ટાઇટન
ટાઇટન કંપની લિમિટેડ એ ભારતીય કંપની છે જે મુખ્યત્વે ઘરેણાં, ઘડિયાળ, સાડી અને ચશ્માનું ઉત્પાદન કરે છે.[૧]
ટાટા ગ્રુપનો ભાગ હોવા છતાં અને TIDCO સાથેના સંયુક્ત સાહસ તરીકે શરૂ થયા બાદ આ કંપનીનું મુખ્યાલય બેંગલુરુના ઇલેક્ટ્રોનિક સિટીમાં અને કચેરી તમિલનાડુના હોસૂરમાં આવેલી છે.
ઉત્પાદનો
ફેરફાર કરોઘડિયાળ
ફેરફાર કરોઘડિયાળ વિભાગમાં ફાસ્ટરેક, સોનાટા, રાગા, નેબ્યુલા, ઓક્ટેન અને ઝાયલિસ જેવી બ્રાન્ડ સામેલ છે. ૨૦૧૧માં કંપનીએ ટોમી હિલ્ફિગર અને હ્યુગો બોસ ઘડિયાળોના વપરાશ અને વિતરણ માટેનું લાયસન્સ મેળવ્યું હતું.
ચશ્મા
ફેરફાર કરો૨૦૦૭માં ટાઇટન આઇ પ્લસ શરૂ કર્યું હતું. [૨]
ઘરેણાં
ફેરફાર કરોટાઇટને વર્ષ ૧૯૯૫ તનિષ્ક લોન્ચ કર્યું હતું. ૨૦૧૬માં ટાઇટને કેરેટલેનમાં રોકાણ કર્યું હતું.[૩] ૨૦૨૨ સુધીમાં ટાઇટનનો ભારતના ઘરેણાં બજારમાં 6%નો હિસ્સો છે.
સાડી
ફેરફાર કરોટાઇટન કંપનીએ પોતાના વસ્ત્રોનું સાહસ વેપારી નામ (બ્રાન્ડ) તનેરા સાથે ૨૦૧૭માં શરુ કર્યું હતું, જે સાડીઓનો ધંધો કરે છે. વર્તમાનમાં તે ભારતના વિવિધ શહેરોમાં ૨૬ સ્ટોર ચલાવે છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Titan Company: Bullish to sideways". The Economic Times. મેળવેલ 2023-09-18.
- ↑ Govind, Deepti (2018-04-07). "Titan witnesses good growth in, watches in FY18". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-18.
- ↑ Samay, NavGujarat. "Titan will acquire 27.18 percent stake in Caretlane for Rs 4,621 crore". NavGujarat Samay (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-18.
- ↑ "Titan's ethnic wear brand 'Taneira' aims to have more than 80 stores by end of this fiscal". cnbctv18.com (અંગ્રેજીમાં). 2023-06-19. મેળવેલ 2023-09-18.