જગત શિરોમણી મંદિર, આમેર
રાજસ્થાનમાં આવેલ વિષ્ણુ મંદિર
જગત શિરોમણી મંદિર એક હિંદુ ધર્મનું મંદિર છે, જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં આમેર ખાતે આવેલું છે.[૧] આ મંદિર હિન્દૂ દેવતાઓ મીરાં બાઇ, કૃષ્ણ અને વિષ્ણુ ને સમર્પિત છે. તેનું બાંધકામ ૧૫૯૯-૧૬૦૮ની વચ્ચેના સમયમાં રાણી કનકાવતી દ્વારા કરાવવામાં આવ્યું હતું,[૨] જે રાજા માનસિંઘ પહેલાની પત્ની હતી. આ મંદિર તેમના પુત્ર જગત સિંહની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું હતું.
જગત શિરોમણી મંદિર | |
---|---|
ધર્મ | |
દેવી-દેવતા | વિષ્ણુ ભગવાન |
સ્થાન | |
રાજ્ય | રાજસ્થાન |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26°35′N 75°31′E / 26.59°N 75.51°ECoordinates: 26°35′N 75°31′E / 26.59°N 75.51°E |
વેબસાઈટ | |
મંદિર વિશે સરકારી જાળસ્થળ |
ઇતિહાસ
ફેરફાર કરોઆ મંદિરને આમેર નગરના સ્થાનિક ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ મંદિર ખાતે ભગવાન કૃષ્ણની એક પ્રતિમા છે, જે હિન્દૂ ધર્મના લોકો માટે શ્રદ્ધાનું પ્રતિક છે. ધાર્મિક ઉપદેશો અનુસાર આ પ્રતિમા સાથે એવી જ મીરાંબાઇની પ્રતિમા છે, જેનું મેવાડ રાજમાં પૂજન કરવામાં આવે છે.[૩]
ચિત્રદર્શન
ફેરફાર કરો-
જગત શિરોમણી મંદિરનો બાહ્ય દેખાવ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ pareek, Amit kumar pareek and Agam kumar. "Jagat Shiromani Temple -Amer-jaipur". amerjaipur.in. મૂળ માંથી 2015-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-26.
- ↑ "Temple Profile". www.devasthan.rajasthan.gov.in. મેળવેલ 2015-09-26.
- ↑ Travel, Vibrant4. "Famous Shri Jagat Shiromani temple in Amer Jaipur". Vibrant4Travel. મેળવેલ 1 March 2016.