ચર્ચા:ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
નામ ફેર
ફેરફાર કરો'અભ્યારણ'નું નામ બદલીને 'અભ્યારણ્ય' કર્યું છે કેમકે રણ એટલે રેતીનું રણ જ્યારે અરણ્ય એટલે વન, શબ્દ મૂળભૂત રીતે તો 'અભયારણ્ય' છે, પરંતુ જે સ્ત્રોતમાંથી આ માહિતિ લેવામાં આવી છે તેને અધિકૃત સ્ત્રોત ગણતા, જો તેમાં અભ્યારણ્ય હોય તો તેમ રહેવા દેવું, પરંતુ જો અભ્યારણ હોય તો તે સ્ત્રોતને પણ ખોટો સમજવો. અંગ્રેજી શબ્દ સેંક્ચુરિ (Sanctuary) નો અર્થ છે કે જ્યાં વન્ય જીવો (જરૂરી નથી કે પ્રાણીઓ જ, કેમકે વનસ્પતિઓ પણ વનમાં રહેલા જીવો છે જેની સુરક્ષા કરવી જરૂરી છે) ભયવિના રહી શકે, માટે અભય+અરણ્ય= અભયારણ્ય શબ્દ બને છે.
અશોકભાઈ તમે જણાવેલા મૂળ સ્ત્રોતમાં જરા જોઈને ખાતરી કરી આપશો કે અભ્યારણ્ય વાપર્યું છે કે અભયારણ્ય ?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૪, ૬ મે ૨૦૦૯ (UTC)
- ધવલ ભાઇ, પ્રથમ તો આપનો ખુબ આભાર,કારણકે મેં તો એક સ્ત્રોત સામે રાખ્યો હોવા છતાં પણ ભૂલ કરી પરંતુ આપે મનોમંથન કરી અને સાચો શબ્દ સુચવ્યો. મૂળ સ્ત્રોતમાં પણ 'અભ્યારણ્ય' જ છે. ઉતાવળે વાંચવાને કારણે મારી ભુલ થયેલ. Sorry! આપને આ સંદેશો તુરંતજ મોકલાવવાનો હતો પરંતુ પાવર કટ થવાને કારણે લાચાર થઇ ગયો (Thanks to electric company!!!) આપે તુરંત સુધારો સુચવી અને લાંબી પળોજણ ટાળી આપી,નહીંતો સંબંધીત ઘણા લેખોને નામફેર કરવા પડત. આભાર,માર્ગદર્શન કરતા રહેશો.--અશોક મોઢવાડીયા ૧૬:૧૩, ૬ મે ૨૦૦૯ (UTC)