ચુડા રજવાડું
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે.
|
ચુડા (હિંદી: चुड़ा) એ એક નાનું હિંદુ રજવાડું હતું. તેની રાજગાદીના નગર ઉપરથી તેનું નામ પડ્યું હતું. આ ગામ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ચુડા નગરપાલિકા છે.
ઇતિહાસ
ફેરફાર કરોવઢવાણના શ્રી અરજણસિંહજી માધવસિંહજી જ્યારે પહેલાં ઠાકોર શ્રી બન્યા ત્યારે તેમના નાના ભાઈ અભયસિંહજી માધવસિંહજીએ આ રજ્વાડાની સ્થાપના કરી હતી. ઝાલા રજપૂત કુળના રજપૂતો આ રજવાડા હેઠળ ૧૪ ગામને આવરી લેતા ૨૦૨ ચો.કિમી. ક્ષેત્ર પર રાજ કરતા હતાં. ઈ.સ. ૧૯૨૧માં આ રાજ્યની જનસંખ્યા ૧૧,૩૩૩ હતી, અને તેનું ઉત્પાદન ૧,૬૦,૦૦૦ રૂ. હતું.
બ્રિટિશ રાજમાં પૂર્વ કાઠિયાવાડ એજન્સી નીચે આ ગામ તૃતીય કક્ષાનું રજવાડું હતું.[૧]
૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે સ્વતંત્ર ભારતના સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિનીકરણ પામતાં આ રજવાડાનો અસ્ત થયો. આ રાજ્યનું માનધન રૂ. ૫૧,૨૫૦ નક્કી થયું હતું.
ઠાકુર શ્રી
ફેરફાર કરો- ૧૭૦૭ - ૧૭૪૭ અભયસિંહજી માધવ સિંહજી (અવસાન ૧૭૪૭)
- ૧૭૪૭ - ૧૭૬૮ રણજીતસિંહજી અભયસિંહજી, (ઉપરના પુત્ર) (અ. ૧૭૬૮)
- ૧૭૬૮ - ૧૭૮૦ ગજસિંહજી રાયસિંહજી, (ઉપરના પુત્ર)(અ. ૧૭૮૦)
- ૧૭૮૦ - ૧૮૨૦ હાથીસિંહજી ગજસિંહજી, (ઉપરના પુત્ર)(અ. ૧૮૨૦)
- ૧૮૨૦ - ૧૮૩૦ અભાસિંહજી હાથીસિંહજી, (ઉપરના પુત્ર)
- ૧૮૩૦ - ૧૮૫૪ રાયસિંહજી અભાસિંહજી, (ઉપરના પુત્ર)
- ૨૪ જુલાઈ ૧૮૫૪ - ૧૩ જાન્યુઆરી ૧૯૦૮ બાચરસિંહજી રાયસિંહજી, (ઉપરના પુત્ર) (જ. ૧૮૪૦ - અ. ૧૯૦૮)
- ૨૨ ફેબ્રુઆરી ૧૯૦૮ - ૨૦ જાન્યુઆરી ૧૯૨૧ જોરાવરસિંહજી બાચરસિંહજી, (ઉપરના પુત્રનો પ્રથમ પુત્ર) (જ. ૧૮૮૬ - અ. ૧૯૨૧)
- ૨૦ જાન્યુઆરી ૧૯૨૧ - ૧૯૪૭ બહાદુરસિંહજી જોરાવરસિંહજી, (ઉપરના પુત્ર), છેવટના સાશક? (જ. ૧૯૦૯ - અ. ....)
- ૨૦ જાન્યુઆરી ૧૯૨૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૨૯ .... -સગીર
- ધર્મેન્દ્રસિંહજી બહાદુરસિંહજી, (ઉપરના પુત્ર)
- ? - ? કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી, બહાદુરસિંહજીનો પુત્ર
વસ્તી
ફેરફાર કરો૧૯૨૧માં રાજ્યની વસ્તી ૧૧,૩૩૩ હતી.
અર્થતંત્ર અને પરિવહન
ફેરફાર કરોચુડાની જમીન અત્યંત ફળદ્રુપ હતી અને પાણીની ગુણવત્તા સારી ગણાતી હતી. ભાવનગર-વઢવાણ રેલમાર્ગ પર ચુડા રેલ્વે સ્ટેશન આવેલું હતું.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭–૪૦૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- IndianRajputs, with coat of arms, genealogy and Google map
- Indian Princely States on www.uq.net.au, as archives on weજ.archive.org, with genealogy[હંમેશ માટે મૃત કડી]
- WorldStatesmen - India - Princely states A-J
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭–૪૦૮. માંથી માહિતી ધરાવે છે.