ચર્ચા:Say it in Gujarati

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૦ વર્ષ પહેલાં

આ લેખનું નામ વધું સારું રાખવા જરૂર છે કારણ કે તે શું કહેવા માગે છે તે સમજાતું નથી.--Vyom25 (talk) ૧૮:૪૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

મને પણ ! જો કે કદાચ કોઈએ જેને ગુજરાતી સાવ ન આવડતું હોય તેને પ્રાથમિક માર્ગદર્શન મળે એ અર્થે આ લેખ મહત્વનો ગણ્યો હોય. ધવલભાઈ સલાહ આપે તેવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ટાપશી પૂરવા બદલ માફ કરજો. મને તો આ લેખ જ બરાબર નથી લાગતો. અંગ્રેજી વિકિમાં અન્ય ભાષાઓમાં અંગ્રેજી શબ્દોને શું કહેવાય તે વિષેના લેખો છે. આપડા વિકિમાં ગુજરાતી શબ્દોને અન્ય ભાષામાં કઇ રીતે બોલાય છે તે મહત્વનું હોવું જોઇયે. બીજું ખાસ કે લેખોના મથાળા આપણે અંગ્રેજીમાં શું કામ રાખવા? અને ""શોધો"" માં લિપ્યાંતરણ કરવાની જરુર જ શું કામ હોવી જોઇયે? ગુજરાતી વિકિ પર આવો એટલે જ્યાં લખો ત્યાં આપોઆપ ગુજરાતીમાં જ લખાય તો વધુ સારું ન રહે? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૫૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
અશોકભાઈ એ કહ્યું તે એકદમ બરોબર છે. આ લેખનો ઉદ્દેશ ફક્ત એ જ છે કે જો કોઈ અજાણ્યે અહિં આવી ચડે અને તેને ગુજરાતી ન આવડતું હોય, પણ તેને શીખવું હોય તો, પ્રારંભિક જ્ઞાન તેને મળી રહે. આ લેખ બનાવનાર સાથે થયેલી ચર્ચા જુઓ. હું લેખને રાખવો કે દૂર કરવો તે નિર્ણય પ્રત્યે તટસ્થ છું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
લેખ દૂર ન કરવો એવો મારો મત છે. પણ જે તે વ્યક્તિ આ પાનું શોધે કેવી રીતે? આને વિકિપીડિયા નામસ્થળ હેઠળ રાખીને કંઈક સચોટ નામ આપી મુખપૃષ્ઠ પર ક્યાંક સ્થાન આપી શકાય તો સારું, પણ જો મુખપૃષ્ઠ પર આ પાનું રાખવું હોય તો તેને વધુ સારુ બનાવવું પડે.--Vyom25 (talk) ૧૧:૫૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સ્વાભાવિક રીતે જ આને મુખપૃષ્ઠ પરથી સીધી લિન્ક આપવું મને યોગ્ય નથી લાગતું. આખરે તો આ ફક્ત જવલ્લે જ આવી ચડતા કોઈકને માટેનું પાનું છે. Say it in XYZ એ ખૂબ જ પ્રચલિત Phrase છે, અને તે કારણે purpose fit પણ છે કે આ પાનું મૂળ નામસ્થળમાં જ રાખીએ, જેથી શોધનાર વ્યક્તિને ફક્ત Say it in ટાઇપ કરતા જ પરિણામ સ્વરૂપે મળી રહે. મુખપૃષ્ઠ પરથી તેની કડી ન આપવા પાછળનું મોટું કારણ એ છે કે આ આપણી નીતિ પ્રમાણે નથી, જેમાં શીર્ષક અને લખાણ બન્ને બીનગુજરાતીમાં છે, જે આપણી સર્વમાન્ય નીતિ મૂજબ ભાંગફોડીયા પ્રવૃત્તિ ગણાય છે. માટે સામાન્યત: જે ભાંગફોડ ગણાતી હોય તેને આપણે મુખપૃષ્ઠ પર પ્રમોટ કરીએ તે યોગ્ય નથી લાગતું અને બીજું એ પણ કે આ પાનાની જરૂર કેટલા લોકોને પડવાની (કેટલા લોકોને જરૂર પડી છે તેનો જવાબ અહિં છે)? તો જો રાખવું હોય તો જ્યાં અને જેમ છે ત્યાં અને તેમ જ રહેવા દેવું અને તેને ભૂલી જવું અથવા તો દૂર કરવું. પાનાની મુલાકાત કેટલી વખત લેવાઈ છે તેના આંકડા , જે જોઈને આપણે નિર્ણય કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આ આંકડાઓને આધારે તો મને એમ લાગે છે કે આ પાનું આપણે ચર્ચાવીરોએ જ જોયું છે અન્ય કોઈએ નહિ માટે આ પાનાની ઉપયોગીતા પણ શંકાસ્પદ (હવે) લાગે છે. પણ ભવિષ્યમાં કોઈક સદ્ઉપયોગ કરશે એવી આશા સાથે આને રાખવા માટે મારી ભલામણ છે. (ભૂલવું શક્ય નથી મારા માટે કારણ કે વિકિડેટા પર ગુજરાતી પાનાંની યાદીમાં આ નામ પાંચમું કે છઠ્ઠું જ છે એટલે દર વખતે ત્યાં જઊં ત્યારે તે મને દેખાય)--Vyom25 (talk) ૧૭:૨૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આ લેખનું નામ "ગુજરાતી શબ્દોને અંગ્રેજીમાં શું કહેવાય?" એવું કંઇક રાખીયે તો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૩૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
મહર્ષિભાઈ, અહિં ગુજરાતી શબ્દોનું ફક્ત અંગ્રેજીમાં લિપ્યાંતરણ કરેલું છે. બીજા શબ્દોમાં અંગ્રેજી વાક્યો ગુજરાતીમાં કેવી રીતે બોલાય તે વિષેનો લેખ છે. પણ કોઈ પણ શીર્ષક ગુજરાતીમાં આપતા લેખનો મૂળ ઉદ્દેશ મરી પરવારે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "Say it in Gujarati" page.