ચર્ચા:ત્રિકમ સાહેબ

છેલ્લી ટીપ્પણી: ગરોડા બ્રાહ્મણ ગર્ગ ગરો ગરુડા વિષય પર 2409:40C1:3A:9660:4C0:39FF:FEA4:9848 વડે ૧ વર્ષ પહેલાં

મિત્રો, મને આ સંતશ્રી વિષે માહિતી નથી. આપમાંથી કોઈ જાણતા હોવ તો કૃપા કરી સંદર્ભ આપી જણાવશો કે ત્રિકમ સાહેબનો જન્મ કઈ જ્ઞાતીમાં થયો હતો? કેમકે આ તફાવત જોતા માલુમ પડે છે કે પહેલા લખનારે તેમને પછાત જ્ઞાતિનાં જણાવ્યા હતા જ્યારે તાજેતરમાં થયેલા ફેરફાર મુજબ યોગદાનકર્તા તેઓને બ્રાહ્મણ જ્ઞાતિના ગણાવે છે. લેખમાં હકિકત દોષ ના રહેવા પામે તે જ ઉદ્દેશ્યથી આ ચર્ચા શરૂ કરું છું, તેની પાછળ નાત-જાતનાં વાડા બંધવાનો કોઈ ઇરાદો નથી તેની નોંધ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૪, ૨૮ જુલાઇ ૨૦૦૯ (UTC)

