શ્રી સતિષભાઇ, આપે સુંદર લેખ બનાવ્યો, અભિનંદન. એક નમ્ર સુચન છે, વિકિપીડિયા પર હરિદ્વાર નામક પ્રાથમિક લેખ છે. તે લેખથી આ લેખ પર 'રિડાયરેક્ટ' પણ આપવું. આપે લખેલ જોડણી "હરદ્વાર" 'ભગવદ્ગોમંડળ' મુજબ સાચી જોડણી અને ઉચ્ચાર જણાય છે. 'ભગવદ્ગોમંડળ' પરજ ઉલ્લેખ પ્રમાણે "હરને પહોંચવાનું સ્થળ હોવાથી હરદ્વાર અને હરિને પહોંચવાનું સ્થળ હોવાથી હરિદ્વાર કહેવાય છે." (હરદ્વાર,ભગવદ્ગોમંડળ પર). જો કે હિન્દી વિકિપીડિયા પર પણ हरिद्वार નામથીજ લેખ છે. પરંતુ આપણે "હરદ્વાર" નામ,શબ્દકોષના આધારે યોગ્ય ગણી શકીએ (અન્ય સુચનો આવકાર્ય). ઘણી જગ્યાએ,વર્તમાન પત્રો વગેરેમાં, "હરીદ્વાર" તરીકે પણ ઉલ્લેખ કરાય છે. આથી મારા નમ્ર મત મુજબ આ લેખ શાથે અન્ય જોડણીવાળા લેખનું 'રિડાયરેક્ટ' કરી સંધાન કરવું તે જ યોગ્ય છે. આભાર. --અશોક મોઢવાડીયા ૦૭:૧૧, ૨૮ જૂન ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, નમસ્કાર તેમ જ પ્રોત્સાહન બદલ આભાર. વધુમાં હરદ્વાર અને હરિદ્વાર એ બંને લેખોનું સંધાન કરવાનું યોગ્ય રહેશે એમ મારું પણ માનવું છે. --સતિષચંદ્ર ૦૭:૪૦, ૨૮ જૂન ૨૦૦૯ (UTC)
અશોકભાઇ અને સતિષભાઈ, સાચી વાત છે, બંને લેખોનું સંધાન કરવું જોઇએ, પરંતુ, મુખ્ય લેખ કયો રાખવો અને કયાને ત્યાં રિડાયરેક્ટ કરવો? અશોકભાઈએ જણાવ્યું તેમ ભગવદ્ગોમંડલમાં હરદ્વાર છે, અને ગુજરાતીમાં આપણે પણ સામાન્ય પણે હરદ્વાર જઈ આવ્યા તેમ જ કહીએ છીએ, હિંદીમાં હરિદ્વાર છે કેમકે ગામનું મૂળ નામ હિંદીમાં છે, અને તે છે હરિદ્વાર. હવે આપણે શું વાપરવુ? લોકબોલીમાં પ્રચલિત નામ કે અસલ જોડણી વાળું નામ? મારા મતે તો લોકબોલીમાં પ્રચલિત નામને પ્રાધાન્ય આપવું. આપણા કંડલા શહેરને હિંદીમાં कांडला બોલવામાં આવે છે, તો હિંદીમાં તે લેખનું શિર્ષક પણ कंडला ને બદલે कांडला છે. આપ સહુના પ્રતિભાવ પ્રમાણે ઘટતું કરશો.
આપણા બધાજ વિકિમિત્રોને સીતારામ, જય માતાજી... હરદ્વાર નામ ગુજરાતી માટે વધુ યોગ્ય છે, તેવુ મારૂ માનવુ છે.જો આમ જ હોય તો પછી કરો કંકુના. સીતારામ...
  • આપ સૌ મિત્રોની સહમતી સમજી,સતિષભાઇ વતી, "હરિદ્વાર" લેખને અહીં 'રિડાયરેક્ટ' કર્યો. તે લેખની માહિતી અહીં સમાવી. આભાર. (બાપુ, આપ આજે લોગઇન થવાનું ભુલી ગયા લાગો છો :-) !!). --અશોક મોઢવાડીયા ૧૮:૦૨, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)
Return to "હરદ્વાર" page.