જ્યોર્જ વોશિંગ્ટન
જ્યોર્જ વોશિંગ્ટન (૨૨ ફેબ્રુઆરી ૧૭૩૨ – ૧૪ ડિસેમ્બર ૧૭૯૯) સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન ક્રાંતિ દરમિયાન સરસેનાપતિ હતા.[૨] પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ.સ. ૧૭૭૫ થી ઈ.સ. ૧૭૮૩ વચ્ચેના સમયગાળામાં ચાલેલી અમેરિકન ક્રાંતિ વખતે તેઓ અમેરિકન જનરલ અને વસાહતી દળોના ચીફ કમાન્ડર (કમાન્ડર ઈન ચીફ) રહ્યા હતા.[૩]
જ્યોર્જ વોશિંગ્ટન | |
---|---|
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રથમ પ્રમુખ | |
પદ પર ૩૦ એપ્રિલ ૧૭૮૯ – ૪ માર્ચ ૧૭૯૭ | |
ઉપ રાષ્ટ્રપતિ | જૉન ઍડમ્સ |
પુરોગામી | કાર્યાલયની શરૂઆત |
અનુગામી | જૉન ઍડમ્સ |
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના ૭મા પ્રવર અધિકારી | |
પદ પર ૧૩ જુલાઈ ૧૭૯૮ – ૧૪ ડિસેમ્બર ૧૭૯૯ | |
રાષ્ટ્રપતિ | જૉન ઍડમ્સ |
પુરોગામી | જેમ્સ વિલ્કીસન |
અનુગામી | એલેક્ઝાંડર હેમિલ્ટન |
કોન્ટિનેન્ટલ આર્મીના કમાંડર-ઇન-ચીફ | |
પદ પર ૧૪ જૂન ૧૭૭૫ – ૨૩ ડિસેમ્બર ૧૭૮૩ | |
નિમણૂક | કોન્ટીનેન્ટલ કોંગ્રેસ |
પુરોગામી | કાર્યાલયની સ્થાપના |
અનુગામી | હેનરી નોક્ષ (યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના પ્રવર અધિકારી) |
વર્જીનિયાના પ્રતિનિધિ | |
પદ પર ૧૦ મે ૧૭૭૫ – ૧૫ જૂન ૧૭૭૫ | |
પુરોગામી | કાર્યાલયની સ્થાપના |
અનુગામી | થોમસ જેફરસન |
બેઠક | દ્વિતીય કોન્ટીનેન્ટલ કોંગ્રેસ |
પદ પર ૫ સપ્ટેમ્બર ૧૭૭૪ – ૨૬ ઓક્ટોબર ૧૭૭૪ | |
પુરોગામી | કાર્યાલયની સ્થાપના |
અનુગામી | કાર્યાલયની સમાપ્તિ |
બેઠક | પ્રથમ કોન્ટીનેન્ટલ કોંગ્રેસ |
બર્જેસની સભાના સભ્ય | |
પદ પર ૧૮ મે ૧૭૬૧ – ૬ મે ૧૭૭૬ | |
પુરોગામી | અજ્ઞાત |
અનુગામી | કાર્યાલયની સમાપ્તિ |
બેઠક | ફેરફેક્ષ કાઉન્ટી, વર્જીનિયા |
પદ પર ૨૪ જુલાઈ ૧૭૫૮ – ૧૮ મે ૧૭૬૧ | |
પુરોગામી | થોમસ સ્વીઅરિજંન |
અનુગામી | જ્યૉર્જ મર્સર |
બેઠક | ફ્રેડરિક કાઉન્ટી |
અંગત વિગતો | |
જન્મ | ૨૨ ફેબ્રુઆરી ૧૭૩૨ પોપ્સક્રિક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જીનિયા |
મૃત્યુ | ૧૪ ડિસેમ્બર ૧૭૯૯ માઉન્ટ વેરનોન, વર્જીનિયા, યુ.એસ. |
અંતિમ સ્થાન | માઉન્ટ વેરનોન |
રાજકીય પક્ષ | અપક્ષ |
જીવનસાથી | માર્થા વોશિંગટન (લ. ૧૭૫૯) |
સંતાનો | ૨, જૉન અને પેટ્સી (દત્તક) |
માતા-પિતા | ઓગસ્ટાઇન વોશિંગ્ટન (પિતા) મેરી બૉલ વોશિંગ્ટન (માતા) |
નિવાસસ્થાન | માઉન્ટ વેરનોન |
પુરસ્કારો | કોંગ્રેસ સુવર્ણ ચંદ્રક થેન્ક્સ ઓફ કોંગ્રેસ[૧] |
સહી |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોજ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૩૨ના દિવસે વેસ્ટલેન્ડ કાઉન્ટી, વર્જિનિયા ખાતે પિતા ઓગસ્ટાઇન વોશિંગ્ટન અને માતા મેરી બૉલ વોશિંગ્ટનના સૌથી મોટા પુત્ર તરીકે થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોટોમેક નદીના કિનારે આવેલા પોપ્સક્રિક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જીનિયા ખાતે વીત્યું. પ્રાથમિક શિક્ષણની સાથે જ જમીન માપણીનું કામ શીખ્યા. ૧૬ વર્ષની ઉંમરે જમીન માપણીની કામગીરીમાં જોડાયા. ૧૭૪૯માં અધિકૃત જમીન માપણી અધિકારી તરીકેની કામગીરી શરૂ કરી. આ સમયગાળામાં જ અમેરિકા બ્રિટીશ અને ફ્રાંસના સંસ્થાનવાદનો ભોગ બન્યું. બ્રિટીશરો અને ફ્રેન્ચ શાસકો વચ્ચે ૧૭૫૪માં થયેલા યુદ્ધમાં નાગરિક લશ્કર અધિકારી તરીકે જોડાયાં. ૧૭૫૮માં વર્જીનિયા રાજ્યના સરસેનાપતિ તરીકે નિયુક્ત કરાયા તથા રાજ્યની સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી. ૧૭૫૯–૭૪ દરમિયાન વર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો.[૨]
રાજકીય જીવન
ફેરફાર કરોવર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે વોશિંગ્ટને ૧૭૭૪ અને ૧૭૭૫માં યોજાયેલી કોન્ટીનેન્ટલ કોંગ્રેસના અધિવેશનોમાં ભાગ લીધો. જૂન ૧૭૭૫માં તેઓ તમામ રાજ્યોના સરસેનાપતિ તરીકે નિયુક્ત થયાં. તેમણે બ્રિટનની વસાહતી નીતિઓનો વિરોધ કર્યો. ૩ જુલાઈ ૧૭૭૫ના દિવસે તેમણે બ્રિટીશ સત્તા હેઠળના બોસ્ટનને ઘેરી અમેરિકન ક્રાંતિના બીજ રોપ્યાં. ૧૭૭૬ના અંગ્રેજો સાથેના યુદ્ધમાં તેમણે બ્રિટિશરોને તેમની સત્તા હેઠળના કેટલાક વિસ્તારો મુક્ત કરવા મજબૂર કર્યાં. ૧૭૭૭માં સારાટોગા ખાતે બ્રિટીશ લશ્કરને હરાવ્યું. જૂન ૧૭૭૮માં મન્મથનું યુદ્ધ લડ્યા. ૧૭૮૦માં ફ્રેન્ચ લશ્કરની મદદથી યોર્કટાઉન યુદ્ધમાં વિજય મેળવ્યો. પરિણામે કોર્નવૉલિસે તેના ૮૦૦૦ યુદ્ધ સૈનિકો સાથે શરણાગત સ્વીકારી. આ યુદ્ધ બાદ અંગ્રેજોએ અમેરિકામાંથી તેમનો વસાહતવાદ આટોપી લીધો અને ૧૭૮૩માં પેરિસમાં થયેલી સંધિ મુજબ અમેરિકા સ્વતંત્ર બન્યું.[૨]
