ભૂગર્ભ રેલ ફેરફાર કરો

પૃથ્વીની સપાટી નીચે ભોયરુ બનાવીને તેની અંદર રેલ્વે પાટા નાખિને જે ટ્રેન ચલાવવામાં આવે છે તેને ભૂગર્ભ રેલ્વે કહેવાય છે. તેમને મેટ્રો રેલ, મેટ્રો, સબવે અથવા રેપિડ રેલ પણ કહેવામાં આવે છે.

ઇતિહાસ ફેરફાર કરો

તેની શરૂઆત લંડન શહેરમાં થઈ હતી. લંડન બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની હતી અને અહીં વસ્તી વધી રહી હતી. આમ્ તો શહેરની ચારે બાજુ રેલ્વે સ્ટેશનો હતા. પરંતુ શહેરની મધ્ય સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હતો. ૧૮૫૫માં લંડનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. ઘણી દરખાસ્તો સામે આવી, પરંતુ આખરે ભૂગર્ભ રેલ સેવાનો પ્રસ્તાવ સૌથી યોગ્ય માનવામાં આવ્યો. વિશ્વની પ્રથમ ભૂગર્ભ ટ્રેન સેવા ૧૦ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ શરૂ થઈ હતી. આ ટ્રેન સેવા પેડિંગ્ટનથી ફેરિંગ્ટન વચ્ચે શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ચાલીસ હજાર મુસાફરોએ તેમાં મુસાફરી કરી હતી. ધીમે ધીમે જમીનની નીચે વધુ ટનલ બનાવવામાં આવી અને એક સંપૂર્ણ રેલ્વે નેટવર્ક બનાવવામાં આવ્યું. આ ટ્રેનો સ્ટીમ એન્જિન દ્વારા ચલાવવામાં આવતી હતી. તેથી જ જમીનની નીચે જે ટનલ બનાવવામાં આવી હતી. તેમાં અમુક અંતરે વેન્ટિલેશનની વ્યવસ્થા હતી. જેથી વરાળ નીકળી શકે. ૧૯૦૫થી ટ્રેનો વીજળી પર દોડવા લાગી. જ્યાં સુધી એશિયાની વાત છે, ભૂગર્ભ રેલ સેવા સૌપ્રથમ જાપાનમાં શરૂ થઈ હતી અને હવે આ રેલ સેવાઓ કોરિયા, ચીન, હોંગકોંગ, તાઈવાન, થાઇલેન્ડ અને ભારતમાં પણ ચાલી રહી છે. ભારતમાં, કોલકાતા, ગુરુગ્રામ, જયપુર, ચેન્ન્ઈ, બેંગલોર, મુંબઈ, કોચી, લખનૌ, હૈદરાબાદ, દિલ્હીમાં ભૂગર્ભ અથવા એલિવેટેડ મેટ્રો ટ્રેનો ચાલી રહી છે.