જેતલપુર (તા. દસ્ક્રોઇ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જેતલપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. જેતલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, ડાંગર તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જેતલપુર
—  ગામ  —
જેતલપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′N 72°22′E / 22.53°N 72.36°E / 22.53; 72.36
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દસ્ક્રોઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

જેતલપુરમાં હાલમાં સ્વામિનારાયણ મંદિર છે, ત્યાંથી અડીને દક્ષિણ દિશામાં રબારીઓનો નેસ છે. ત્યાંની સૈકા પહેલા જેતા નામની રબારણના ઉપરથી જેતલપુર ગામનું નામ પડેલું છે.[]

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, ગુરુકુળ તેમજ સંસ્કૃત વિદ્યાલય આવેલા છે.[]

દસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "જેતલપુર દર્શન" (pdf). jetalpurdarshan.com.
  2. "Jetalpur Temple" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૮.