જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે, તેનું સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે. જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે, આમેરનો કિલ્લો તળેટીમાં છે. આ બંને કોટ સારી રીતે સંરક્ષીત માર્ગોથી જોડાયેલાં છે. ઘણાં લોકો આ બંને કિલ્લાને એકજ સંકુલનો ભાગ માને છે.[]

જયગઢનો કિલ્લો
જયપુરનો ભાગ
આંબેર, રાજસ્થાન, ભારત
જયગઢ કિલ્લો
જયગઢનો કિલ્લો is located in રાજસ્થાન
જયગઢનો કિલ્લો
જયગઢનો કિલ્લો
અક્ષાંશ-રેખાંશ26°59′09″N 75°51′03″E / 26.9859°N 75.8507°E / 26.9859; 75.8507
પ્રકારકિલ્લો
સ્થળની માહિતી
નિયંત્રણરાજસ્થાન સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિસારી
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૭૨૬
બાંધકામ કરનારસવાઇ જયસિંહ દ્વિતિય
બાંધકામ સામગ્રીલાલ પથ્થર
જૈવાન તોપ

જયગઢનો કિલ્લો રાજપૂતોનું તોપ ઉત્પાદનનું કારખાનું હતું. આ કિલ્લામાં પૈડાં પર સરકતી વિશ્વની સૌથી મોટી તોપ આવેલી છે જેનું નામ જૈવાન છે. અહીંની ભઠ્ઠી પ્રવાસીઓને સુંદર માહિતી આપે છે. રણમાં વહેતી હવાને તેઓ જે રીતે અગ્નિ સુધી લઈ જતાં તે ખૂબ રોમાંચક છે. ૫ કિમી લાંબી નહેર ટેકરીઓ પરથી પાણીને કિલ્લા સુધી લઈ આવે છે અને તેને સૈનિકો માટે કિલ્લામાં સંગ્રહે છે. આની કેંદ્રમાં એક મોટા ટાંકામાં પાણી સંગ્રહવામાં આવે છે. એક કહેવાય છે કે આ ટાંકા નીચેના ખંડનો ઉપયોગ આમેરના રાજા મહારાજા રાજ પરિવારની ધન સંપત્તિ સંગ્રહવા કરતા. એક કહેવાય છે ૧૯૭૫-૧૯૭૭ના કાળની કટોકટીના સમયે તે સમયના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી એ આ ટાંકાને ખોલાવ્યો હતો.[][]

  1. "Rajasthan Tourism". મૂળ માંથી 2008-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-29.
  2. "Jaipur Hub". મૂળ માંથી 2011-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-29. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન
  3. Jaipur