ચર્ચા:જેતલપુર (તા. દસ્ક્રોઇ)
જેતલપુર્ ધામ {જિલ્લા :-અમદાવાદ}
ફેરફાર કરોઉધ્ધવ સંપ્રદાયના પ્રવર્તક સદગુરુ રામાનંદ સ્વામી એ અનેક અન્નક્ષેત્ર બનાવ્યા તે પૈકીનુ જેતલપુર મંદિરમા એક અન્નક્ષેત્ર હતુ જેની સેવા પુજા ગંગામા કરતા. શ્રી હરિ નિલકંઠ વર્ણીના રુપે જેતલપુર પર્ધાયા અને ગંગામાંના ધેર થાળ જમ્યા. કેમ કે ગંગામાને અતિથિને જમાડ્યા વગર જમવુ નહિ એવો નિયમ હતો. શ્રી હરિ ઉધ્ધવ સંપ્રદાયના ધર્મધુરંધર થયા બાદ જેતલપુર સર્વ પ્રથમવાર પધાર્યા હતા. શ્રી હરિએ ગંગામાને સમાધી કરાવી, રામાનંદ સ્વામીને અક્ષરધામ મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા જોઇને સર્વાવતારી સર્વકારણપણનો નિચ્યય થયો ત્યાર પછી ગગંમા નો ભુતકાળની સાધનાઓ ભુલીને અનન્ય ભાવે કરીને શ્રી હરીને અખંડ સેવા કરતા તેથી તો ગંગમાની રસોઇ શ્રી હરી વખાણતા. શ્રી હરીએ મંદિરો નિર્માણની પંરપરામાં સ્વહસ્તે નવ મંદિરોના નિર્માણ કરાવ્યા તે પૈકીનુ જેતલપુર મંદિરનુ નિર્માણ શિલ્પ સમ્રાટ સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે નિર્માણ કરાવી સ્વહસ્તે શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજના સ્વરુપની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી સંવત 1882 ફાગણ વદ ના રોજ જેવો અમદાવાદમાં સંમૈયો કર્યો તેવો જ જેતલપુરમા સમૈયો કર્યો. જેતલપુરમાં સદગુરુ રામાનંદ સ્વામિ, સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, સદગુરુ આનદાનંદ સ્વામી જેવા અગ્રગણ્ય સંતોએ કર્મભુમિ સ્થાન બનાવ્યુ હતુ. અમદાવાદ, જેતલપુર અને ભરુચ ના મંદિરોના નિર્માણ કાર્ય પુર્ણ કરીને જીવનનો ઉતરાર્ધ આનંદાનંદ સ્વામી એ જેતલપુરમાં વિતાવ્યો જેતલપુરમાં શિલ્પ શાસ્ત્રઅનુસાર ભવ્ય મંદિર બનાવેલ છે જેમા મહાપ્રતાપી શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ પ્રત્યક્ષ બિરાજમાન છે જે આજે કરોડો ભક્તોની મનોકામના તત્કાળ પુર્ણ કરે છે. પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજ પાસે કોઇ હરિભક્ત આધિવ્યાધિ ઉપાધી માં સંપડાયો હોય તો તેના નિવારણ માટે જેતલપુરની પુનમના દર્શન કરવાનો નિયમ આપે છે અને સ્વયં આચાર્ય મહારાજ શ્રી પ્રતિ પુનમે દર્શન ને પધારે છે કેમ કે જેજે ભક્તો ને પુનમના નિયમો આપ્યા હોય તેને યાદ દેવડાવવા સ્વયં પધારે છે. દિન-પ્રતિદિન નાના-મોટા સર્વને આસ્થા શ્રધ્ધામા વધારો થતો આવ્યો છે. દર પુનમે બે લાખથી વધુ ભક્તો દર્શને આવે છે. જેમા પચીશ હજાર જેટલા પગપાળા પોત-પોતાના ગામેથી આવે છે. જેવોને માટે રહેવા, જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામા આવે છે. પગપાળા આવતા ભક્તોને જમાડવાનો લહાવો કેટલાક દાન-દાતાઓ પુનમે જમાડવાની સેવા કરે છે. માત્ર પંચાશ હજાર અલ્પ રકમમા પુનમની રસોઇ લેવામાં આવે છે. જેતલપુરમા અક્ષર મહોલવાડીમાં નંદસંતોને ભણવાની પાઠશાળા હતી જેને આચાર્ય મહારાજશ્રીએ કાલુપુર અમદાવાદમાં સ્થાપના કરી તેના દોઢસો વર્ષ પછી પ.