વિષ્ણુ
હિંદુ ધર્મના મુખ્ય દેવોમાંના એક
વિષ્ણુ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ લક્ષ્મી માતા ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન ગરુડ છે. તેઓ શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તેઓ 'ચતુર્ભુજ' કહેવાય છે. એક હાથમાં પાંચજન્ય શંખ છે, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજામાં કૌમોદકી ગદા અને ચોથામાં પદ્મ છે. તેમની છાતી ઉપર કૌસ્તુભ છે.
વિષ્ણુ ભગવાન | |
---|---|
વિષ્ણુ | |
જોડાણો | દશાવતાર, ત્રિમૂર્તિ, દેવ, ત્રિદેવ |
રહેઠાણ | વૈકુંઠ, ક્ષીર સાગર |
મંત્ર | ॐ नमो नारायणाय (ઓમ નમો નારાયણ) ॐ नमो भगवते वासुदेवाय (ઓમ નમો ભગવતે વાસુદેવાય) |
શસ્ત્ર | સુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા[૩] |
પ્રતીક | શાલીગ્રામ, કમળ, શેષ |
વાહન | ગરુડ[૩] |
જીવનસાથી | લક્ષ્મી, ભૂમિ |
સંદર્ભફેરફાર કરો
- ↑ Wendy Doniger (1999). Merriam-Webster's Encyclopedia of World Religions. Merriam-Webster. પૃષ્ઠ 1134. ISBN 978-0-87779-044-0.
- ↑ Editors of Encyclopaedia Britannica (2008). Encyclopedia of World Religions. Encyclopaedia Britannica, Inc. પૃષ્ઠ 445–448. ISBN 978-1-59339-491-2.CS1 maint: extra text: authors list (link)
- ↑ ૩.૦ ૩.૧ Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. પૃષ્ઠ 491–492. ISBN 978-0-8160-7564-5.