ઝમકુડી

૨૦૨૪ની ગુજરાતી ફિલ્મ

ઝમકુડી એ ૨૦૨૪ની ગુજરાતી હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન ઉમંગ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે અને હીથ ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. તેમાં માનસી પારેખ, વિરાજ ઘેલાણી, સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દહિયા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે કર્યું છે અને સહ નિર્માતા ધવલ ઠક્કર છે. આ ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.[][][]

ઝમકુડી
દિગ્દર્શકઉમંગ વ્યાસ
લેખકહીથ ભટ્ટ
નિર્માતા
કલાકારો
છબીકલાટીટુકુમાર ઝેણા
નિર્માણ
  • સાઉલ સૂત્ર
  • આરડી બ્રધર્સ
વિતરણરુપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ.
રજૂઆત તારીખ
૩૧ મે ૨૦૨૪
અવધિ
૧૫૩ મિનિટ્સ
દેશભારત
ભાષાગુજરાતી
બોક્સ ઓફિસઅંદાજિત₹૯.૭૫ crore[]

જ્યારે આખા ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીમાં થઈ રહી હોય ત્યારે રાણીવાડા ગામ અંધકારમાં ગરકાવ થઈ જાય છે કેમકે ગામને ઝમકુડી નામની ચુડેલના શાપના કારણે નવરાત્રીનો ઉત્સવ મનાવવા પર પાબંદી છે. પરંતુ કોઈક આ નવરત્રી નહીં ઉજવવાનો નિયમ તોડે છે અને પરિણામે ભયાનક ઘટનાઓ ઘટવાનું ચાલુ થઈ જાય છે. ગામનો જ દિકરો બાબલો જે હવે શહેરમાં રિઅલ એસ્ટેટ એજન્ટ છે તેને પાછો બોલાવવામાં આવે છે કેમકે તેની પાસે અવનવા કિમિયા છે અને વિદેશમાં સ્થાયી થઈ ગયેલી રાજવી પરિવારની વારસદાર કુમુદ પણ ચુડેલના શાપનો સામનો સામનો કરવા માટે પાછી ફરે છે. શું તે બન્ને રહસ્ય ઉકેલી શકશે? શું તેઓ રાણીવાડા ગામને ઝમકુડીના શાપમાંથી મુક્તિ અપાવી શકશે?

કલાકારો

ફેરફાર કરો
  • માનસી પારેખ
  • વિરાજ ઘેલાણી
  • સંજય ગોરડિયા
  • ઓજસ રાવલ
  • ચેતન દહિયા
  • કૃણાલ પંડિત
  • જયેશ મોરે
  • નિસર્ગ ત્રિવેદી
  • ભાવિની જાની
  • સંજય ગલસર
  • ભૌમિક આહિર
  • હેતલ મોદી
  • હેમાંગ બારોટ
  • પાર્થ નાયર
  • રાજલ પુજારા
  • હેલી ઠક્કર

નિર્માણ

ફેરફાર કરો

ફિલ્મનું શૂટિંગ ગોંડલના એક મહેલ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ થયું હતું.[] ફિલ્મનું સંગીત ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝે હસ્તગત કર્યું છે.

આ વિરાજ ઘેલાણીની પહેલી ગુજરાતી ફિલ્મ છે.[]

માર્કેટિંગ અને રિલીઝ

ફેરફાર કરો

૨૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.[] ટ્રેલર ૧૦ મે ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું અને ફિલ્મ ૩૧ મે ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામી આવી હતી.[]

  1. Information, Film (2024-06-15). "LATEST POSITION | 15 June, 2024 'MUNJYA' SURPRISES TRADE – Film Information" (અંગ્રેજીમાં). મેળવેલ 2024-06-21.
  2. "Mansi Parekh is coming up with the horror film `Zhamkudi` | હૉરર ફિલ્મ 'ઝમકુડી' લઈને આવી રહી છે માનસી પારેખ". www.gujaratimidday.com. 2023-12-01. મેળવેલ 2024-07-13.
  3. https://www.vtvgujarati.com/news-details/viraj-ghelani-debut-gujarti-film-jhamkudi-teaser-release
  4. Editor, Newz Daddy (2023-11-24). "Jhamkudi": A Spooky Fun Movie with Viraj Ghelani, Manasi Parekh, and Parthiv Gohil". Newz Daddy (અંગ્રેજીમાં). મેળવેલ 2024-07-13.CS1 maint: extra text: authors list (link)
  5. "Gujarati cinema's golden era". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2024-07-14.
  6. "ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી...?? જાણો 31મી મે એ" (અંગ્રેજીમાં). 2024-05-11. મેળવેલ 2024-07-14.
  7. "'Jhamkudi' teaser: Manasi Parekh starrer promises a comedy horror flick". The Times of India. 2024-04-26. ISSN 0971-8257. મેળવેલ 2024-07-14.
  8. "Gujarati film 'Jhamkudi' set to thrill audiences with a unique blend of horror and comedy; check out the trailer". The Times of India. 2024-05-10. ISSN 0971-8257. મેળવેલ 2024-07-14.