રામ

હિંદુ ભગવાન, વિષ્ણુના અવતાર

રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે.[૧][૨][૩] રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં.

Lord Rama with arrows.jpg
ધનુષ સાથેના રામની છબી (ઇ.સ. ૧૮૧૬)
શસ્ત્રધનુષ અને બાણ Edit this on Wikidata
ગ્રંથોરામાયણ, શ્રી રામ ચરિત માનસ Edit this on Wikidata
ઉત્સવોરામનવમી, વિવાહ પંચમી, દિવાળી, દશેરા, રામ-રાવણનું યુદ્ધ Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવUnknown Edit this on Wikidata
દેહત્યાગUnknown Edit this on Wikidata
Sarayu Edit this on Wikidata
જીવનસાથીસીતા Edit this on Wikidata
બાળકોકુશ, લવ Edit this on Wikidata
માતા-પિતા
સહોદરલક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, શાંતા Edit this on Wikidata
કુળઇક્ષ્વાકુ વંશ Edit this on Wikidata

રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા.

વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.

સંદર્ભફેરફાર કરો

  1. King, Anna S. (૨૦૦૫). The intimate other: love divine in Indic religions. Orient Blackswan. પૃષ્ઠ ૩૨–૩૩. ISBN 978-81-250-2801-7.
  2. Matchett, Freda (૨૦૦૧). Krishna, Lord or Avatara?: the relationship between Krishna and Vishnu. 9780700712816. પૃષ્ઠ ૩-૪. ISBN 978-0-7007-1281-6.
  3. James G. Lochtefeld (૨૦૦૨). The Illustrated Encyclopedia of Hinduism: N-Z. The Rosen Publishing Group. પૃષ્ઠ ૭૨–૭૩. ISBN 978-0-8239-3180-4.

બાહ્ય કડીઓફેરફાર કરો