જોનબીલ મેળો એ આસામના પ્રાદેશિક તિવા સમુદાયનો ત્રણ દિવસીય મેળો છે. આ મેળો હિંદુ પંચાંગના મહા મહિનામાં જોનબીલ ખાતેના ''દયાંગ બેલગુરી'' તરીકે ઓળખાતા ઐતિહાસિક સ્થળે યોજાય છે. તે ગુવાહાટીથી ૩૨ કિ.મી.ના અંતરે આવેલું છે. જોનબીલ (જોન અને બીલ અનુક્રમે ચંદ્ર અને આર્દ્ર ભૂમિ માટેના આસામી શબ્દો) એ કુદરતી જળસંપદાના ચંદ્ર જેવા આકાર સંબંધનો આસામી શબ્દ છે.

જોનબીલ મેળો
(તિવા સમુદાયનો મેળો)
તારીખોજાન્યુઆરી અથવા ફેબ્રુઆરી
અવધિવાર્ષિક
સ્થાનદયાંગ બેલગુરી, મોરીગોઆ જિલ્લો, આસામ
ઉદ્ધાટનઈ.સ. ૧૫મી શતાબ્દી

એવું માનવામાં આવે છે કે ૧૫મી સદીમાં જોનબીલ મેળાની શરૂઆત થઈ હતી. અહોમ વંશના રાજાઓએ મેળાની ઉજવણી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે રાજકીય સંજોગોની ચર્ચા કરવા માટે મેળો યોજ્યો હતો.[]

વસ્તુ વિનિમય પ્રણાલી દ્વારા ઉત્પાદનોનું આદાનપ્રાઅન

વસ્તુ વિનિમય પ્રણાલી

ફેરફાર કરો
 
તિવા સમુદાયની એક આસામી મહિલા

જોનબીલ મેળો ખાદ્ય વિનિમય મેળો છે. માનવજાતના કલ્યાણ માટે સૌ પ્રથમ અગ્નિની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે એક વિશાળ બજાર નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મેળો શરૂ થાય તે પહેલાં ભારતના ઉત્તર-પૂર્વ પહાડી વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ પોતાના આકર્ષક હસ્ત નિર્મિત ઉત્પાદનો સાથે મેળામાં આવે છે. દેશમાં આ એકમાત્ર એવો મેળો છે જ્યાં કંઈક ખરીદવા માટે પૈસાની જરૂર નથી. પ્રાચીન કાળની વસ્તુ વિનિમય પ્રણાલી આજે પણ અહીં જોવા મળે છે. પહાડી વિસ્તારમાં થતા પાક, ફળ, બટાકા, હળદર, મરચું વગેરેનું મેદાની વિસ્તારમાં થતા ચોખા, તેલ, માછલી સાથે આદાનપ્રદાન કરવામાં આવે છે.[] [] [] કદાચ તે ભારતનો એકમાત્ર મેળો છે જ્યાં વસ્તુ વિનિમય પ્રણાલી આજે પણ જીવંત છે. []

 
મેળામાં ભોજન બનાવતી તિવા મહિલા

મેળા યોજાય તે પહેલાં, માનવજાતની સુખાકારી માટે અગ્નિ પૂજા ( અગ્નિ પૂજા ) કરવામાં આવે છે.[] [] [] મેળાની શરૂઆત જોનબીલની વેટલૅન્ડમાં સામુદાયિક માછીમારીથી થાય છે.

 
જુનબીલ મેળામાં તેના બાળક સાથે એક દેશી આસામી મહિલા

પૂર્વોત્તર ભારતના છૂટાછવાયા આસામી સમુદાયો અને જનજાતિઓ વચ્ચે શાંતિ, સંવાદિતા અને ભાઈચારાને પ્રોત્સાહન એ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. ગોભા રાજા પોતાના દરબારી ઓ સાથે મેળાની મુલાકાત લે છે અને પોતાના પ્રજાજનો પાસેથી વેરો વસૂલે છે. [] [] લોકો તેમના પરંપરાગત નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરે છે, વાતાવરણને આનંદદાયક અને મનોરંજક બનાવે છે. []

સાહિત્યમાં

ફેરફાર કરો

રીટા ચૌધરીની સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા નવલકથા દેવ લંગખુઇમાં મેળાના વિસ્તૃત સંદર્ભો છે. []

  1. "जोनबील मेला". Amar Ujala (હિન્દીમાં). મેળવેલ 6 दिसम्बर 2020. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Jonbeel Mela". મેળવેલ 2009-10-23.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Assam Fairs & Festivals". 121indiatourism.com. મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-23.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Joonbeel Mela – Assam". Indiawijzer.nl. મેળવેલ 2009-10-23.
  5. Borthakur, Dibya Jyoti (19 January 2008). "Jonbeel Mela drawing a large number of visitors". Assam Times. મૂળ માંથી 8 January 2009 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-23.
  6. Saikia, Samiran. "Between the lines". મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-23.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો