હરિવંશ પુરાણ તે નામે વાસ્તવિક રીતે જોવા જઈએ તો કોઈ પુરાણ નથી, તેનો સમાવેશ આપણા ૧૮ પુરાણોમાં પણ થતો નથી. ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતું આ અધિકૃત સાહિત્ય છે જેની રચના વેદવ્યાસ મુનીએ જ કરી છે, છતાં તે પુરાણ તો નથી જ. તો લેખનું નામ બદલીને ફક્ત હરિવંશ ના કરવું જોઈએ? કેમકે આ આખો ગ્રંથ ફક્ત હરિવંશ ના નામે જ લખાયેલો છે, જે ખરૂં જોતા તો મહાભારતથી પણ સ્વતંત્ર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૬, ૨૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)

આજ વાત મને પણ લાગે છે. હરિવંશએ સ્વતંત્ર ગ્રંથ છે અને તેને પુરાણ તરીકે ન ગણતા તેની ગણના ઐતિહાસીક ગ્રંથ તરીકે થાય છે. શ્રીભાણદેવના એક [લેખ] મુજબ આપ્રમાણે જાણવા મળે છે. "ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે."

આમ આ લેખનું નામ બદલીને ફક્ત હરિવંશ કરવું જોઈએ. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૫૨, ૨૫ ઓકટોબર ૨૦૧૦ (UTC) સ્વાધ્યાય પરિવારના પરમ પુજ્ય પાડુરગ દાદા ના મતે હરીવશ એ પુરાણ નથી જ. હરિવશ એ શ્રીક્રુષ્ણના જીવનને સમજવાનો પ્રમાણભૂત ગ્રથ છ

Return to "હરિવંશ" page.