ચર્ચા:નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૯ વર્ષ પહેલાં

આ પાનામાં આ કંપનીનો લોગો સરખો કરજો

ભાઈ શ્રી હાર્દિકભાઈ, અંગ્રેજી વિકિપીડિયા પર Fair use નીતિ હેઠળ કંપની/સંસ્થા વગેરેના લોગો રાખવામાં આવે છે. આપણે અહિં ગુજરાતી વિકિપીડિયામાં નીતિ એવી રાખી છે કે ફક્ત પ્રકાશનાધિકારથી મુક્ત હોય તેવી જ ફાઇલો રાખવી, અને એ કારને ફક્ત વિકિમીડિયા કોમન્સ પર જે ફાઇલો હોય તે જ અહિં લિંક કરી શકીએ છીએ. વિકિમીડિયા કોમન્સ પર Fair use images સ્વિકાર્ય નહિ હોવાથી આ અને એના જેવા અન્ય લોગો ત્યાં અપલોડ કરી શકાતા નથી, જે કારણે આપણે અહિં ગુજરાતી લેખોમાં તે દર્શાવી શકતા નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૩, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
શું આપણે આપણી ગુજરાતી નીતિમાં એવો ફેરફાર ના કરી શકીએ ?? જો નીતિમાં ફેરફાર ના જ થતો હોય તો પછી આનો ઉપાય શું ??
ભાઈ શ્રી, કમનસિબે આપણે આપણી નીતિમાં ફેરફાર કરી શકીએ તેમ નથી, એના કારણો અનેક છે. મોટામાં મોટું કારણ એ કે એ ફક્ત ગુજરાતી વિકિપીડિયાની નીતિ નથી, વિકિમીડિયા કોમન્સની અને અન્ય ઘણા સ્થળોએ આ નીતિ પ્રવર્તમાન છે, બીજું એ કે એ નીતિમાં બાંધછોડ કરવાથી ફાયદા કરતા નુકસાન થવાની શક્યતા વધારે છે, વગેરે. આ નીતિનો અન્ય કોઈ પર્યાય હાલ તો નજરે ચડતો નથી. ગુજરાતી વિકિપીડિયામાં અનેકો-અનેક લેખો એવા છે જેમાં કોઈ ચિત્ર નથી. કોઈ કંપની વિષેના લેખમાં કંપનીના લોગો વગર ન જ ચાલી શકે તેવું નથી. (એક વિનંતિ કે ચર્ચાના પાને સંદેશાને અંતે --~~~~ ટાઇપ કરીને અથવા તો આ એડિટ બોક્સની ઉપરના ભાગે આવેલા ટૂલબારમાં ત્રીજું આઇકન (પેન્સિલ) છે તેના પર ક્લિક કરીને આપના હસ્તાક્ષર કરશો, જેથી સંદેશો કોણે મૂક્યો છે તેની સહેલાઈથી જાણ થઈ શકે અને જરૂર પડે તો તમારા સભ્ય પાને સહેલાઇથી પહોંચી શકાય)--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન" page.