ચેસને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામે જાણીતી હતી.

ચેસ
ચેસની રમત
ડાબેથી જમણે: સફેદ રાજા, કાળો હાથી, કાળી રાણી, સફેદ સૈનિક, કાળો ઘોડો, સફેદ ઊંટ
Years activec. ૧૫મી સદી થી હાલમાં (અન્ય આવૃત્તિઓ આશરે તેના ૯૦૦ વર્ષો પહેલા)
Genresબોર્ડ રમત
આક્રમણ અને બચાવ રમત
બૌદ્ધિક રમત
Players
Playing timeસામાન્ય રીતે ૧૦ થી ૬૦ મિનિટ; સ્પર્ધાઓમાં રમત ૧૦ મિનિટ થી ૬ કલાકથી વધુ પણ ચાલે છે.
Random chanceનહી

સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.

શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.

ચેસના નિયમોની સામાન્ય જાણકારી

ફેરફાર કરો
 
ચેસની આરંભની ગોઠવણ

દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં ૧ રાજા, ૧ રાણી, ૨ ઊંટ, ૨ ઘોડા, ૨ હાથી અને ૮ સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.

રાજા: કોઈપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધી સમયે (મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.

રાણી: ગમે તે દિશામાં ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.

હાથી: ફક્ત સીધી લીટીમાં જ ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.

ઊંટ: ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે

ઘોડો: ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે. તે કોઈની પણ ઉપરથી કુદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.

સૈનિક: ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે. પ્રથમ ચાલમાં બે ડગલાં ચાલી શકે છે.

જ્યારે રાજાને શેહ (ચેક) આપવામાં આવ્યો હોય અને તેને ચાલવાના તમામ ખાનાંમાં શેહ મળતો હોય, ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે (શેહમાત - ચેકમેટ) અને રમત પૂરી થયેલી જાહેર થશે.

આધુનિક સમયમાં

ફેરફાર કરો

ઇ.સ. ૧૯૯૭માં, IBMના 'ડીપ બ્લૂ' કોમ્પ્યુટરએ વિશ્વ વિજેતા ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ ૨૬૯ ચાલની હતી. જે ૨૦ કલાક અને ૧૫ મિનિટ ચાલી હતી. ચેસ રમવા માટેનો પહેલો પ્રોગ્રામ ૧૯૫૧માં કોમ્પ્યુટર વિજ્ઞાની એલન ટ્યુરિંગએ બનાવ્યો હતો.

ભારતીય ખિલાડી વિશ્વનાથન આનંદ એ ૧૯૮૭માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. ૧૯૮૮માં તે ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યા (આ જ વર્ષે તેમને પદ્મશ્રીનો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષના હતા). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતા અને ૨૦૦૦માં તેમણે પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યા.