ચર્ચા:શ્રી દક્ષિણામૂર્તિ (સંસ્થા)
સ્ટબ ટેગ હટાવવા વિનંતિ
ફેરફાર કરોપ્રબંધક શ્રીઓને જત જણાવવાનું કે હવે લેખ થોડો મોટો થયો હોવાથી જો સ્ટબના માપદંડની બહાર આવ્યો હોય એવું લાગે તો સ્ટબ ટેગ હટાવવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૧૫, ૨૭ જૂન ૨૦૧૫ (IST)
શ્રી દક્ષિણામૂર્તિ કે દક્ષિણામૂર્તિ??
ફેરફાર કરોમારા મતે આ સંસ્થાના નામમાં શ્રી એ અંગ્રેજીના honorific તરીકે ન હોતા નામના ભાગ રુપે છે માટે લેખનું નામ શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા હોવું જોઈએ. કેમકે દક્ષિણામૂર્તિ એ તો શિવનું એક નામ છે, એટલે જો આ લેખ શિવ વિષે હોય તો એમાં શ્રી દક્ષિણામૂર્તિને બદલે ફક્ત દક્ષિણામૂર્તિ શીર્ષક હોય તો તે યોગ્ય ગણાય પરંતુ સંસ્થાનું નામ જો શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા એમ હોય તો આપણું પાનું પણ એ જ નામે હોવું જોઈએ. જેમ આઇઆઇએમના લેખમાં ભારતીય પ્રબંધન (સંસ્થાન) એમ નથી લખતા કેમ કે Indian Institute of Managementમાં Institute એ નામનો ભાગ છે માટે ભારતીય પ્રબંધન સંસ્થાન એમ આખેઆખું કૌંસ વગર લખીએ છીએ તેમ આ સંસ્થાના નામમાં પણ જો સંસ્થા શબ્દ આવેલો હોય તો તેને પણ કૌંસમાં ન રાખવો જોઈએ.
જેમ શ્રીહરિકોટા વિષે લેખ બનાવીએ તો તેમાંથી શ્રી કાઢી નાખી ને હરિકોટા નામે લેખ ન બનાવી શકીએ તે જ રીતે આ નામમાંથી પણ શ્રી ન કાઢવું જોઈએ એવું મારું માનવું છે. જો મારી એ નામ વિષે ગેરસમજ હોય અને સંસ્થાનું નામ ફક્ત દક્ષિણામૂર્તિ જ હોય તો આ વિનંતિને અવગણવી. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૨૧ જૂન ૨૦૨૪ (IST)
- તમારી વાત ખરી છે. અહી શ્રી એ નામનો ભાગ છે. માન સુચક નથી. એટલે દુર ન કરી શકાય. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- @Aniket @Dsvyas જોડણી કઈ સાચી છે? દક્ષિણામૂર્તિ કે દક્ષિણામુર્તિ? અનિકેતભાઈએ 'મુર્તિ'વાળો ફેરફાર પૂર્વવત કર્યો છે પણ આ જોડણી ખોટી લાગે છે. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૯:૪૧, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- @બૃહસ્પતિ જોડણી તો શ્રી દક્ષિણામૂર્તિ સાચી છે. દક્ષિણામૂર્તિ માંથી દક્ષિણામુર્તિ વાળો ફેરફાર મારાથી ભુલમાં થયો લાગે છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૪૮, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- એ ભૂલને સુધારી લીધી છે. આશા છે હવે યોગ્ય હશે. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૦:૨૫, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)