કેનેથ જેમ્સ પીસ (અંગ્રેજી ભાષા: Kenneth James Peace) નો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ પેસ્લીમાં થયો હતો. તેઓ સ્કોટિશ સંગીતકાર, કોન્સર્ટ પિયાનોવાદક અને દ્રશ્ય કલાકાર છે.

વિસ્બેડનમાં સ્થિત ઘરે જેમ્સ પીસ

જીવનચરિત્ર

ફેરફાર કરો

જેમ્સ પીસનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ પેસલી, સ્કોટલેન્ડમાં થયો હતો.[][] તેમણે તેમનું મોટાભાગનું બાળપણ સ્કોટલેન્ડના પશ્ચિમ દિશામાં આવેલા દરિયા કિનારે આવેલા રિસોર્ટ હેલેન્સબર્ગમાં વિતાવ્યું હતું. તેમના પરિવારમાં ઘણા કલાકારો (દા.ત. જ્હોન મેકગી, John McGhie) હતા, અને તેમનો વીસમી સદીની શરૂઆતના નૃત્ય સંગીતના લોકપ્રિય સંગીતકાર ફેલિક્સ બર્ન્સ (Felix Burns) સાથે પણ સંબંધ છે.[][] તેમણે આઠ વર્ષની ઉંમરથી પિયાનો ટ્યુશન મેળવ્યું હતું અને ચૌદ વર્ષની ઉંમરે સ્કોટ જોપ્લીન દ્વારા સંગીત રજૂ કરીને તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન આપ્યું હતું. સોળ વર્ષની ઉંમરે તેમને રોયલ સ્કોટિશ એકેડેમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામા (જે હવે આ કહેવાય છે: રોયલ કન્ઝર્વેટોર ઓફ સ્કોટલેન્ડ, Royal Conservatoire of Scotland) માં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ અત્યાર સુધીના સૌથી નાની વયના પૂર્ણ-સમયના વિદ્યાર્થી હતા.[][][][] ૧૯૮૩ માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાંથી પિયાનો અધ્યાપનમાં બીએની ડિગ્રી સાથે સ્નાતક થયા.[][] તે પછીના વર્ષે તેમણે RSAMD ઓર્કેસ્ટ્રા સાથે મેન્ડેલસોહનના પિયાનો કોન્સર્ટો નંબર 1 પ્રસ્તુત કર્યા પછી સંગીત પ્રદર્શનમાં ડિપ્લોમા મેળવ્યું.[][] ઔપચારિક અભ્યાસ છોડ્યા પછી પિયાનોવાદક તરીકે તેમની ખૂબ માંગ હતી અને ૧૯૮૮-૧૯૯૧ માં તેઓ એડિનબર્ગમાં રહેતા હતા.[][]

જેમ્સ પીસ ૧૯૯૧-૨૦૦૯ દરમિયાન જર્મનીના બેડ નૌહેમમાં રહેતા હતા.[][][] ૧૯૯૮ થી તેમણે ટેંગોનો અભ્યાસ કર્યો, તેમની પોતાની ટેંગો-પ્રેરિત પિયાનો કમ્પોઝિશનની સીડી Tango escocés (સ્કોટિશ ટેંગો) નું નિર્માણ કર્યું અને ૨૦૦૨ માં તેઓ વિક્ટોરિયા કોલેજ ઓફ મ્યુઝિકના માનદ સભ્ય બન્યા.[][][] તે જ વર્ષે તેઓ સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં ઉત્તર જર્મની અને નવેમ્બરમાં ફાર ઇસ્ટમાં સોલો કોન્સર્ટના પ્રવાસો પર ગયા,[][] તેમણે હોંગકોંગમાં તેમના Tango XVII નું પ્રથમ પ્રદર્શન આપ્યું.[][][૧૦][૧૧][૧૨]

પછીના વર્ષોમાં તેમના પ્રદર્શનો યુરોપમાં કેન્દ્રિત હતા. તેમણે નીચે મુજબના રાજધાની શહેરોમાં પોતાના ટેંગો રજૂ કર્યા છે: એમ્સ્ટરડેમ, એથેન્સ,[૧૩] બર્લિન,[૧૪] બ્રસેલ્સ, હેલસિંકી,[૧૫] લિસ્બન,[૧૬] લંડન, મેડ્રિડ,[૧૭] ઓસ્લો,[૧૮] રેકજાવિક[૧૯] અને વિયેના.[૨૦]

James Peace - Idylls Op.4b

૨૦૦૮ માં તેઓ ટેંગો પ્રત્યેની તેમની સેવાઓને માન્યતા આપવા માટે લંડનની કોલેજ ઓફ મ્યુઝિકના માનદ સભ્ય બન્યા.[૨૧][૨૨][૨૩]

એડિનબર્ગમાં થોડોક સમય વિતાવ્યા પછી તેઓ ફેબ્રુઆરી ૨૦૧૦ માં જર્મનીના વિઝબેડનમાં પરત રહેવા આવ્યા.[][] આનાથી તેમને નવા સર્જનાત્મક વિચારો આવ્યા અને તેમણે પોતાની કેટલીક રચનાઓની ટૂંકી ફિલ્મો બનાવી.[][] આ શૈલીમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ જેમ્સ પીસ ઇન વિઝબેડન (K. James Peace in Wiesbaden) તેમની કૃતિઓમાંની એક છે.[૨૧][૨૨][૨૩]


 
Eternal Song Op.32 by James Peace (study score)

ઈનામો અને પુરસ્કારો

ફેરફાર કરો

●     પ્રથમ ઇનામ, એગ્નેસ મિલર સ્પર્ધા. ગ્લાસગો, ૧૯૮૩[]

●     પ્રથમ ઇનામ, ડનબર્ટનશાયર ꞌꞌEISꞌꞌ સ્પર્ધા. ગ્લાસગો, ૧૯૮૪[]

●     સિબેલિયસ નિબંધ પુરસ્કાર. ગ્લાસગો, ૧૯૮૫[]

●     માનદ ડિપ્લોમા, ꞌꞌTIMꞌꞌ આંતરરાષ્ટ્રીય રચના સ્પર્ધા. રોમ, ૨૦૦૦[][][]

●     માનદ ડિપ્લોમા, ꞌꞌIBLAꞌꞌ ફાઉન્ડેશન. ન્યુ યોર્ક, ૨૦૦૨[][][]

●     સ્મારક ચંદ્રક, આંતરરાષ્ટ્રીય પિયાનો ડ્યુઓ એસોસિએશન. ટોક્યો, ૨૦૦૨[][][][૨૧][૨૨][૨૩][૨૪]

●     ગોલ્ડ મેડલ, ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ꞌꞌLuteceꞌꞌ. પેરિસ, ૨૦૦૫[][]

Tango Milonga op. 26 no. 3


Tango XVIII by James Peace (James Peace, piano)




મુખ્ય રચનાઓ

ફેરફાર કરો

●   ધોઘ (The Waterfall)[૨૫]

●   વાતૉ (Idylls)

●   સાઈલેંટ ટીયર્સ (Lento Lacrimoso)

●   ફોરગોર્ટન લીવ્સ (Forgotten Leaves)

●   સોનાટા ફોર ઓબેય પિયાનો (Oboe Sonata)

●   બેલડ (Ballade)

●     સેરેમોનિયલ માર્ચ નં.૧ (Ceremonial March No.1)

●     સેરેમોનિયલ માર્ચ નં.૨ (Ceremonial March No.2)

●   પાનખર સોનુ (Autumn Gold)[૨૬]

●   ઇટર્નલ સોંગ (Eternal Song)[]

●     ꞌꞌફોર જોર્જિયાꞌꞌ (જ્યોર્જિયન ભાષા: საქართველოსთვის)

          (લીરીક્સ: ગીતો: તામારી ચિકવેડઝે, ઝુરાબી ચિકવેડ્ઝ અને જેમ્સ પીસ)

●     24 ટેંગો ફોર સોલો પિયાનો[][][૨૧][૨૨][૨૩][૨૭]

