તાલુકા મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે. મામલતદારોની ભરતી જી.પી.એસ.સી. દ્વારા કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.

બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદાર શબ્દનું મુળ અરેબિક શબ્દ MUAMLA (મામલા) ગણાય છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઉકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ ૧૨ હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૨૦ હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારનું રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે વિવિધલક્ષી ભૂમિકા છે.[૧]

મામલતદારના વિવિધ હોદ્દાઓ ફેરફાર કરો

  • તાલુકા મામલતદાર
  • તાલુકા ન્યાયાધીશ
  • મદદનીશ ચૂંટણી અધિકારી

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "મામલતદાર ઓફીસ | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India". મેળવેલ 2022-04-24.