જિલ્લા કલેક્ટર

(જીલ્લા કલેક્ટર થી અહીં વાળેલું)

જિલ્લા કલેકટર ભારતના રાજ્ય અમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે, આમ છતાં તેઓની નિમણૂક રાજ્ય સરકારની દેખરેખ હેઠળ થાય છે. કલેકટરની પોસ્ટ મૂળ ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન જિલ્લામાં કલેક્ટર ઓફ ટેક્ષીસ મુજબની છે.

જિલ્લા કલેક્ટર ભારતીય વહીવટી સેવાના અધિકારી છે અને તે પોલીસ અધીક્ષક, પોલીસ કમિશનર અને ઇન્કમ ટેક્સ કમિશનરની હરોળના સરકારી અધિકારી છે. તેઓને કાયદો અને વ્યવસ્થા, મહેસૂલ સંગ્રહ, કરવેરા, આયોજન પરવાનગી નિયંત્રણ, અને કુદરતી અને માનવ કટોકટીના નિયંત્રણ સંભાળવાની ક્રિયા સાથે તમામ સત્તાઓ સોંપવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર જમીનની મહેસૂલી આવક તથા અન્ય સકરકારી લેણાની વસુલાત માટે જવાબદાર ગણાય છે.

જિલ્લા કલેક્ટરના વિવિધ હોદ્દા

ફેરફાર કરો
  • જિલ્લા કલેક્ટર
  • જિલ્લા ન્યાયાધીશ
  • જિલ્લા ચૂંટણી અધિકારી

આ પણ જૂઓ

ફેરફાર કરો

તાલુકા મામલતદાર