નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ એ લિગ્નાઇટના ખાણકામ અને વિદ્યુત ઉત્પાદન કરતી ભારત સરકારની માલિકીની પેઢી છે. ભારતમાં તે લિગ્નાઇટની સૌથી મોટી ખાણો ચલાવે છે, હાલમાં તે ૨૪ લાખ ટન લિગ્નાઇટનું ખાણકામ કરે છે અને ૨૭૪૦ મેગાવોટ વીજળીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તદઉપરાંત તે લિગ્નાઇટની ખાણમાં આવેલ મોટા ભૂગર્ભજળસ્તરમાંથી ચેન્નઈને મીઠા પાણીનો એક વિશાળ જથ્થો પણ પૂરો પાડે છે. ૧૧ એપ્રિલ ૨૦૧૧ ના રોજ, તે સર્વશ્રેષ્ઠ નવરત્ન કંપનીઓના સમૂહમાં જોડાઇ.[૪] ૧૯૫૬માં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનની સંસ્થાપિત મંડળ તરીકે રચના કરવામાં આવી હતી.

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન
સરકારી માલિકી
શેરબજારનાં નામોBSE: ૫૧૩૬૮૩
NSE: NEYVELILIG
ઉદ્યોગઊર્જા ઉદ્યોગ
સ્થાપના૧૯૫૬
મુખ્ય કાર્યાલયચેન્નઈ, ભારત
મુખ્ય લોકોશ્રી. બી સુરેન્દર મોહન(ચેરમેન અને એમડી)[૧]
ઉત્પાદનોવીજ ઉત્પાદન અને વિતરણ, જળ વિદ્યુત, પવન શક્તિ, ઊર્જા વેપાર
આવકIncrease ૪૮.૬૬ billion (US$૬૪૦ million)(૨૦૧૧-૨૦૧૨) [૨]
ચોખ્ખી આવકIncrease ૧૪.૧૧ billion (US$૧૯૦ million)(૨૦૧૧-૨૦૧૨)
કર્મચારીઓ૧૮૪૩૪ (૨૦૧૧)[૩]
વેબસાઇટnlcindia.com

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન એ BSE:૫૧૩૬૮૩ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન અને NSE:NEYVELI LIG સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન તરીકે વેપાર કરે છે. કેન્દ્ર સરકાર નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં ૯૩% હિસ્સો ધરાવે છે અને તેનો વહીવટ કોલસા મંત્રાલય દ્વારા થાય છે.[૫]

હાલ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન તેના ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના અને ૫ જુલાઇ ૨૦૧૩ થી તેના ૨૭૦૦૦ કર્મચારીઓ અને કામદારો દ્વારા અનિશ્ચિત હડતાલના કારણે સમાચારમાં છે.[૬]

ઇતિહાસ ફેરફાર કરો

સી. જંબુલીંગ મુદલીઆર જ્યારે તેમની જમીનમાં સિંચાઈ માટે બોરવેલ ખોદતા હતા ત્યારે આ વિસ્તારમાં લિગ્નાઇટની હાજરીની ખબર પડી. ત્યાં પાણી કાળા રંગવાળું દેખાતું હોવાથી તેમણે ભૂતપૂર્વ મદ્રાસ પ્રમુખને પાણીના કાળા રંગના કારણ માટે જરૂરી પ્રયોગો કરવા માટે કહ્યું. પછી જ્યારે ખબર પડી કે વીજ ઉત્પાદન માટે લિગ્નાઇટનો ઉપયોગ થઇ શકે તેથી તેમણે પોતાની જમીન સરકારને લોકોના લાભ માટે મફત દાનમાં આપી દીધી.[૭]

ખાણો અને ઉષ્મીય એકમો ફેરફાર કરો

 
NLC વીજ પ્લાન્ટ

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન નીચે બતાવેલ વીજ એકમો સાથે જોડાયેલ ખાણો ચલાવે છે.

ખાણ ઉત્પાદન

( લાખ ટન પ્રતિ વર્ષ)

વીજ ઉત્પાદન મથક ક્ષમતા

(મેગાવોટ)

ખાણ I ૧૦.૫ ઉષ્મીય વીજ ઉત્પાદન મથક-I ૬૦૦
ખાણ IA ૩.૦ ઉષ્મીય વીજ ઉત્પાદન મથક- I વિસ્તરણ ૪૨૦
ખાણ II અને વિસ્તરણ ૧૫.૦ ઉષ્મીય વીજ ઉત્પાદન મથક-II ૧૪૭૦
બારસિંગર ખાણ ૨.૧ બારસિંગર ઉષ્મીય વીજ ઉત્પાદન મથક ૨૫૦

ટાઉનશિપ ફેરફાર કરો

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન ભારતના તમિલનાડુ રાજ્યના કડલૂર જિલ્લામાં આવેલ નેવેલીમાં સુંદર ટાઉનશિપ વિકસિત કર્યુ છે. આ ટાઉનશીપ ચેન્નઈ-તંજાવુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઍનઍચ-૪૫ સી અને કડ્ડલોર-સેલમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઍનઍચ-૫૩૨ સાથે રોડ માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલું છે. ખાણકામ અને વીજ ઉત્પાદન ઉદ્યોગો માટેના ભારે યંત્રસામગ્રીના પરિવહન માટે રેલ ટ્રેક સાથે એક રેલવે સ્ટેશનનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં શરૂ થયેલ બારસિંગર ખાણકામ & વીજળી પરિયોજનામાં પણ તેમના કર્મચારીઓ માટે 'લિગ્નાઇટ શક્તિ નગર' નામની એક નવી નાની ટાઉનશિપ બનાવી છે. તે જોધપુર તરફ બિકાનેરથી ૩૦ કિ.મી. દુર આવેલ બારસિંગર ગામ પાસે એનએચ ૮૯ નજીક પાલનમાં આવેલું છે.

ડિસઇન્વેસ્ટમેન્ટ ફેરફાર કરો

સરકારે આ નફો કરતી સંસ્થામાં શેર્સનું ડિસઇન્વેસ્ટ[૮] કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ૫ જુલાઈ ના રોજ,[૯] નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનના કર્મચારીઓ અને ૨૭૦૦૦ કામદારો ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાના વિરોધ માટે એક અનિશ્ચિત હડતાળ પર ઊતરી ગયા.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
  4. http://dpe.nic.in/newsite/navmini.htm
  5. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2015-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-14.
  6. ૬.૦ ૬.૧ PTI (13 July 2013). "Neyveli Lignite Corporation workers continue strike in Tamil Nadu". NDTV.com. મેળવેલ 14 July 2013.
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-17.
  8. "Neyveli Lignite Corporation". Website. Moneycontrol.com. મેળવેલ 14 July 2013.
  9. "Neyveli Lignite Corporation Ltd Strike May Result In Power Shortage-Business Standard". reuters.com. 8 July 2013. મૂળ માંથી 10 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 July 2013. Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો