જાકાર્તા

ઇન્ડોનેશિયાની રાજધાની અને સૌથી મોટું શહેર

જાકાર્તા (હિન્દી:जकार्ता) (અંગ્રેજી:Jakarta) એ ઇન્ડોનેશિયા દેશનું સૌથી મોટું અને રાજધાનીનું શહેર છે. આ શહેર જાવા ટાપુના ઉત્તર પશ્ચિમ તટ પર વસેલું છે. આ શહેર ૬૬૧.૫૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેમ જ અહીંની વસ્તી ૮,૭૯૨,૦૦૦ (વર્ષ ૨૦૦૪) જેટલી છે. જાકાર્તા શહેર પાંચસો કરતાં વધુ વર્ષ પહેલાં સ્થપાયેલું છે અને હાલમાં વિશ્વમાં નવમો ક્રમ ધરાવતું સૌથી વધુ ગીચતા (વસ્તી) ધરાવતું શહેર છે. અહીં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ ૪૪,૨૮૩ લોકો રહે છે.

જાકાર્તા શહેરના મધ્ય ભાગમાં આવેલો વિસ્તાર