અમેરિકાની સ્વતંત્રતા બાદ તેઓ પોતાની જાગીર વેરનોન ખાતે પાછા ફર્યાં. ૧૭૮૭માં ફિલાડેલ્ફિયા ખાતે બંધારણ રચના સમિતિની બેઠકમાં વર્જીનિયા રાજ્યના પ્રતિનિધિમંડળના વડા તરીકે હાજર રહ્યા અને વિદેશી આક્રમણોથી બચવા મજબૂત કેન્દ્ર સરકારની હિમાયત કરી. બંધારણ નિર્માણ બાદ ૩૦ એપ્રિલ ૧૭૮૯ના રોજ તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાયા. ૧૭૯૨માં તેઓ બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓએ અમેરિકાને આર્થિક તેમજ રાજકીય રીતે મજબૂત બનાવ્યું. માર્ચ ૧૭૯૭માં તેઓએ પ્રમુખ તરીકેનો સફળ કાર્યકાળ પૂરો કર્યો. ત્રીજી મુદ્દત માટે પ્રમુખપદની ભલામણનો અસ્વીકાર કરી તેઓ પોતાના વતન માઉન્ટ વેરનોન પાછા ફર્યાં.[૨]
અંગત જીવન
ફેરફાર કરો૬ જાન્યુઆરી ૧૭૫૯ના રોજ વોશિંગ્ટને ૨૬ વર્ષની ઉંમરે વેરનોનના એક જાગીરદારની ૨૮ વર્ષીય વિધવા પુત્રી માર્થા સાથે લગ્ન કર્યાં. વોશિંગ્ટન-માર્થા દંપતી નિ:સંતાન હતું. તેમણે માર્થાના અગાઉના લગ્નજીવનથી થયેલાં બે પુત્રો અને પાછળથી બે પ્રપૌત્રોને દત્તક લીધાં હતાં.[૨]
સ્મારક
ફેરફાર કરોજોન ક્લીમેન્ટ ફિટ્ઝ પેટ્રિક દ્વારા પ્રકાશિત ધ રાઈટીંગ્સ ઓફ જ્યોર્જ વોશિંગ્ટન—૧૭૪૫-૧૭૯૯ એ તેમના ૧૭૦૦૦થી પણ વધુ પત્રો અને દસ્તાવેજોનો સંગ્રહ છે.
વિશ્વવિદ્યાલય
ફેરફાર કરોજ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેંટ લૂઈમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટી એ રાષ્ટ્રપ્રમુખ વોશિંગ્ટનના સન્માનમાં નામકરણ કરવામાં આવી છે.[૪][૫]
સ્થળ
ફેરફાર કરોજ્યોર્જ વોશિંગ્ટનના માનમાં ઘણા બધા સ્થળો અને સ્મારકોનું નામકરણ કરવામાં આવ્યું છે, જે પૈકી અમેરિકાની રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટન ડી.સી. નોંધપાત્ર છે.
ચલણી નાણું અને ટપાલટિકીટ
ફેરફાર કરોજ્યોર્જ વોશિંગ્ટન સમકાલીન અમેરિકી મુદ્રાઓ એક ડોલર અને અમેરિકી ક્વાર્ટર સિક્કાઓ પર જોવા મળે છે. આ ઉપરાંત ૧૮૪૭માં બહાર પડાયેલી ટપાલટિકિટ પર પણ જોવા મળે છે:
-
૧૮૬૨ની વોશિંગ્ટન ટિકિટ
-
૧૯૧૭ની વોશિંગ્ટન-ફ્રેન્કલીન ટિકિટ
-
વોશિંગ્ટન ક્વાર્ટર ડોલર
-
૧૯૨૮ની ડોલર નોટ પર વોશિંગ્ટન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Randall, Willard Sterne (1997). George Washington: A Life. Henry Holt & Co. પૃષ્ઠ ૩૦૩. ISBN 978-0-8050-2779-2.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ વ્યાસ, રક્ષા મ. (એપ્રિલ ૨૦૦૬). "વોશિંગ્ટન, જ્યૉર્જ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૨–૪૪. OCLC 552369142.
- ↑ George Washington
- ↑ "A Brief History of GW | GW Libraries". library.gwu.edu (અંગ્રેજીમાં). મેળવેલ August 19, 2019.
- ↑ "History and Traditions". Washington University in St. Louis (અંગ્રેજીમાં). મેળવેલ August 19, 2019.