ચર્ચા:પંચગવ્ય
સત્યાર્થતા અને સંદર્ભ
ફેરફાર કરોઆવી સંવેદનશીલ વાતોમાં સંદર્ભ હોવા જોઈએ તેવું જરૂરી નથી લાગતું? હું પોતે પણ એક સમયે 'ગુજરાત ગૈસેવા આયોગ' સાથે સંકળાયેલો હતો અને ગૌમૂત્ર તથા ગોબર પર અનેક પ્રોજેક્ટો કરેલા છે, ઉપરાંત થોડું ઘણુ સંશોધન પણ કર્યું છે, માટે કહું છું કે મારા મતે "पंचगव्य का निर्माण देसी मुक्त वन विचरण करने वाली गायों से प्राप्त उत्पादों द्वारा ही करना चाहिए।" અને "सूर्य नाड़ी वाली गायें ही पंचगव्य के निर्माण के लिए उपयुक्त होती हैं। देसी गायें इसी श्रेणी में आती हैं। " જેવા વિધાનોની સત્યાર્થતા સાબિત કરવા માટે જરૂરી અને શાસ્ત્રીય સંદર્ભો હોવા જોઈએ, નહીતર આપણા લેખમાં આવા વાક્યોનો સમાવેશ ના કરવો તે મારૂં માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૬, ૨૯ મે ૨૦૦૯ (UTC)
- ધવલભાઇ, આ લેખમાંથી સંદર્ભ વગરની વાતો અનુવાદ કરતી વખતે દૂર કરતાં પહેલાં શોધખોળ કરતાં એક નાની કડી મળી છે. જેનો અભ્યાસ કરી આ લેખનો અનુવાદ આપ જ પુર્ણ કરશો.
- મને મળેલી કડી સંસ્કૃતમાં છે. અગ્નમગ્નં ચરન્તીનામ્ - જેનો અર્થ - જેનો આહાર ઉત્તમ હોય અને ગાય નિરોગી હોય. આ કડી આયુર્વેદનો અમૃતકુંભ પુસ્તકના પાના નં. ૫૭૧ પર લખાયેલ છે, જેના લેખક શ્રી વિમલભાઇ ધામી(બી.એ.બી.ક્યુ. આયુર્વેદ રત્ન) છે.
- આપની પાસે ચરક સંહિતા હોય તો તેની મદદ વડે યોગ્ય માહિતી મેળવી આ કાર્ય આગળ વધારશો. આપ ઘરેથી વૈદ્યા સાહેબની મદદ પણ લેશો તો વધુ યોગ્ય રહેશે.--સતિષચંદ્ર ૦૬:૦૭, ૩ જૂન ૨૦૦૯ (UTC)
- સતિષભાઈ, સુંદર અવલોકન, અને ઘરેથી મદદ લઈ શકાય તેમ છે તે વાત યાદ રાખવા બદલ આભાર. લેખકશ્રી વિમલભાઈ સાથે સંપૂર્ણ સહમત, તેમણે લખ્યા પ્રમાણે, ગૌમૂત્ર કે પંચગવ્ય માટે ગાયનાં લક્ષણમાં "જેનો આહાર ઉત્તમ હોય અને ગાય નિરોગી હોય" તે જરૂરી છે. હવે તાર્કિક રીતે જોવા જઈએ તો, ખૂંટે બાંધેલી ગાય આને માટે શ્રેષ્ઠ છે, કેમકે તેનો માલિક તેના ઉત્તમ આહારની અને સ્વાસ્થ્યની પરવ કરતો જ હોય, કારણકે તેના ઉપર તેની આજીવિકા નભે છે. માટે, જરૂરી નથી કે ગાય દેશી જ હોવી જોઈએ કે મુક્ત વિચરણ કરતી હોવી જોઈએ. અમદાવાદમાં મુક્તવિચરણ કરતી સેંકડો ગાયો છે જે થોડું ઘણું વનવિચરણ (લોકોનાં બગીચા, ઝાડ પાન, અને મ્યુનિસિપાલિટીનાં બાગોમાં) પણ કરે છે, પરંતુ મહદ્ અંશે લોકોનો એંઠવાડ ખાતી હોય છે. અને ખરેખર તો ઉપરનાં સંદર્ભમાં પણ ક્યાંય 'દેશી'નો ઉલ્લેખ નથી. હું શેફાલીને પણ પુછી જોઇશ અને પાકું કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૯, ૩ જૂન ૨૦૦૯ (UTC)