ધવલભાઈ, ત્રિકમ સાહેબ કબીર પરંપરામાં મહાન સંત થઈ ગયા, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તેને જે ભજનો લખ્યા છે તે પણ ખરેખર સાંભળવા જેવા છે. પણ જે તમે કહો છો તે મુજબ તમારી વાત સાચી છે. કોઈ મિત્રએ ત્રિકમ સાહેબનાં લેખમાં ભુલ કરી છે. જે તેને ગુજરાત સમાચારનાં આ લેખમાંથી ગુજરાત સમાચારમાં એક લેખ વાંચીને કદાચ લખ્યુ છે તેવુ લાગે છે, પણ તેને આગળ વાંચ્યુ નથી લાગતુ. બીજો એક લેખ જે દિવ્યભાષ્કરમાં એક લેખ મુજબ તેઓ જ્ઞાતિએ હરિજન જ હતા તે વાત સાચી છે. તેઓ બ્રાહ્મણ ન હતા. જો મિત્રોને ખબર ન હોય તો એક વાતની ચોખવટ કે પહેલાનાં સમયમાં હરિજન લોકોને પછાત જ્ઞાતિનાં ગણતા અને તેને અડતા પણ નહી. તેથી તેઓને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવુ હોય તો આપણા ઉચ્ચ બ્રાહ્મણો તેને ત્યાં ન જતા. જેથી તેઓની જ્ઞાતિમાં એક વર્ગ એવો હતો તેને તેઓ ગરોડા બ્રાહ્મણ કહેતા હતા. તે બ્રાહ્મણો હરિજનનાં ગોર તરીકે પણ ઓળખાતા. અને તેઓ ગોરપદુ કરતા હોવાથી બ્રાહ્મણ શબ્દ લગાડતા હતાં. છતા પણ હું આ લેખને થોડો મરામત કરી નાખીશ. માટે ધ્યાન દોરવા બદલ આભાર, અને બીજા અન્ય મિત્રોને પણ કહીએ કે અહીં ખોટી માહિતીઓ ન આપે તો સારૂ. જેથી કોઈ કડે ન ચડે. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૨:૨૭, ૨૮ જુલાઇ ૨૦૦૯ (UTC)
શ્રી જીતેન્દ્રસિંહજી, આપણાં સંતો વિશે માહિતી આપતા સરસ લેખો બદલ આભાર. હવે એક શંકા... આપે આ લેખમાં ચડાવેલ ચિત્ર (ચિત્ર:Trikam_Saheb.jpg) અન્ય લેખ સંત કબિરમાં પણ છે, જે મેં હિન્દી વિકિ (ચિત્ર હિન્દી વિકિ પર) પરથી 'કોમન્સ' પર ચડાવેલું, ત્યાં તે ચિત્ર કબિરસાહેબનું દર્શાવેલ. તે ઉપરાંત તે ચિત્રનાં કોપિરાઇટ પર પણ પ્રશ્ન ઉભો થયો છે. (જુઓ:ચિત્ર:Kabir.jpg), આથી ધવલ ભાઇને વિનંતીકે આ બાબતનું નિરાકરણ કરી આપે. જો જીતેન્દ્રસિંહજીએ ચડાવેલું ચિત્ર કોપિરાઇટ ધરાવતું ન હોય તો એ ચિત્ર 'કોમન્સ' પર ચડાવી આપે. તથા આ ચિત્ર કબિર સાહેબનું છે કે ત્રિકમ સાહેબનું તે શંકા દુર કરવા પણ વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા ૦૯:૪૧, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
મિત્રો, મેં આમતો ત્રિકમ સાહેબનાં ખાસ ચિત્રો કોઈ દિવસ જોયેલા નહી. અને થયુ એવુ કે આ લેખ બનાવવો હતો એટલે થયુ કે એકાદ ચિત્ર મુકુ તો સારૂ લાગે જેથી મે આ ચિત્ર વિકિમેપીયાની લીંક અહીં આપેલી છે, આશ્રમનું સ્થળ વિકિમેપીયા ઉપર આ જોઈ જશો અને પછી જેમ યોગ્ય લાગે તેમ કરશો. બીજુ એ કે અશોકભાઈએ સારૂ થયુ કે સંત કબીર અને ત્રિકમ સાહેબનાં ફોટાની ભુલને ચકાસીને મારૂ ધ્યાન દોર્યુ. પણ, એકવાત કે કબીરપંથનાં લગભગ બધા સંતોનાં ફોટાઓ ટોપીવાળા અને પેન્ટીંગ કરેલા હોય છે, એટલે ભુલ પડે ખરી:-).... અશોકભાઈ અને ધવલભાઈ તમને બન્નેને વિનંતી કે યોગ્ય કરશોજી. આ કોપીરાઈટની વધારે બીક લાગે હો:-) પણ કદાચ આપણે છેલ્લે નાદાર થાય તો તે શુ કરી લે ? તે તો જણાવજો કારણકે તમે બેય માસ્ટર છો. અને કાં પછી આ ઈન્ટરનેટ વાપરવાનુ બંધ કરવુ પડશે તેવુ લાગે છે:-) જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૨૨, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આ ચિત્ર મૂળ અહીંથી અવ્યું છે તેમ લાગે છે. અને ત્યાં તેને કબીરનું ચિત્ર વર્ણવ્યું છે. આ ઉપરાંત આવી મુખાકૃતિ અને પહેરવેશ વાળા અન્ય અનેક ચિત્રો કબિરનાં ચિત્રો તરિકે જોવા મળશે માટે ખરેખર તમારો પ્રશ્ન યથાર્થ છે કે આ ચિત્ર કોનું છે, કબિરનું કે ત્રિકમ સાહેબનું? રહી વાત તેના લયસન્સની, તો મેં સભ્ય Martin Hનાં ચર્ચાનાં પાના પર તેનો જવાબ આપ્યો છે, તે જોઈ જોશો, આ સભ્યએ ફાઇલના પ્રકાશધાનિકાર માટે પ્રશ્ન ઉઠાવ્યો છે, અને જરૂર લાગે તો ટિપ્પણી કરશો. (આ સેવ કરૂ તે પહેલા જીતેન્દ્રસિંહનો જવાબ આવી ગયો છે)-ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૪, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
મિત્રો, જીતેન્દ્રભાઈના ખુલાસા પરથી મને એમ લાગે છે કે આ બંને ચિત્રો એક જ છે, અને આમે જ્યારે આ ચિત્ર વિષે કોમન્સમં વિવાદ છે ત્યારે તેને અહીં રાખવાનો અર્થ નથી. અને વધુમાં ચિત્ર માટે આપણે ચોક્કસ પણે કહી શકીએ તેમ પણ નથી કે તે ત્રિકમ સાહેબનું છે કે નહી, તો પહેલુંતો શું આપણે તે ચિત્રને ગુજરાતી વિકિમાંથી delete કરી દઈશું? અને આ લેખમાંથી પણ તેને દૂર કરીશું?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૩, ૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ગરોડા બ્રાહ્મણ ગર્ગ ગરો ગરુડા

ફેરફાર કરો

ગરોડા બ્રાહ્મણ જે હરિજન નથી પણ એ હરિજનો ના બ્રાહ્મણ છે જેમ બ્રાહ્મણ અન્ય જ્ઞાતિઓ માં લગ્ન, કથા ,વાસ્તુ,ગ્રહ શાંતિ,હોમ હવન કે શ્રાદ્ધ વગેરે ધાર્મિક પુણ્ય કર્મો. કરે છે એજ કામ દલિત સમાજ માટે ગરોડા બ્રાહ્મણ કરે છે.આ બ્રાહ્મણો નો દલિત સમાજ માં લગ્ન કે સામાજિક અન્ય કોઈ વ્યવહાર કરતો નથી,ત્રિકમ સાહેબ આ જ સમાજ ના પરચાધારી સંત હતા. એમના સમય માં દરેક સમાજ ના લોકો એમને માન સન્માન આપતા હતા. 2409:40C1:3A:9660:4C0:39FF:FEA4:9848 ૨૨:૫૦, ૨૪ નવેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

Return to "ત્રિકમ સાહેબ" page.