અન્યાય કેમ ? ફેરફાર કરો

અમુક સભ્યો દ્વારા આ પેજમાં મારા દ્વારા કરાયેલા હંમેશા હટાવી દેવાય છે. એનું કારણ જણાવવા વિનંતી છે.

બીજું કે આ પેજમાં કૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ છે વગેરે વગેરે વાક્યોને હટાવવા વિનંતી. અને કૃષ્ણ ને લગતા સ્ત્રોતને પણ હટાવવું. કારણ કે એને આ વિષય સાથે કઈ લેવા દેવા નથી.

હું જો એડિટ કરીશ તો અમુક સભ્યો તેને ચોક્કસ કાઢી જ નાખશે 2401:4900:78E8:38AD:4056:D6DE:167:8F29 ૧૬:૩૪, ૩ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

હંમેશા? હંમેશા એટલે ક્યારેક્યારે? તમે અહિં ફક્ત આજે જ યોગદાન કર્યું છે અને અને તે છે આ, જેમાંથી રામ લેખમાં કરેલા ફેરફારો મેં પાછા વાળ્યા કેમ કે તેને કારણે ચિત્ર સરખું નહોતું દેખાતું વળી અન્ય અમુક ફેરફારો ઉચિત નહોતા જણાતા. અહિં કોઈને કોઈના પર પૂર્વાગ્રહ નથી, તમારી માનસિકતા બદલશો તો કદાચ ચિત્ર ધુંધળું નહીં દેખાય.
વળી તમે કૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ છે સામે વાંધો ઉઠાવો છો એનું કોઈ વ્યાજબી કારણ જણાતું નથી. એ વિધાન તમે અધુરું વાંચો છો, આખું વાક્ય/વિધાન વાંચો.
અને હા, અજાણ્યા બિનસભ્યો દ્વારા કરવામાં આવતા ફેરફારો હંમેશા છટવણીનો ભોગ વધુ બને છે. ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૪, ૩ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર
તાજેતરમાં પૌરાણિક પાત્રો ના પેજો માં જે જે અજાણ્યા ID દ્વારા સુધારા થાય છે, એ બધા સુધારા હું જ કરું છુ એ પણ સંદર્ભો સહિત. મે ઘણા નવા પેજ પણ બનાવ્યા છે.
બીજું કે રામના પેજમાં માત્ર રામ ફોટો હોય તો તે વધુ યોગ્ય રહેશે, પછી તેમાં બીજા પાત્રો સાથે ના ફોટો મૂકવાનો કોઈ મતલબ નથી.
એટલે મે રામ નું ચિત્ર મુક્યું પણ એ બે બે વાર કાઢી નાખ્યુ 2401:4900:78E8:38E0:7872:DC:1171:86A7 ૧૭:૦૭, ૪ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર
ત્રીજું કે રામના પેજમાં કૃષ્ણ ના પરિચય ની વાતો લખવાનો કોઈ મતલબ ખરો ? રામના પેજમાં તેના વિશે કે તેના વિષય વસ્તુ ને અનુલક્ષીને જ માહિતી હોવી જોઇએ. 2401:4900:78E8:38E0:7872:DC:1171:86A7 ૧૭:૦૯, ૪ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર
એ બધા યોગદાનો તમારા (જો કે અહિં તમે કોણ એ સૌથી મોટો પ્રશ્ન છે) જ છે તેવું સિદ્ધ કરવું લગભગ અસંભવ છે. જો એમ જ હોય તો તમારું સભ્ય ખાતું બનાવી ને તે સભ્યનામથી યોગદાનો કરવા વધુ ઉચિત રહેશે.
રામનાં ચિત્રમાં સિત હોવી તે અન્ય પાત્ર ન ગણાય, તમે ઉમેરેલું ચિત્ર કોઈ જુદી જ શૈલીમાં દોરવામાં આવેલું હતું જે સામાન્ય રીતે ગુજરાતી લોકોની નજરમાં જે રામની છબી છે તેના કરતા ઘણું અલગ હતું. કૃષ્ણ સંદર્ભે મેં તમને જણાવ્યું જ છે કે તમે એ આખું વાક્ય વાંચો તો તમને સમજાશે કે એ કૃષ્ણ માટે નહીં પણ રામ માટે જ લખેલું વાક્ય છે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૭, ૫ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

આશા છે નવુ માહિતી box યોગ્ય લાગશે ફેરફાર કરો

રામ ના જૂના માહિતી બોકસમાં ઘણી માહિતીઓ ન હતી. અને ફોટા ને લઈને પણ મારી સાથે મતભેદ હતા. જેના કારણે નવુ માહિતી બોકસ બનાવ્યું છે. ઘણા સભ્યો ને ફોટો અંગે પ્રશ્નો હતા, આશા છે કે આ ફોટો યોગ્ય રહેશે. મને પૂરી આશા છે કે આ પેજ ને યોગ્ય બનાવવા માટે યોગ્ય રહેશે.

લીખવિત

stranger

2401:4900:78E8:28BE:E01:F4F8:7A7E:A1D ૧૫:૧૨, ૬ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

માફ કરજો, પણ તમને ઉપર સમજાવ્યા છતાં તમે હજુ તમારા મનનું ધાર્યું જ કરી રહ્યા છો. ચિત્ર અને કૃષ્ણ બન્ને બાબતે ઉપર ચોખવટ કરી છે છતાં તમે કોઈક ગર્ભિત કારણે એના એ જ ફેરફારો કર્યે રાખો છો. જો આમ જ ચાલતું રહેશે તો તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવશે એ વાત યાદ રાખો. તમે જે કરી રહ્યા છો તે એડિટ વોર - Edit War - ગણાય, જેને અહિં ભાંગફોડ માનવામાં આવે છે. આશા રાખું છું કે તમે હવે આ પાના તરફ પાછુ વાળી ને જોવા ને બદલે અન્યત્ર તમારી શક્તિઓ વાપરશો. ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૩, ૬ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

આ પેજ નો પ્રતિબંધ હટાવવા ની જરૂર છે ફેરફાર કરો

આ પેજમાં ચિત્ર વગેરે ઘણી બાબતો માં ફેરફાર કરવાની જરૂર હોય પ્રતિબંધ હટાવવા વિનંતી છે 2401:4900:1A78:2836:E5F9:542F:A837:61CD ૧૩:૦૮, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર

તમે ફેરફારો અહીં સૂચવી શકો છો. ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર
હાલ રામચંદ્રજી નું જે ચિત્ર છે તે દ્રવિડ શૈલીમાં દોરેલ હોવાથી ગુજરાતી સમાજમાં અલગ લાગે છે. એ ચિત્ર કરતા નીચેની લીંક નું ચિત્ર રાખો તો વધારે યોગ્ય રહેશે એવો મારો વિચાર છે.
[[File:The Great Human ShriRam.jpg]] 2401:4900:5768:288C:4F4F:AED3:BDCF:D103 ૧૪:૫૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર
માફ કરશો, પણ આ ચિત્ર ફાઇલનું નામ જ ગુજરાતી અને હિંદુ ભાવનાઓથી વિપરીત છે. રામને આપણી સંસ્કૃતિમાં ભગવાન માનવામાં આવે છે, મનુષ્ય નહીં. દ્રવિડ શૈલિનું ચિત્ર બદલવા અંગે વિચારીશું પરંતુ તમારું પ્રસ્તાવિત ચિત્ર ગુજરાતી વિકિપીડિયા માટે ઉચિત નથી. ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "રામ" page.