ચર્ચા:રીંગણ
મહર્ષિભાઇ,
આપે લખેલાં સુંદર લેખ બદલ ઘણો ઘણો આભાર. ઔષધિય ઊપયોગ એક સંવેદનશિલ વિષય છે, માટે તેમાં શક્ય તેટલાં સંદર્ભ ટાંકવા વધુ ઉચિત છે જેથી તેની સત્યાર્થતા ચકાસી શકાય, આશા છે કે આપ જણાવેલા ઉપયોગો ક્યાં ટાંકવામાં આવ્યાં છે તે જણાવશો. હું પોતે વનસ્પતિ શાસ્ત્રનો અનુસ્નાતક છું અને આયુર્વેદિક ઔષધિઓનાં ક્ષેત્રમાં ૬ વર્ષથી વધુ કામ કરી ચુક્યો છું, પરંતુ રીંગણના આ બધા ઉપયોગો મેં ક્યારેય કોઇ ઔષધિય ગ્રંથમાં વાંચ્યાં નથી, શક્ય છે કે જે પુસ્તકમાં તે વર્ણવ્યાં હોય તે મારા ધ્યાન પર ના આવ્યું હોય. પરંતુ મહદ અંશે જે ઉપયોગો તમે લખ્યાં છે તે વ્યવહારૂ વધુ અને ઔષધિય ઓછા લાગે છે, કેમકે ઔષધિય દ્રષ્ટિએ જોઇએ તો રીંગણ કરતાં તેની સાથે લખેલાં મસાલાઓ (મરચાં, લસણ, વિગેરે)નાં ઔષધિય ગુણને કારણે જે તે બિમારીમાં અસર થતી હશે તેમ મારૂં માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૪, ૧૮ જુલાઇ ૨૦૦૮ (UTC)
ઓષધિય પ્રયોગો
ફેરફાર કરોતમારી વાત સાવ સાચી છે ધવલભાઇ... એક સાઇટ માથી આ માહિતી મળી હતી.. શંકાતો મને પણ છે.... ઊંટ વૈદ્યા કરવા કરતા તે દુર કરવું જ યોગ્ય રહેશે.... મહર્ષિ --Maharshi675