જટાયુ

રામાયણનું પાત્ર

ભારતીય મહાકાવ્ય રામાયણમાં, જટાયુુ (Sanskrit: जटायुः Jatāyu, Tamil: Chatayu, થાઇ: Sadayu, મલય: Jentayu અથવા Chentayu, ઇન્ડોનેશિયન: Burung Jatayu એટલે કે "જટાયુ પક્ષી") એ અરુણનો પુત્ર અને ગરુડનો ભત્રીજો છે. જટાયુ ગીધના રુપમાં, રાજા દશરથ (રામના પિતા)નો જૂનો મિત્ર છે. જટાયુ જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઇ જતો હોય છે ત્યારે સીતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જટાયુ બહાદુરીથી લડે છે પણ જટાયુ વૃદ્ધ હોવાથી રાવણ સામે ઘાયલ થાય છે. રામ અને લક્ષ્મણ સીતાને શોધવા જતી વખતે મૃત્યુ શૈયા પર પડેલા જટાયુને મળે છે અને તેમની લડાઇ અને રાવણ કઇ દિશામાં ગયો તેનું માર્ગદર્શન મેળવે છે.

જટાયુની પાંખો કાપતો રાવણ, રાજા રવિ વર્માનું ચિત્ર

જટાયુ અને તેનો ભાઇ સંપાતિ, જ્યારે જુવાન હોય છે ત્યારે ઊંચા ઉડવાની હોડ લગાવે છે. આ હોડમાં તેઓ એવી ઊંચાઇ પર પહોંચે છે કે જ્યાં સૂર્યની જ્વાળાઓ તેમની પાંખો બાળી નાખવાની શરુઆત કરે છે. પોતાના ભાઇને બચાવવામાં સંપાતિ પોતાની પાંખો ખોઇ બેસે છે અને ત્યાર પછીનું જીવન ધરતી પર જ ગુજારે છે.

જ્યારે જટાયુ ઘાયલ થઇને જમીન પર પડ્યો હોય છે અને ભગવાન રામ ત્યાં આવે છે, રામ તેને મોક્ષ આપે છે.

વાયકા અનુસાર લેપક્ષી એ જટાયુ ઘાયલ થઇને પડ્યો હોય છે એ જગ્યા છે. રામાર્કાલ મેટ્ટુ એ જટાયુના નિર્વાણનું સ્થળ ગણાય છે. રામે લે પક્ષી કહીને બોલાવેલું એથી એ સ્થળનું નામ લેપક્ષી પડ્યું છે.[][]

  1. http://www.bangaloremirror.com/index.aspx?Page=article&sectname=Specials%20-%20Trippin&sectid=38&contentid=2009100120091001181345687b8670cd2[હંમેશ માટે મૃત કડી]
  2. "Lepakshi Temple - Lepakshi :: The Treasure House of Art and Sculpture". મૂળ માંથી 2012-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-02. સંગ્રહિત ૨૦૧૨-૦૩-૨૮ ના રોજ વેબેક મશિન

આ પણ જુઓ

ફેરફાર કરો