ચર્ચા:સતપંથ
સતપંથ સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે. સંપૂર્ણ જાણકારી માટે જુવો [[૧]]
સતપંથ ધર્મ શું છે સર્વધર્મ નું મૂળ સત્ય પર આધારિત છે, આ અિદ્વતીય સત્ય છે. જે રીતે એક નાનુ બીજ મોટા વૃક્ષનો આધાર છે તેજ પ્રકારે સુક્ષ્મ મહાન સત્ય)આત્મા(ને ઓળખવાનાં માર્ગને સૂફી સંત ઇમામશાહ મહારાજએ સતપંથ નામ આપ્યુ છે. (ૐ )ઓમ પ્રણવ બ્રહ્મનું સ્મરણ કરવાની સાથે જયોતિ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરવાનું સતપંથ ધર્મમાં બતાવ્યું છે.સૂફી સંત ઇમામશાહ મહારાજએ માનવ જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ બતાવ્યો છે.મોક્ષની વ્યાખ્યા સૂફી સંતએ ભકતોને માત્ર સોળ સરળ શબ્દો કિલતારક મંત્ર તરીકે નીચે મુજબ કરી છે. ૐ શ્રી નિષ્કલંકીનારાયણાય નમો નમ: ઉપરોકત મંત્રનો જાપ અને ચિંતન કરવાથી જીવાત્માને સંસારની મોહમાયાથી છૂટકારો આપી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સૂફી સંત ઇમામશાહ મહારાજએ મૂળબંધ ગ્રંથ માં તત્વ દર્શનની રચના કરી હતી.જેમા મનિચન્તામણી, મનિચતવરણી, યોગવાણી, ગુરૂવાણી, આગમવાણી, અમૃતવાણી, શિક્ષાપત્રી, કુંભકળશ, વારિયજ્ઞનું તત્વજ્ઞાન તથા આત્મજ્ઞાનનો સમાવેશ કર્યો છે.સૂફી સંતએ વારિયજ્ઞમાં નવ અવતારોને વંદન તથા દશમા અવતાર શ્રી નિષ્કલંકી નારાયણની પૂજા કરવાનો આદેશ આપ્યો છે. જેમા પાંચ દેવ, બ્રહ્મા,વિષ્ણુ,મહેશ, સક્તીમાતા તથા આધ નારાયણનું પૂજન કરવામાં આવે છે. શિક્ષાપત્રી માં સો ક્રિયાઓનું પાલન કરવાનું બતાવ્યુ છે. જેમા ભૂખ્યાને અન્ન,તરસ્યાને પાણી વસ્ત્રહીનને વસ્ત્ર આપવું,લીલુ ઝાડ ન કાપવું,પશુ લઈને ન વેચવું,પરગમન ન કરવું,જીવમાત્ર પર દયા રાખવી,અવગુણ કરવાવાળા પર દયા કરવી.ક્ષમા માંગો તથા ક્ષમા આપો વગેરે.સૂફી સંત ઇમામશાહ મહારાજએ પોતે પોતાનું કર્મફળ પૂર્ણ કરીને અંતિમ સમયે પોતાના પાંચ ખાસ શિષ્યોને બોલાવ્યા જેમા ૧ હાજરબેગ પીરાણા ૨ નાયાકાકા મહારાજ કુકસ ૩ ભાભારામ મહારાજ દેવાગામ૪ સાધ્વી કીકીબાઈ ઋણગામ ૫ શાણાકાકા પીરાણા. સ શિષ્યોને આદેશ આપ્યો કે તમે બધા જયોતિપાત્રમાં જયોત રાખો જે તેમણે પોતાની યોગ શિકતથી જાતે પ્રજવિલ્લત કરી હતી તે અખંડ દિવ્ય જયોત નામથી ઓળખાય છે.સૂફી સંતઈમામશાહએ પોતાની બધી જ દિવ્ય સક્તી જયોતિ સ્વરૂપે પ્રજવિલ્લત કરી પોતે સમાધિષ્ટ થયા. આ અખંડ જયોતનાં દર્શન કરી શ્રધ્ધાળુ ધન્ય થઈ રહયા છે. અને આ અખંડ જયોત સામે ધ્યાન ધરીને પરબ્રહ્મમાં લીન થાય છે. ત્યાં બેડી પહેરવાની પણ એક માન્યતા ચાલી આવે છે. જેની મનોકામનાપૂર્ણ થવાની હોય તો બેડી આપોઆપ બે ડગલાં ચાલતા ખૂલી જાય છેં.સૂફી સંત ઈમામશાહ મહારાજએ વચન આપ્યુ છે કે સફેદ ધજા,નિષ્કલંકીનારાયણ ભગવાનનું સિહાસન,ચાંદીની પાદુકા,કુંભકળશ,વારીયજ્ઞ,અખંડ જયોત અનંતકાળ સુધી રહેશે.સૂફી સંતે ચાર વેદની ગાયત્રી તથા પાંચમી મોક્ષ માર્ગની ગાયત્રીનો ઊપદેશ આપ્યો છે. જે નીચે પ્રમાણે છે. )૧( ઋગ્વેદ )૨( યર્જુવેદ )૩( સામવેદ )૪( અર્થવવેદ
