ચર્ચા:માંગરોળ (જૂનાગઢ)

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

આ ગામના નામનો સાચો ઉચ્ચાર "માંગરોળ" છે. (સં:તા.પં.માંગરોળ), સર્ચ રિઝલ્ટ પણ ચકાસી શકાય છે અને સ્થાનિક જાણકારી પણ ટેકો આપે છે. જો કે હાલ આપણે અહીં આ નામનાં બે તાલુકા (માંગરોળ-સુરત) બને છે અને વાસ્તવમાં સુરત જિલ્લાનાં તાલુકાનો અધિકૃત ઉચ્ચાર "માંગરોલ" થયેલો છે. (સંદર્ભ:તા.પં.માંગરોલ).

આમે સુરતી (દક્ષિણ ગુજરાતની) બોલીની લાક્ષણિકતાઓમાંની એક "ળ"નો "લ" એ છે. એટલે સુરતનું "માંગરોલ" અને જુનાગઢનું "માંગરોળ" ભાષાની રીતે સાચો ઉચ્ચાર ગણાશે. (સંદર્ભ: ‘ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ - લે.જયંત કોઠારી, પ્રકાશક:યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય, પાના નં-૧૩૯) જો સહમતી હોય તો એ બંન્ને તાલુકાનાં નામ અરસ-પરસ (માંગરોલ-માંગરોળ) કરીએ. અન્ય સૂચન હોય તો એ પણ વિચારાશે. હવે આ તાલુકાના ગામોની યાદીનો ઢાંચો બનાવવો હોઈ, મિત્રો સત્વરે સૂચન/સલાહ/ચર્ચા કરે તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

એકદમ સહમત. --Sushant savla (talk) ૦૮:૦૫, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સહમત અશોકભાઈ! માંગરોળ જૂનાગઢ જિલ્લામાં અને માંગરોલ સુરત જિલ્લામાં હોવું જોઈએ. અદલાબદલી કરી દ્યો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૭, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધન્યવાદ. કરું છું....--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૬, ૨૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "માંગરોળ (જૂનાગઢ)" page.