જીંજવો (વનસ્પતિ)
જીંજવો એ એક જાતનું ઘાસ છે. તે થૂંબડાં એટલે કે જૂથમાં ઊગે છે. તેનાં પાન ધરોની માફક પાતળાં અને લાંબાં હોય છે. જીંજવાના થૂંબડામાંથી પાતળી દોરા જેવી સળી નીકળે છે અને તેની ઉપર નાની અને પાતળી ત્રણ કે ચાર પાંખડીવાળી ચમરી નીકળે છે.
જીંજવો | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Poales |
Family: | Poaceae |
Genus: | 'Dichanthium' |
Species: | ''D. annulatum'' |
દ્વિનામી નામ | |
Dichanthium annulatum | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Andropogon annulatus |
જીંજવાને રેતાળ જમીન થી લઈને કાળી ચીકાશવાળી જમીન સુધીની દરેક પ્રકારની જમીન માફક આવે છે. ઊંચાઇમાં તે સામાન્ય રીતે ૮૦ સે.મી. થી લઈને ૧ મીટર સુધી વિકસીત થાય છે. તેને ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી, પણ તે ફળદ્રુપ જમીન પર વધુ પ્રમાણમાં ઊગી નીકળતી જોવા મળે છે. તેને ખારાશવાળી જમીન પણ માફક આવે છે. આ ઉપરાંત એને ટકી રેહવા માટે પિયતની પણ જરૂર પડતી નથી. પરંતુ જ્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યા એને માફક આવતી નથી. આ ઘાસની વિશેષતા એ છે કે દરિયાની સપાટીથી ૧૦ મીટર જેટલી ઊંચાઇ થી ૬૦૦ મીટર જેટલી ઊંચાઇ પર જોવા મળે છે. એના મૂળ જમીનમાં બહુ ઊંડે ઊતરતા નથી તેમ છતાં ચરિયાણવાળી જગ્યાઓ પર ટકી રહે છે. માત્ર એટલું જ નહિ પણ એક વખત એક જગ્યાએ સ્થાપિત થઇ ગયા પછી ઘાસની અન્ય પ્રજાતિઓનું સ્થાન પણ ધીરે ધીરે પચાવી પાડે એટલો એનો ફેલાવો વધે છે.