ચર્ચા:નાની મોરસલ (તા. ચોટીલા)

[૧] આ કડિને અને આ ગામને કાંઇ સંબંધ ખરો? શું આ ગામની જ દંતકથા છે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૭:૧૯, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

ખૂબ ઝીણવટભર્યા વાંચન બદલ શાબાશી મહર્ષિભાઈ. એ કડી પર મોરસર નામના ગામનો ઉલ્લેખ છે, જ્યારે અહિં મોરસલ છે, ચોક્કસ રીતે કશું કહેવું અઘરૂં છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૭, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
વાહ ! મહર્ષિભાઈ. વાર્તામાં ‘ચોટીલો ડુંગર’, ’માંડવના ડુંગર’, ’સાંઢસર અને સીંઢસર તળાવની પાળે’ (અહીં પણ મોરસલની ઉગમણે-આથમણે બે તલાવડીઓ છે પણ નામ જાણમાં નથી), જેવા ઉલ્લેખોથી એમ લાગે છે કે આ મોરસલ એ જ વાર્તા માંહ્યલું મોરસર. જો કે ધવલભાઈએ કહ્યું તેમ ચોક્કસ કહેવું અઘરૂં છે. મૂળમાં આ ’મોરસલ’ હાલના તેનાં કદને જોતાં કોઈ રીતે ’રાજધાનીના નગર’ની વ્યાખ્યામાં નથી બેસતું. જો કે આપે "શોધ" કરી અને અહીં સુધી વાત પહોંચાડી એ પણ "વિકિમિત્રો" માટે ગૌરવની વાત છે. ધન્ય !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
સીતારામ ધવલભાઇ અને અશોકભાઇ, મને ગામ તો એક જ લાગે છે અને રાજધાનીની લોકવાયકા હોય તેમા કંઇ ખોટું નથી. આજનું પાટણ જોઇ તેની પ્રભુતા હતી એટલી ભવ્ય કલ્પી ન શકાય. મારું સિહોર ગામ ભૂતકાળમાં ભાવનગર શહેર કરતા ઘણું મોટું અને ભવ્ય હતું પણ આજે... સોનાની દ્વારકા વગેરે અનેક ઉદાહરણો. પણ આ ગામના જ માણસો આ વાયકાની પુષ્ટિ કરે તો અહિં કડીં ઉમેરી શકાય! હાલમાં તો મારા બાળકને વાર્તા કહી શકું અને સાથે સાથે થોડું જ્ઞાન આપી શકું એટલા માટે વાંચતા આ વાત ધ્યાન પર આવી. બીજુ કે આકાશ દર્શન

માટે કોઇ સરળ ગુજરાતી પુસ્તક ખરું... તારાઓની ઓળખ મને જરાય નથી માટે થોડી જીજ્ઞાસા થાય છે... બાકી આપ મિત્રો સહ:કુટુંમ્બ કુશળ હશો. જલદીથી રૂબરુ મળવાનો અવસર મળે તો આનંદ થાય! સીતારામ... મહર્ષિ

Return to "નાની મોરસલ (તા. ચોટીલા)" page.