ખરો ઉચ્ચાર શું હોઈ શકે? સૌમ્યોક્તિ કે સૌમ્યોકિત? કેમકે અંગ્રેજી શબ્દ 'Euphemism' નાં બે અર્થો બતાવ્યા છે, સૌમ્યોકિત અને પર્યાયોક્તિ, હવે જો સંધિ છુટી પાડીએ તો પર્યાય+ઉક્તિ (= પર્યાયમાં, અન્ય રીતે કહેવામાં આવતું(તી) કથન, ભાષા કે વાત) અને સૌમ્ય+ઉક્તિ (= સૌમ્ય, શિતળ, શાંત એવું(વી) કથન, ભાષા કે વાત) એ બંને આ અંગ્રેજી શબ્દની વ્યાખ્યાને બંધ બેસતં છે, જ્યારે 'સૌમ્ય+ઉકિત'નો કોઈ અર્થ નિકળે એવું લાગતું નથી. લાગે છે કે ચંદેરિયા સાહેબની વેબસાઈટ પર આ ટાઈપો છે. વધુમાં આ ભદ્રંભદ્ર બનાવેલો શબ્દ પણ લાગે છે, જે ભગવદ્ગોમંડલમાં પણ શોધ્યો જડતો નથી (સૌમ્યોકિત કે સૌમ્યોક્તિ, એકેય રીતે), જ્યારે પર્યાયોક્તિ છે. તો આપણે લેખનું શીર્ષક પર્યાયોક્તિ જ રાખીને આ બધી ઝંઝટ ટાળીએ તો?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૦, ૨૯ નવેમ્બર ૨૦૧૦ (UTC)

આ રીતે જોઇયે તો પર્યાયોક્તિ જ યોગ્ય રહેશે. ઉપરાંત લેખમાં અંગ્રેજી ભાષાંતર ઘણી જગ્યા એ પ્રસ્તુત નથી તે સુધારવા પ્રયત્ન કરવા ઘટે.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૧:૪૪, ૨૯ નવેમ્બર ૨૦૧૦ (UTC)
આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૩, ૨૯ નવેમ્બર ૨૦૧૦ (UTC)
Return to "સૌમ્યોકિત" page.