જ્યુબિલી મેદાન એક વિવિધ રમતલક્ષી સ્ટેડિયમ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્યમથક એવા ભુજ શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો ઉપયોગ મુખ્યત્વે ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ મેદાન ખાતે અત્યાર સુધીમાં પાંચ પ્રથમ વર્ગની ક્રિકેટ મેચો રમાડવામાં આવેલ છે[૧]. સૌપ્રથમ અહીં ઈ.સ. ૧૯૭૩માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને બરોડા ક્રિકેટ ટીમ એકબીજાની સામે રમ્યા હતા.[૨] આ મેદાન ત્યારબાદ ચાર વધુ પ્રથમ કક્ષાની મેચ માટે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૦માં યજમાન બની ચુક્યું છે, પરંતુ ત્યાર પછી આ સ્ટેડિયમ પર કોઈ પ્રથમ કક્ષાની રમત થઈ નથી.

જ્યુબિલી મેદાન
પૂર્ણ નામજ્યુબિલી મેદાન
સ્થાનભુજ, કચ્છ જિલ્લો
બાંધકામ
ખાત મૂર્હત૧૯૭૬
શરૂઆત૧૯૭૬
વેબસાઇટ
ક્રિકઇન્ફો

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો