જસવંત થડાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા જોધપુર જિલ્લાના મુખ્ય મથક તેમજ ઐતિહાસિક એવા જોધપુર શહેરમાં આવેલું એક વાસ્તુ ભૂચિન્હ (ઈમારત) છે. આને સરદાર સિંહે ઈ. સ. ૧૮૯૯માં મહારાજા જસવંત સિંહની યાદમાં બનાવડાવ્યું હતું. આ આરસનું બનેલું છે. [].

જસવંત થડા મકબરો જોધપુર, ભારત

વાસ્તુકાર

ફેરફાર કરો

આ સ્મારક આરસ પર મહીમ કોતરણી કરીને બનાવવામાં આવેલું છે. આ પથ્થરો અત્યંત પાતળા છે અને તેને લીસા બનાવાયાં છે, જેથી સૂર્ય કિરણ તેમના પર પડતાં તે ચમકી ઊઠે છે.

આ સ્મારકમાં અન્ય બીજા બે મકબરા પણ આવેલા છે. જસવંત થડા એ જોધપૂરના રાજ પરિવારની અલાયદી સ્મશાન ભૂમિ છે. આ ભૂમિ પર મહીમ કોતરણી કરેલ નીરીક્ષણ સ્થળ, વિવિધ સ્તરીય ઉદ્યાન અને નાનકડું તળાવ છે.

  1. Jaswant Singh Rajasthan, Delhi and Agra, Lonely Planet by Lindsay Brown, Amelia Thomas. Lonely Planet, 2008. ISBN 1741046904. p. 313

Coordinates: 26°18′14″N 73°01′31″E / 26.30389°N 73.02528°E / 26.30389; 73.02528