છેલ્લો દિવસ (ચલચિત્ર)
છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ (છેલ્લો દિવસ - નવી શરૂઆત) એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે. આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું.[૧]
છેલ્લો દિવસ | |
---|---|
દિગ્દર્શક | કૃષ્ણદેવ યાજ્ઞિક |
લેખક | કૃષ્ણદેવ યાજ્ઞિક |
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | એલેક્સ મેકવાન |
સંપાદન | નિરવ પંચાલ |
સંગીત | મેઘધનુષ હર્ષ ત્રિવેદી પાર્થ ઠક્કર |
નિર્માણ નિર્માણ સંસ્થા | બેલવેડેરે ફિલ્મ્સ |
રજૂઆત તારીખ | ૨૦ નવેમ્બર ૨૦૧૫ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
બજેટ | ₹૧.૮૭ crore (US$૨,૫૦,૦૦૦) (અંદાજિત)[સંદર્ભ આપો] |
પ્રથમ ૧૦ દિવસમાં ચલચિત્રે ૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.[૨]
પાત્રો
ફેરફાર કરો- મલ્હાર ઠક્કર - વિકિ
- યશ સોની - નિખિલ/નિક
- મિત્ર ગઢવી - લોય
- અરજવ ત્રિવેદી - ધુલો
- રાહુલ રાવલ - ભમરલો
- જાનકી બોડીવાલા - પૂજા
- કિંજલ રાજપ્રિયા - નિશા
- નેત્રી ત્રિવેદી - ઇશા
- મયુર ચૌહાણ - નરેશ
- પ્રાપ્તિ અજવાલિયા - વંદના
- પ્રશાંત બારોટ - નિખિલના પિતા
- બીના શાહ - નિખિલની માતા
- જીતેન્દ્ર ઠક્કર - વિકિના પિતા
- હર્ષા ભાવસાર - વિકિની માતા
- જીજ્ઞેશ મોદી - ઘનશ્યામ
- જયકૃષ્ણ રાઠોડ - લોયના પિતા
- રતિલાલ પરમાર - નિશાના પિતા
- દિપિકા અજવાલિયા - નિશાની માતા
- જય ભટ્ટ - ગુસ્સાવાળા પ્રોફેસર
- કર્તવ્ય શાહ - નાટકના પ્રોફેસર
- અર્ચના દેસાઈ
- રિધમ ભટ્ટ - ટ્યુશન શિક્ષિકા
નિર્માણ
ફેરફાર કરોઆ ચલચિત્ર અમદાવાદના ઘણાં સ્થળો પર જેવાં કે શાંતિ બિઝનેસ સ્કૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
રજૂઆત
ફેરફાર કરોઆ ચલચિત્ર ૨૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ[૩][૪][૫] વિશ્વભરમાં ૨૩૧ સ્ક્રિન પર રજૂ થયું હતું.[૬]
વિવાદ
ફેરફાર કરોરજૂઆત પહેલાં જ ચલચિત્રની સેન્સર બોર્ડ માટેની નકલ ઇન્ટરનેટ પર ફરતી થઇ ગઇ હતી. ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે તેનાથી તેમને ૫ કરોડનું નુકશાન થયું હતું.[૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ GlamSham.com (૧૦ ઓગસ્ટ ૨૦૧૬). "DAYS OF TAFREE revisits CHHELLO DIVAS in Hindi". મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ "Gujarati movies thrive on digital push".
- ↑ Iyer, Shreya (૨૦ ઓક્ટોબર ૨૦૧૫). "Trailer of Gujarati movie Chello Divas is out". The Times of India. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "જોઇ લો, મસ્તીથી ભરપૂર ગુજ્જુ ફિલ્મ 'છેલ્લો દિવસ'નું ટ્રેલર". સંદેશ. ૮ ઓક્ટોબર ૨૦૧૫. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Gujarati film chhello divas Leaked". m.divyabhaskar.co.in. ૫ ડિસેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન
- ↑ "'અકિલા'- પાયોનિયરમાં ફિલ્મ 'છેલ્લો દિવસ'નો પ્રોમોઃ આજે કલાકારો ધૂમ મચાવશે". Akilanews.com. ૫ ડિસેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન
- ↑ "Producer goes to cops as piracy hits 'Chhello Divas'". મૂળ માંથી 2016-01-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-08.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- છેલ્લો દિવસ IMDb પર