to "ગાંઠિયા" page.