ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ. શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. ચોઘડિયાંને બદલે ઘણા હોરા જોવી એવું પણ કહે છે.સારી રીત સૂર્ય ઉદય અને સુર્ય અસ્ત થી જોવા ની છે બધા કેલેન્ડર માં સુર્ય ઉદય અને સૂર્ય અસ્ત નો સમય એટલે જ આપવા માં આવે છે

ચોઘડિયાં જોવાની રીત

ફેરફાર કરો

એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે. એટલે આશરે ૯૦ મિનીટ. ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારના સ્વામી આ મુજબ છે.[સંદર્ભ આપો]

આજનાં ચોઘડિયાં

ફેરફાર કરો
રવિવારનાં દિવસનાં ચોઘડિયાં
ક્રમ સમયગાળો ચોઘડિયાનું નામ શુભ/અશુભ
પહેલું ૬:૦૦ થી ૭:૩૦ ઉદ્વેગ અશુભ
બીજું ૭:૩૦ થી ૯:૦૦ ચલ મધ્યમ
ત્રીજું ૯:૦૦ થી ૧૦:૩૦ લાભ શુભ
ચોથું ૧૦:૩૦ થી ૧૨:૦૦ અમૃત શુભ
પાંચમું ૧૨:૦૦ થી ૧:૩૦ કાળ અશુભ
છઠ્ઠું ૧:૩૦ થી ૩:૦૦ શુભ શુભ
સાતમું ૩:૦૦ થી ૪:૩૦ રોગ અશુભ
આઠમું ૪:૩૦ થી ૬:૦૦ ઉદ્વેગ અશુભ

વાર મુજબ ચોઘડિયાં

ફેરફાર કરો