ચર્ચા:ગુજરાત યુનિવર્સિટી
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં
અહીં પણ ગુજરાત યુનિવર્સિટીનું નામફેર કરાયું છે. જે પ્રચલિત નામ નથી. ગુજ.યુનિ.ના અધિકૃત લોગો પર પણ "ગુજરાત યુનિવર્સિટી" જ લખાયું હોય અને આ "નામ" હોય તેનું સ્વેચ્છાએ ભાષાંતર અલગ નામે યોગ્ય ગણાય ? આ નામફેર રાખવું કે નહિ ? માર્ગદર્શન આપશો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૨૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- બિલકુલ નહી. થોડા સમય પહેલા એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના નામકરણ વખતે પણ આપણે આ ચર્ચા કરી હતી. જો કે એ કિસ્સામાં તો અધિકૃત નામ ગુજરાતીમાં છે પરંતુ તે વ્યવહારમાં ન હોવાથી આપણે ચર્ચા કરતા હતા કે તેનું નામ મહાવિદ્યાલય નહિ પણ કોલેજ જ રહેવા દેવું. વધુમાં આપણી નીતિઓમાં ક્યારેક આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે આપણે ભદ્રંભદ્ર ગુજરાતી કરવાને બદલે પ્રચલિત અંગ્રેજી નામો આવા ટેકનિકલ શબ્દો માટે વાપરીએ છીએ. આ નામ કોઈ વ્યક્તિની પોતાની પસંદ હોય તેમ લાગે છે. સત્વરે તેને બદલી નાખવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)