પુ આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્રારા પુન: જેતલપુર મા અક્ષર મહોલવાડી મા નિવાસી પાઠશાળાનુ નિર્માણ કરાવ્યુ છે જેમા એકસો પંચાસ જેટલા સાધુ-પાર્ષદો અને બ્રાહ્મણના બાળકો એમ. એ. સુધીનો અભ્યાસ કરે છે જેમા સંસ્કૃત ઉપરાંત યોગ, કોમ્પુટર, મંદિર મેનેજમેન્ટ, સંગીત, જ્યોતિષ, કર્મકાન્ડ, કથા-પારાયણના અને ડીપ્લોમા ના કોર્ષ ચાલે છે. જેનુ સંચાલન શાસ્ત્રિ સ્વામી હરીઓમપ્રકાસદાસજી કરે છે પાઠશાળા નો ભણવા રહેવા જમવાનો સંપુર્ણ ખર્ચ દાન-દાતાઓના સહયોગથી તેમજ જેતલપુર મંદિરથી કરવામા આવે છે. જેતલપુર મંદિરના મંહત શાસ્ત્રીસ્વામી આત્માપ્રકાશદાસજી તથા કે. પી. સ્વામી ખુબ જ નિષ્ઠાપુર્વક સંચાલનમા સહયોગ આપી રહયા છે. જેતલપુરમા શ્રી હરિના સમકાલિન પ્રસાદીના વૃક્ષના દેહમા બે મુક્તો છે જેમા બોરસલી અને આંબલી તેના દર્શન કરવા અસંખ્ય ભક્તો આવે છે ત્યા જય બોલીને પાંચ માળા કરીને જેજે સંક્લ્પ કરે તેની સર્વ મોનોકામના પુર્ણ થાય છે. જેમા જરાય વિલંબ થવા પામતો નથી. જેતલપુર દર્શન કરવા પધારો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન જરુર કરશો એવી સર્વ ધર્મપ્રેમી ભક્તોને અમારી નમ્ર અપીલ છે. રેવતી-બળદેવજી બાપાના દ્રારે આવેલો ભાવિક ભક્ત અનન્ય શ્રધ્ધાથી જેજે મનોકામના લઇને અવીયો હોય તે આજ સુદિ નિરાશ થઇને પરત ગયો હોય એવો અમે કોઇ પણ દાખલો સાભંળ્યો નથી. જેતલપુરની ભુમિનો પ્રતાપ છે જેની શ્રી હરિ એ જેતલપુર વચનામ્રૃત પાંચ મા વ્રુંદાવનથી અધિક કરેલ છે અને મહરાજ ઘેર ઘેર સો-સો વાર જમ્યા છીએ. મોટા મોટા સમૈયા કર્યા મહાવિષ્ણુયાગ કર્યા ભુમીને અત્યંત પાવન કરેલ છે તેની ચરણરજનો સ્પર્શ થતા પાપ બળી જાય છે. જેતલપુર માં જેનો અંતકાળ આવે તેને જમનુ તેડુ નહિ પણ મોક્ષ – વરદાનનુ વચન શ્રી હરિએ સ્વપુણ આપ્યુ છે.
કૉપીરાઇટ
ફેરફાર કરોલેખમાં ઉમેરાયેલો અને અહિ અપાયેલો આખો લેખ નીચેની સાઈટ પરથી કોપી કરાયેલો છે. અને તે સાઈટ પર કૉપીરાઈટ ટૅગ છે. તો આ ફકરો મેલનાર કે અન્ય સૌ મિત્રને વિનંતી કે તેમાંથી જરૂરી માહિતી લઈ ફરી પોતાની રીતે, વિકિનાં ફોર્મેટમાં લખે અન્યથા પ્રબંધકશ્રી આ માહિતી દૂર કરી શકે છે. (લિંક : http://www.jetalpurdarshan.com/history-of-temple.php ) --અશોક મોઢવાડીયા ૧૨:૩૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)