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો

Autumn Gold, youtube

Lento Lacrimoso, youtube

Souvenir de Buenos Aires, youtube

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ Birgitta Lamparth. ꞌꞌKeine ꞌstacheligenꞌ Klängeꞌꞌ. Wiesbadener Tagblatt (જર્મન સમાચાર પત્ર), ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૧
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Julia Anderton. ꞌꞌTango, wie eine süß-saure Geschichteꞌꞌ. Wiesbadener Kurier (જર્મન સમાચાર પત્ર),  ૨૪ માર્ચ, ૨૦૧૨
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Sabine Klein. ꞌꞌMeine Musik ist wie ich - sehr romantischꞌꞌ. Frankfurter Rundschau (જર્મન સમાચાર પત્ર), ૧૯૯૨, નં. ૨૫૪, પૃષ્ઠ ૨
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ G. Müller. ꞌꞌDie Seele des Klaviers tanzt Tangoꞌꞌ. Wetterauer Kulturspiegel (જર્મન મેગેઝિન). ૧૭ માર્ચ, ૨૦૦૧, પૃષ્ઠ ૫
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Deutsche Nationalbibliothek. "James Peace"
  6. ૬.૦ ૬.૧ ꞌꞌJames Peaceꞌꞌ. FRIZZ (જર્મન મેગેઝિન). જાન્યુઆરી, ૨૦૦૧, પૃષ્ઠ ૫
  7. Manfred Merz. ꞌꞌVirtuose, gefühlsbetonte Welt der Romantikꞌꞌ. Wetterauer Zeitung (જર્મન સમાચાર પત્ર), ૧૨ ડિસેમ્બર, ૧૯૯૨, પૃષ્ઠ ૧૯
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "James Peace". The Tango Times of New York (ન્યુ યોર્ક મેગેઝિન). એડિશન ૨૦૦૨/૨૦૦૩ (૩૯). પૃષ્ઠો ૧ - ૫
  9. ૯.૦ ૯.૧ ૯.૨ National Library of Scotland. "Tango escocés"
  10. "James Peace". La Cadena (ડચ મેગેઝિન). સપ્ટેમ્બર, ૨૦૦૨, પૃષ્ઠ ૨૬
  11. TangoTang  (હોંગ કોંગ). સમાચાર પત્ર, ૮ ઓક્ટોબર, ૨૦૦૨
  12. "જેમ્સ પીસ". સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (હોંગકોંગનું સમાચાર પત્ર). ૯ ઓક્ટોબર, ૨૦૦૨
  13. કોન્સર્ટ પ્રોગ્રામ બ્રોશર (એથેન્સ) {Για σένα, Αγγελική!} . ૨૭ એપ્રિલ, ૨૦૧૬
  14. Tangodanza (જર્મન મેગેઝિન). એડિશન ૧/૨૦૦૨ - ૯
  15. કોન્સર્ટ પોસ્ટર (ફિનલેન્ડની કોન્સર્ટ ટૂર, ૨૦૧૪)
  16. કોન્સર્ટ પોસ્ટર (પોર્ટુગલની કોન્સર્ટ ટૂર, ૨૦૧૬)
  17. કોન્સર્ટ પોસ્ટર (સ્પેનની કોન્સર્ટ ટૂર ૨૦૧૩), «¡Felíz cincuenta cumpleaños!»
  18. Listen.no. James Peace, flygel. ꞌꞌTangos Romanticosꞌꞌ, Munch Museum ઓસ્લો, ૧૬ ઓક્ટોબર, ૨૦૦૪
  19. Ríkarður Ö. Pálsson. «Skozkir Hörputangoár». Morgunblaðið (આઇસલેન્ડિક સમાચારપત્ર). ૧૪ ઓક્ટોબર, ૨૦૦૪
  20. કોન્સર્ટ પ્રોગ્રામ બ્રોશર (વિયેના). ૨૩ જાન્યુઆરી, ૨૦૦૫
  21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ National Library of Scotland. "K. James Peace in Wiesbaden"
  22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ ૨૨.૩ Deutsche Nationalbibliothek. "K. James Peace in Wiesbaden"
  23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ Whittaker Live. “Wiesbadener Highlander K. James Peace tango composer: new DVDꞌꞌ
  24. ઇન્ટરનેશનલ પિયાનો ડ્યુઓ એસોસિયેશન, ટોક્યો. ઇનામ વિજેતાઓની યાદી, ૨૦૦૨
  25. Hessisches Staatstheater (કોન્સર્ટ પ્રોગ્રામ બ્રોશર) ૧૨/૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૧
  26. ꞌꞌVioline schwebt über das Orchesterꞌꞌ. Schwäbische Post (જર્મન સમાચાર પત્ર). ૪ જૂન, ૧૯૯૪
  27. બ્રિટિશ વિઓલા સોસાયટી ન્યૂઝલેટર, ઓગસ્ટ ૨૦૨૩