સતપંથ સ્વરૂપ ૧( દૃઢ નિશ્ચય )૨( પ્રિતજ્ઞા )૩( નિયમ) ૧( દૃઢ નિશ્ચય :- ) ૧( સત્ય )૨( પુરુષાથ )૩( પ્રેમ )૪( સમાનભાવ )૫( અિહંસા)૬( પરોપકાર )૭( ક્ષમા)ઉપરના તત્વોનું પાલન દૃઢ નિશ્ચયથી કરવું. (અ) સત્ય : બોલવા અને આચરણમાં હંમેશા સત્ય અને નિષ્કપટ બુદ્ધિ અને મૃદુવાણીનું અવલંબન કરવું. (આ) પુરુષાર્થ : ધર્મ,અર્થ,કામ અને મોક્ષ (૧) ધર્મ : વેદેાકત માર્ગનું પ્રેમથી આચરણ કરવું (૨) અર્થ : જાત મહેનત અને પ્રમાણિકતાથી ધન મેળવવું. સ સાત્વિક સંપિત કહેવાય, પણ અન્યાય,જુલમ કે ખોટા માર્ગે મેળવેલી સંપિતનો ઉપભોગ લેનાર માણસ હીન બને છે. તેથી ન્યાય અને નીતીના માર્ગે જ ધન મેળવવું. (૩) કામ : વિષય સેવન કે ઇન્દ્રિયોં ના ક્ષિણક ઉપયોગમાં ભેરવાઈ ન રહેવું. વાસનાઓ જીતી ઇન્દ્રિયોં ઉપર કાબૂ મેળવવો. (૪) મોક્ષ : વેદ વિહિત મુક્તિ માર્ગની સાધના મુજબ વર્તન રાખી મુક્તિ નું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું. એમ કરવામાં આવશે તો જ માનવજન્મ સાર્થક થશે. અન્યથા માનવ અને પશુમાં ફરક નહીં રહે. (ઈ) પ્રેમ : કોઈના પ્રત્યે દ્રેષ, તિરસ્કાર કે અદેખાઈ ન રાખતા, એકબીજા પ્રત્યે પ્રેમભાવથી રહેવું. દોષો તરફ ન જોતાં ગુણ ગ્રહણ કરી પ્રેમથી રહેવું. (ઉ) સમાન ભાવ : આપણામાં અને બીજામાં રહેલો આત્મા એક જ છે એવી આત્મૌપજય બુદ્ધિ રાખવી. આપણે બધા એક જ ઈશ્વરના બાળકો છીએ. કોઈ નાનું મોટું નથી એ દ્રિષ્ટથી બધા સાથે બંધુત્વ ભાવથી રહેવું. (એ) અિહંસા : સત્પંથ માર્ગમાં અિહંસા એ એક મહાન તત્વ છે. પશુ પક્ષી કે અન્ય પ્રાણીને મારવાથી જ હિંસા થાય છે તેમ જ માર !એટલું કહેવાથી કે લાગણી દુભાવવાથી પણ હિંસા થાય છે. એથી નૈતિક અધ:પતન થાય છે. (ઐ) પરોપકાર : સન્માર્ગે જનારા પ્રત્યેકને મદદ આપવા હંમેશા તૈયાર રહેવું શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામભાવથી દુ:ખીજનોની સેવા કરવી અને દરેકના કલ્યાણની ભાવના રાખવી તેમજ સત્પુરૂષોની સેવા કરવી. (ઔ) ક્ષમા : આપણને દુ:ખ કે કષ્ટ આપનારને ક્ષમા આપવી એ આપણી ફરજ છે. (૨) પ્રિતજ્ઞા : (અ) સત્પંથની દરેક પ્રિતજ્ઞાનું પાલન કરવું.સદગોર ઈમામશાહે વ્યવહાર કર્તવ્યપાલન,અને ધર્મકાર્યમાં કેવી રીતે આચરણ રાખવું તે સંબધે કરેલા નિયમોનું પાલન કરવું. (આ) બાળકોને સત્પંથની શિખામણ આપવી : પોતાનાં સંતાનોને બાળપણથી જ ધર્મ શિક્ષણ પણ આપવામાં આવશે તો જ સંસ્કૃતિ ટકશેં. (ઈ) અંધશ્રદ્ધાનો ત્યાગ અને જ્ઞાન દ્રિષ્ટનું અવલંબન : અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી રહેવામાં ખતરો છે. તેથી વેદ, ઉપિનષદો વગેરે સત્શાસ્ત્રો ઉપર તેમજ સદગુરુ વચન ઉપર શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી. (૩) નિયમ : અ( શરીર શુદ્ધિ )આ( હ્યદય શુદ્ધિ )ઈ( વ્રત )ઈ( ઉપાસના )ઉ( ધ્યેય (અ) શરીર શુદ્ધિ : લાઈસુતક )વુદ્ધિ -જનન શૌચ( સ્ત્રી,પ્રસુત થયા પછી તેણીએ સવા મિહનો એટલે ૪૦ દિવસ અને ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. મરણ સૂતક, મરણ પ્રસંગે ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. માસિક ધર્મ વખતે સ્ત્રીએ ૪ દિવસ સુધી કોઈને સ્પર્શ કરવો નિહં. સ્નાન શૌચાદિ બાબતોમાં શાસ્ત્ર મુજબ વર્તવું અને સદ્ગુરૂ વચન મુજબ તીર્થમંત્રો થી શુદ્ધ થવું. (આ) હ્યદય શુદ્ધિ : અમલી )કેફી( પદાર્થો એટલે લસણ,ડુંગળી,હિંગ,તમાકું,અફીણ,ગાંજો,ભાંગ,તાડી,માંસ-મિદરા વગેરે નિષેદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો. કારણ કે આ પદાર્થોના સેવનથી માણસને નુકસાન થાય છે અને પ્રભુ ભિકતથી પરાવૃત )દૂર( થવાય છે. વ્યાજ,સવાઈ, વ્યાજ અને પરસ્ત્રીગમન ચિંતન થી પણ મનુષ્યને હીનતા આવે છે. માણસ આત્મિચંતનથી દૂર રહે છે. અને આસુરી સંપિત વધે છે. આ મહાપાપથી મનુષ્યનું અધ:પતન થાય છે, તેથી વેદમાં નિષેધ કરેલ વસ્તુઓનો ત્યાગ કરી સાત્વિક અન્ન પદાર્થોનું સેવન કરવું આથી હ્યદય શુદ્ધિ થાય છે. મન પ્રભુ ભક્તિમાં તલ્લીન થાય છે. દૈવિ સંપતિ વધે છે. (ઇ) વ્રત : યુગ ધર્મ મુજબ દરેક મિહનાની સુદી બીજનું વ્રત કરવું, તેમજ થાવર બીજનું મહાવ્રત કરવું. તેમજ દસવંત સૂકૃત,પુણયિતથી, શ્રાદ્ધ,ઉતર કાર્ય,- પિંડ શ્રાદ્ધ વિગેરે બાબતો સતપંથ પૂજાવિધિ પ્રમાણે કરવી. મહાશિવરાત્રી,રામનવમી,ગોકૂળ અષ્ટમી,ગુરૂ પૂર્ણિમા , નવરાત્રી,ગણેશચતુર્થી,દિવાળી,અિગયારસ,ચૌદસ,અમાસ એ તિથીનું વ્રત પાલન કરવું. (ઈ) ઉપાસના : પ્રણવ ૐ કાર મંત્રનું ધ્યાન ચિંતન કરવું અને સતપંથના વચનાનુસાર વરૂણદેવ વારિયજ્ઞ ઘટપાટ પૂજા કરવી. (ઉ) ધ્યેય : આજ કિળયુગના અંતિમ દશમા અવતાર આદ્ય વિષ્ણુ શ્રી નિષ્કલંકી નારાયણ તેમજ આદ્યશિકત માતાને તેમજ પ્રણવ મંત્ર ૐ ને ધ્યેય પુરૂષ માનવા
Copyrght
ફેરફાર કરોભાઇશ્રી પટેલ, આપ સતપંથ લેખ બનાવો છો, જે અત્યંત સારી બાબત છે, પરંતુ એમાં પ્રકાશન અધિકાર જાળવવા આપણે જાતે માહિતી લખીએ, એ જરુરી છે. કોઇપણ બ્લોગ કે સાઇટ પરના લખાણને અહીં નકલ કરવાથી પ્રકાશન અધિકારનો ભંગ થાય છે. આવું લખાણ રદ કરવાની અહીંના ઉપરીઓને ફરજ પડે છે. આપને વિનંતી છે કે આપ આ લેખને વ્યવસ્થિત રીતે ફરી લખશો કે જેથી નકલ જેવું ના લાગે. આપનું લખાણ અહીંથી સીધી નકલ કરી લખવામાં આવેલું છે.--સતિષચંદ્ર ૦૮:૧૩, ૨ જુલાઇ ૨૦૧૦ (UTC)
એ બ્લોગ www.satpanthsanatan.blogspot.com પણ સતપંથ સંપ્રદાય દ્વારા બનાવા માં આવેલ છે અને એ આપેલ માહિતી ને પણ મેં સતપંથ સંપ્રદાય ના આદેશ થી બનાવી છે સભ્ય:kutchipatel ૦૫:૨૦, ૫ સિપ્તેમ્બર્ ૨૦૧૦