જુહુ
જુહુ એ મુંબઈનો પરાં વિસ્તાર છે. તે મુખ્યત્વે જુહુ દરિયાકિનારા માટે જાણીતો છે. જુહુની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વર્સોવા, પૂર્વમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે અને દક્ષિણે ખાર વિસ્તાર આવેલાં છે. જુહુ એ શહેરના સૌથી વૈભવી વિસ્તારોમાંનો એક તેમજ બોલીવુડ સિતારાઓનું રહેઠાણ છે. નજીકના મુંબઈ ઉપનગરીય રેલ્વે સ્ટેશનમાં સાંતાક્રુઝ, અંધેરી અને વિલે પાર્લે (પશ્ચિમ અને હાર્બર લાઇન પર)નો સમાવેશ થાય છે.
જુહુ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 19°06′N 72°50′E / 19.10°N 72.83°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જે. આર. ડી. ટાટાએ તેમની પહેલી હવાઇ ઉડાન પુશ મોથ વિમાનમાં કરાચીથી અમદાવાદ થઇને જુહુ એરપોર્ટ પર ભરી હતી.[૧][૨]
જાણીતાં સ્થળો
ફેરફાર કરોજુહુ દરિયા કિનારો ૬ કિમી લાંબો છે, જે વર્સોવા સુધી લંબાય છે અને જુહુનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થળે મુંબઈની લોકપ્રિય સેવપુરી, ભેળપુરી તેમજ પાઉંભાજીની દુકાનો/લારીઓ આવેલી છે. ગણેશ ચતુર્થી વિસર્જન દરમિયાન આ સ્થળનો બહોળો ઉપયોગ થાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "The Tata Airmail Service". Flight Global. ૧૪ સપ્ટેમ્બર ૧૯૩૩. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ Pran Nath Seth, Pran Nath Seth, Sushma Seth Bhat (૨૦૦૫). An introduction to travel and tourism. Sterling Publishers Pvt. Ltd. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૧.CS1 maint: multiple names: authors list (link)