ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇંગ્લેન્ડમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯ના રોજ થયો હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી. દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ હતો તેથી વિશેષ જોખમભર્યો હતો. ડાર્વિને જોયું કે એક જ જાતિમાં પણ કોઇપણ બે જીવ કે બે બીજ એક સરખાં હોતા નથી. તેમનું પુસ્તક ‘જાતિઓની ઉત્પતિ’ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સમજ વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનત્તમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. ઉપરાંત ડાર્વિન પરવાળાના ખડકો, જીવડાં દ્વારા ફલીકરણ તેમજ પ્રાણીઓમાં લાગણીનું તત્વ વગેરે વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું. ૧૯ એપ્રિલ, ૧૮૮૨ ના રોજ તેમનું અવસાન થયું. ડાર્વિનને આજે ૨૦૦ વર્ષ પછી પણ વિશ્વના વિજ્ઞાનપ્રેમીઓ યાદ કરે છે.

ચાર્લ્સ ડાર્વિન
Charles Darwin seated.jpg
જન્મની વિગત૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯
માઉન્ટ હાઉસ, શૃઉસબરી, શોર્પશાયર, ઈન્ગ્લેન્ડ
મૃત્યુ૧૯ એપ્રિલ ૧૮૮૨
ડોન હાઉસ, ડોઉને, કેન્ટ, ઈન્ગ્લેન્ડ
રાષ્ટ્રીયતાઈન્ગ્લેન્ડ
Charles Darwin Signature.svg