છત્તીસગઢ એક્સપ્રેસ
છત્તિસગઢ એક્ષ્પ્રેસ (૧૮૨૩૭/૧૮૨૩૮) એક જુની અને જાણીતી ભારતીય ટ્રેન છે જે બિલાસપુર અને અમ્રુતસરને જોડે છે. તેનુ નામ છત્તિસગઢ રાજ્યને રજુ કરે છે. તેનો આરંભ સૌપ્રથમ ૧૯૭૭ની સાલમાં ભોપાલ – બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે થયો હતો અને તે બિલાસપુર અને હબિબગંજ (ભોપાલ)ની વચ્ચે દોડતી હતી.[૧] આ ટ્રેન સૌપ્રથમ ટ્રેન હતી જે નવા બંધાયેલા પરાના રેલ્વે સ્ટેશન ભોપાલ હબિબગંજથી શરૂ થઇ હતી. ૧૯૮૦ની સાલમાં આ ટ્રેનને ભોપાલના મુખ્ય રેલ્વે સ્ટેશન ભોપાલ જંક્શન સુધી લંબાવવામાં આવી હતી. પછીથી ૧૯૮૭ની સાલમાં તેને દિલ્લીના હઝરત નિઝામુદ્દીન અને નવી દિલ્લી સ્ટેશન અને છેલ્લે ૧૯૯૦ની સાલમાં અમ્રુતસર સુધી લંબાવવામાં આવી હતી.
રસ્તો
ફેરફાર કરોતે છત્તિસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્લી, હરિયાણા અને પંજાબ રાજ્ય થકી દોડે છે અને ૨૦૧૧ કિલોમીટરનું અંતર આવરી લે છે.[૨] ૨૫૧ સ્ટેશનમાંથી નિમ્નલિખીત ૮૧ રોકાણકેન્દ્રો આપેલા છે.[૩]
|
|
|
ટ્રેનની માહિતી
ફેરફાર કરોઆ ટ્રેન એક એક્ષ્પ્રેસ ટ્રેન છે જે રોજ દોડે છે. ટ્રેનનો બિલાસપુરથી ક્રમાંક ૧૮૨૩૭ જ્યારે અમ્રુતસરથી તેનો ક્રમાંક ૧૮૨૩૮ છે. તે ૨૪ બોગી ધરાવે છે. તેની બોગીની રચના એસએલઆર, જી૧, જી૨, એચએ૧, એ૧, બી૧, બી૨, બી૩, એસ૧૨, એસ૧૧, પીસી, એસ૧૦, એસ૯, એસ૮, એસ૭, એસ૬, એસ૫, એસ૪, એસ૩, એસ૨, એસ૧, જી૩, જી૪; એસએલઆર, એસપી. તે બિલાસપુર થી નાગપુર તરફનો ઇતારસીનો ડબલ્યુએપી ૪ શેડ મેળવે છે પછી નાગપુર થી હઝરત નિઝામુદ્દીન તરફનો અજનીનો ડબલ્યુએપી ૭ શેડ મેળવે છે અને પછી હઝરત નિઝામુદ્દીન થી અમ્રુતસર તરફનો ડબલ્યુડીપી ૪બી શેડ મેળવે છે.[૪]
વિસ્તરણનો ઇતિહાસ
ફેરફાર કરોવર્ષ ૧૯૭૭ – હબિબગંજ બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે ૧ વાતાનૂકુલિત ૨ હરોળ, ૩ વાતાનૂકુલિત ૩ હરોળ, ૧૦ સ્લીપર, ૬ જનરલ અને ૨ એસએલઆર સાથે ભોપાલ હબિબગંજ અને બિલાસપુર જંક્શન વચ્ચે શરૂ થઇ હતી.
વર્ષ ૧૯૮૦ – ભોપાલના મુખ્ય રેલ્વે સ્ટેશન સુધી વિસ્તરણ થયુ. ભોપાલ બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે દોડે છે.
વર્ષ ૧૯૮૭ – ૧૯૮૮ – ટ્રેનને ભોજનાલય મળ્યુ અને ટ્રેન ક્રમાંક ૧૨૨૫/૧૨૨૬ ભોપાલ - હઝરત નિઝામુદ્દીન એક્ષ્પ્રેસ અને લંબાવાયેલી બિલાસપુર – ભોપાલ છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ થી હઝરત નિઝામુદ્દીન રદ્દ થતા દિલ્લીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન સુધી લંબાવાઇ. પુર્વગ આંચલ લઇ લેવામાં આવ્યો અને ટ્રેન સ્વતંત્ર રીતે છત્તિસગઢ એક્ષ્પ્રેસ તરીકે ઓળખાવા લાગી.
- વર્ષ ૧૯૯૭ – અમ્રુતસર જંક્શન સુધી વિસ્તારવામાં આવી.
- વર્ષ ૧૯૯૯ – ટ્રેનને છીંદવાડા, મધ્ય પ્રદેશથી વધારાની બોગી મળી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "છત્તિસગઢ એક્ષ્પ્રેસ ભોપાલ – બિલાસપુર ની વચ્ચે દોડતા જવું". દૈલ્ય્પિઓનીર કોમ. ૨૦૧૩-૦૬-૨૮.
- ↑ "છત્તિસગઢ એક્ષ્પ્રેસ ચાલી સ્થિતિ".
- ↑ "છત્તિસગઢ એક્ષ્પ્રેસ -૧૮૨૩૭". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ. મૂળ માંથી 2014-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-27. સંગ્રહિત ૨૦૧૪-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
- ↑ "છત્તિસગઢ એક્ષ્પ્રેસ-૧૮૨૩૮ રેલ્વેમાર્ગ નકશો".