જવાહર દ્વીપ
જવાહર દ્વીપ (અંગ્રેજી: Jawahar Dweep) (પહેલાંના સમયમાં બુચર આઇલેન્ડ) ભારત દેશના મુંબઈ શહેર નજીક દરિયાકિનારે આવેલ એક ટાપુ છે. આ ટાપુ ખનીજ તેલ ટર્મિનલ તરીકે મુંબઈ બંદર પ્રાધિકરણ દ્વારા વાપરવામાં આવતો હોવાથી પોર્ટ સત્તાવાળાની પરવાનગી સિવાય અહીં જઈ શકાતું નથી. ખનીજ તેલનો સંગ્રહ કરી શકાય તેવી વિશાળ ટાંકીઓ આ ટાપુ પર છે. ત્યાંથી તેઓ પાઈપ લાઈન દ્વારા શુદ્ધિકરણ માટે વડાલા, મુંબઈ ખાતે લઈ જાય છે. આ સવલત શહેરને દુર્ઘટનાઓથી સલામત રાખે છે. અહીં વિકાસ માટે અન્ય ખનિજ તેલ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે. મોટા તેલવાહક જહાજો માટે યોગ્ય ઊંડાણ મળે તે માટે આ ટાપુ પર બની રહેલા નવા ટર્મિનલની આસપાસ ડ્રેજિંગ કામ પણ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.
જવાહર દ્વીપ Butcher Island | |
---|---|
ટાપુ | |
જવાહર દ્વીપ ખાતે તેલવાહક જહાજ ટર્મિનલ | |
અક્ષાંશ-રેખાંશ: 18°58′N 72°54′E / 18.96°N 72.90°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
શહેર | મુંબઈ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય (IST)) |
આ ટાપુ એક પ્રતિબંધિત વિસ્તાર છે અને મોટા ભાગનો ટાપુ ગાઢ વનસ્પતિઓ વડે આવરી લેવામાં આવેલ છે. ટાપુના કેન્દ્ર ભાગમાં ટેકરીનો ભાગ આવેલ છે. આ ટાપુ મુંબઈ શહેરના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતેથી 8.25 kilometres (5.13 mi) જેટલા અંતરે આવેલ છે.