જામ રણજી

ભારતીય ક્રિકેટ ખેલાડી અને નવાનગરના મહારાજા

રણજીતસિંહજી GCSI GBE (૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૨ એપ્રિલ ૧૯૩૩),[note ૧] જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા.[] તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી
અંગત માહિતી
પુરું નામનવાનગરના H.H. જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી વિભાજી જાડેજા
જન્મ(1872-09-10)10 September 1872
સડોદર, કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
મૃત્યુ2 April 1933(1933-04-02) (ઉંમર 60)
જામનગર મહેલ, બ્રિટિશ ભારત
હુલામણું નામરણજી, સ્મિથ
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી ધીમા
ભાગબેટ્સમેન, પછીથી લેખક અને નવાનગર રજવાડાના મહારાજા
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૦૫)૧૬ જુલાઇ ૧૮૯૬ v ઓસ્ટ્રેલિયા
છેલ્લી ટેસ્ટ૨૪ જુલાઇ ૧૯૦૨ v ઓસ્ટ્રેલિયા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૮૯૫-૧૯૨૦સસેક્સ
૧૯૦૧-૧૯૦૪લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ
૧૮૯૩-૧૮૯૪કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ પ્રથમ કક્ષા
મેચ ૧૫ ૩૦૭
નોંધાવેલા રન ૯૮૯ ૨૪,૬૯૨
બેટિંગ સરેરાશ ૪૪.૯૫ ૫૬.૩૭
૧૦૦/૫૦ ૨/૬ ૭૨/૧૦૯
ઉચ્ચ સ્કોર ૧૭૫ ૨૮૫*
નાંખેલા બોલ ૯૭ ૮૦૫૬
વિકેટો ૧૩૩
બોલીંગ સરેરાશ ૩૯.૦૦ ૩૪.૫૯
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૧/૨૩ ૬/૫૩
કેચ/સ્ટમ્પિંગ ૧૩/– ૨૩૩/–
Source: Cricinfo, ૨ એપ્રિલ ૧૯૩૩
હસ્તાક્ષર

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે.[][] તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સ ની શોધ કરી હતી તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા.[]

૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  1. રણજીતસિંહજીનું નામ ગુજરાતી પૂર્વગ -સિંહજી ધરાવે છે, જે બે ભાગમાં છે: -સિંહ, જે ગુજરાતના રાજપૂતોમાં સામાન્ય છે અને -જી જે સામાન્ય માનવાચક છે. તેઓ તેમના કુટુંબના નામ રણજીતસિંહજી વિભાજી થી ઓછા જાણીતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન, રણજી સ્કોરબોર્ડ પર પ્રિન્સ રણજીતસિંહજી અથવા કે. એસ. રણજીતસિંહજી તરીકે ઓળખાતા હતા. કે. એસ. કુમાર અને શ્રી દર્શાવતું હતું, જે તેમના અપાયેલા નામમાં ન હતું. તેઓ સ્મિથ તરીકે પણ ઘણી વખત રમ્યા હતા.[]
  1. ૧.૦ ૧.૧ Williamson, Martin. "Player Profile: K. S. Ranjitsinhji". CricInfo. મેળવેલ ૨૪ ઓગસ્ટ ૨૦૦૯.
  2. K S Ranjitsinhji & the English cricket team
  3. Haigh, Gideon (૨૪ ઓગસ્ટ ૨૦૦૯). "A prince among batsmen". CricInfo. મેળવેલ ૨૪ ઓગસ્ટ ૨૦૦૯.
  4. "Ranjitsinhji - A Legendary Cricketer". Agra News. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-13. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો