દુલિપસિંહજી (૧૩ જૂન ૧૯૦૫ – ૫ ડિસેમ્બર ૧૯૫૯) જેઓ સામાન્ય રીતે કુમાર શ્રી દુલિપસિંહજી અથવા કે. એસ. દુલિપસિંહજી તરીકે પણ ઓળખાતા હતા, ભારતીય ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ અને ચેલ્ટનહેમ કોલેજ, ગ્લોસ્ટરશાયર, ઇંગ્લેન્ડમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

કુમાર શ્રી દુલિપસિંહજી
અંગત માહિતી
પુરું નામકુમાર શ્રી દુલિપસિંહજી
જન્મ(1905-06-13)13 June 1905
નવાનગર રજવાડું, કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
મૃત્યુ5 December 1959(1959-12-05) (ઉંમર 54)
મુંબઈ, બોમ્બે રાજ્ય, ભારત
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી લેગ બ્રેક
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૨૩૮)૧૫ જૂન ૧૯૨૯ v દક્ષિણ આફ્રિકા
છેલ્લી ટેસ્ટ૧૮ ઓગસ્ટ ૧૯૩૧ v ન્યૂઝીલેન્ડ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૨૪-૧૯૩૧સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ
૧૯૨૫-૧૯૨૮કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
૧૯૨૮-૧૯૨૯હિંદુ ક્રિકેટ ટીમ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ પ્રથમ કક્ષા ક્રિકેટ
મેચ ૧૨ ૨૦૫
નોંધાવેલા રન ૯૯૫ ૧૫,૪૮૫
બેટિંગ સરેરાશ ૫૮.૫૨ ૪૯.૯૫
૧૦૦/૫૦ ૩/૫ ૫૦/૬૪
ઉચ્ચ સ્કોર ૧૭૩ ૩૩૩
નાંખેલા બોલ ૧,૮૩૫
વિકેટો ૨૮
બોલીંગ સરેરાશ ૪૮.૦૩
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૪/૪૯
કેચ/સ્ટમ્પિંગ ૧૦/– ૨૫૬/–
Source: Cricinfo, ૧ ઓક્ટોબર ૨૦૦૯

કારકિર્દી

ફેરફાર કરો
 
ગામની નિયમિત મુલાકાત લેતા દુલિપસિંહજી, જ્યાં તેમનું સ્વાગત પરંપરાગત ઢોલ નગારાં શરણાઇ વડે કરાય છે.

દુલિપસિંહજી ગુજરાતના કાઠિયાવાડમાં આવેલા નવાનગર રજવાડાના કુટુંબમાં જન્મ્યા હતા. તેમના ભાઇઓમાં હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટન્ટ-ગવર્નર હિંમતસિંહજી અને નવાનગરના શાસક તરીકે તેમના કાકા રણજીતસિંહજીના અનુગામી દિગ્વિજયસિંહજીનો સમાવેશ થતો હતો. તેઓ હજુ જ્યારે શાળામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એમ.સી.સી.ના ભવિષ્યના પ્રમુખે તેમના વિશે ક્રિકેટના સામયિક વિઝડનમાં તેમના વિશે લખ્યું હતું:

"In natural gifts of eye, wrist and footwork he is certainly blest far above the ordinary measure... there is no doubt about the judgment and certainty with which he takes toll of straight balls of anything but the most immaculate length. His late cutting is quite beautiful and there is a certain ease and maturity about all his batting methods that stamps him as of a different class from the ordinary school batsman."

ચેલ્ટનહેમ કોલેજમાં દુલિપસિંહજીએ ક્રિકેટમાં ભારે સફળતા મેળવીને કેમ્બ્રિજ યુનિવર્સિટી, સસેક્સ કાઉન્ટી અને પછી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં જોડાયા. તેમની માંદગીને કારણે તેમની કારકિર્દી ટૂંકી રહી. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સરેરાશ ૫૮.૫ રહી, જે ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠમાંની એક ગણાય છે.

તેમની રમત કારકિર્દી પછી તેમને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હાઇ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. તેમના ભારત પાછા ફરવા પર તેમને સૌરાષ્ટ્ર રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન બનાવાયા હતા. જામનગર (નવાનગર)ના મહારાજા તરીકે તેમણે લોક કલ્યાણના કામોમાં અને રાજ્ય શાસનમાં ઉંડો રસ લીધો હતો.

દુલિપસિંહજીનું અવસાન મુંબઈ ખાતે ૫ ડિસેમ્બર ૧૯૫૯માં થયું હતું. તેમના માનમાં દુલિપ ટ્રોફીની શરૂઆત થઇ હતી. તેમના કાકા કુમાર શ્રી રણજિતસિંહજી પણ ક્રિકેટ ખેલાડી હતા જેમના નામ પરથી રણજી ટ્રોફી રમાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
પુરોગામી
હેરોલ્ડ ગિલિગાન
સસેક્સ કાઉન્ટી ક્રિકેટ કપ્તાન
૧૯૩૧-૧૯૩૨
અનુગામી
આર. એસ. જી. સ્કોટ