ટાઇપ ૧ ડાયાબિટીસ ( T1D ), જે અગાઉ જુવેનાઇલ ડાયાબિટીસ તરીકે ઓળખાતો હતો, તે ડાયાબિટીસનો એક પ્રકાર છે, જેમાં સ્વાદુપિંડ દ્વારા બહુ ઓછા પ્રમાણમાં અથવા નહીવત્ત ઇન્સ્યુલિન ઉત્ત્પન્ન થાય છે. [] ઇન્સ્યુલિન એ શરીરને લોહીમાંની શર્કરા (સુગર)નો ઉપયોગ કરવા માટે જરૂરી હોર્મોન છે. [] સારવાર આપવામાં આવે તે પહેલાં, આ પરિસ્થિતિના કારણે શરીરમાં લોહીમાં શર્કરા (સુગર)નું પ્રમાણ વધી જાય છે. [] સામાન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ કરવા જવું પડે, તરસમાં વધારો થવો, વધારે ભૂખ લાગવી અને વજનમાં ઘટાડો થવો તે છે. [] અન્ય લક્ષણોમાં ધૂંધળું દેખાવું, થાક લાગવો અને કંઈપણ વાગે ત્યારે રૂઝ આવતા વાર લાગવી વગેરેનો સમાવેશ થઈ શકે છે. [] સામાન્ય રીતે ટૂંકા ગાળામાં લક્ષણો દેખાવા લાગે છે. []

ટાઇપ ૧ ડાયાબિટીસ
અન્ય નામોડાયાબિટીસ મેલિટસ ટાઇપ ૧, ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ,[] જુવેનાઇલ ડાયાબિટીસ[]
વાદળી વર્તુળ - ડાયાબિટીસનું પ્રતિક.[]
ઉચ્ચાર
ખાસિયતઅંત:સ્ત્રાવશાસ્ત્ર વિજ્ઞાન
લક્ષણોવારંવાર પેશાબ કરવા જવું, અતિશય તરસ, અતિશય ભૂખ, વજનમાં ઘટાડો[]
જટિલ લક્ષણોડાયાબિટીક કીટોએસિડોસિસ, નોનકીટોટિક હાયપરઓસમોલર કોમા, જખમમાં રૂઝ આવતા વાર લાગવી, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, આંખોને નુકસાન[][][]
Usual onsetપ્રમાણમાં ટૂંકા સમયગાળામાં
અવધિલાંબો સમયગાળો[]
કારણોશરીરમાં પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન બનતું ન હોય[]
જોખમી પરિબળોપારિવારિક ઇતિહાસ, સૅલીઆક રોગ[][]
નિદાન પદ્ધતિલોહીમાં રહેલી સુગર, A1C[][]
રોકવાની પદ્ધતિઅજ્ઞાત[]
સારવારઇન્સ્યુલિન, ડાયાબિટીસના દર્દી માટેનો યોગ્ય આહાર, કસરત[][]
દર્દીઓની સંખ્યાડાયાબિટીસના કેસમાંથી ~7.5% કેસ[]

ટાઇપ ૧ ડાયાબિટીસ થવા પાછળનું કારણ અજ્ઞાત છે, [] પરંતુ એવું માનવામાં આવે છે કે તે થવા પાછળ આનુવંશિક અને પર્યાવરણીય એમ બન્ને પરિબળો રહેલા છે. [] જે લોકોના કોઈ કૌટુંબિક સભ્યને આ સ્થિતિનું નિદાન થયું હોય તેવા લોકો માટે ટાઇપ ૧ ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. [] સ્વાદુપિંડમાં રહેલા ઇન્સ્યુલિન બનાવવા માટે જવાબદાર બીટા કોષોનો, શરીરની સ્વયં-પ્રતિરક્ષાની પ્રક્રિયાના ભાગ રૂપે, નાશ થવાના પરિણામે આ સ્થિતિ ઉદ્ભવે છે. [] લોહીમાં રહેલી સુગરના અથવા ગ્લાયકૅટેડ હિમોગ્લોબિન (HbA૧C)ના સ્તરનું પરીક્ષણ કરીને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવે છે. [] [] ઑટોએન્ટિબોડીની હાજરીનું પરીક્ષણ કરીને ટાઇપ ૧ ડાયાબિટીસને ટાઇપ ૨ ડાયાબિટીસથી અલગ તારવી શકાય છે. []

ટાઇપ ૧ ડાયાબિટીસને રોકવાની કોઈ રીત શોધાઈ નથી. [] વ્યક્તિને બચાવવા માટે ઇન્સ્યુલિન સાથેની સારવાર જરૂરી છે. [] ઇન્સ્યુલિન થેરાપી સામાન્ય રીતે ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા જ આપવામાં આવે છે, પરંતુ ઇન્સ્યુલિન પંપ દ્વારા પણ તે આપી શકાય છે. [] ડાયાબિટીસના દર્દી માટેનો યોગ્ય આહાર અને કસરત એ ડાયાબિટીસના યોગ્ય મેનેજમેન્ટના મહત્ત્વપૂર્ણ ભાગો છે. [] જો ડાયાબિટીસની સારવાર ન કરવામાં આવે તો ઘણી જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. [] અમુક જટિલ પરિસ્થિતિઓની શરૂઆત પ્રમાણમાં ઝડપી થઈ શકે છે, જેમ કે ડાયાબિટીક કીટોએસિડોસિસ અને નોનકીટોટિક હાયપરઓસમોલર કોમા આવી જટિલ પરિસ્થિતિઓ છે. [] લાંબા ગાળાની જટિલ પરિસ્થિતિઓમાં હૃદય રોગ, સ્ટ્રોક, કિડની ખરાબ થઈ જવી, પગમાં અલ્સર અને આંખોને નુકસાનનો સમાવેશ થાય છે. [] ઉપરાંત, ઇન્સ્યુલિનના વધુ પડતા ડોઝથી લોહીમાં સુગરના ઓછા પ્રમાણને કારણે જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. []

ડાયાબિટીસના કુલ કેસોમાંથી અંદાજે ૫-૧૦% કેસ ટાઇપ ૧ ડાયાબિટીસના હોય છે. [] વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકોની સંખ્યા અજ્ઞાત છે, જો કે એવો અંદાજ છે કે દર વર્ષે લગભગ ૮૦,૦૦૦ બાળકો આ રોગના ભોગ બને છે. [] દક્ષિણ-પૂર્વ એશિયામાં ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા મોટાભાગનાં બાળકોમાં સૌથી વધુ બાળકો ભારતનાં છે.[૧૦] ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરૅશન ડાયાબિટીસ એટલાસની ૬ઠ્ઠી આવૃત્તિ અનુસાર, ભારતમાં ૦-૧૪ વર્ષના ૧૦૦,૦૦૦ બાળકો દીઠ ૩ નવા કેસ થાય છે. ભારતમાં ડાયાબિટીસના કેસનો ફેલાવો થવાના આંકડાં બદલાતાં રહે છે. તેમજ માહિતીના ત્રણ જુદાં-જુદાં આકડાં અનુસાર, કર્ણાટકમાં ૧૭.૯૩ કેસ/૧૦૦,૦૦૦ બાળકો, ચેન્નાઈમાં ૩.૨ કેસ/૧૦૦,૦૦૦ બાળકો અને કરનાલમાં ૧૦.૨ કેસ/૧૦૦,૦૦૦ બાળકો છે.[૧૧][૧૨][૧૩] પૂર્વ એશિયા અને લેટિન અમેરિકામાં દર વર્ષે ૧૦૦,૦૦૦ દીઠ આશરે ૧ નવા કેસ અને સ્કેન્ડિનેવિયા અને કુવૈતમાં દર વર્ષે ૧૦૦,૦૦૦ દીઠ આશરે ૩૦ નવા કેસ સાથે રોગના દરો વ્યાપકપણે જુદા જુદા છે. [૧૪] [૧૫] તે સામાન્ય રીતે બાળકો અને યુવાન વયસ્કોમાં શરૂ થાય છે. []

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "Causes of Diabetes". NIDDK. ઓગસ્ટ 2014. મૂળ સંગ્રહિત માંથી 10 ઓગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 જુલાઇ 2016.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "Types of Diabetes". NIDDK. ફેબ્રુઆરી 2014. મૂળ સંગ્રહિત માંથી 16 ઓગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 જુલાઇ 2016.
  3. "Diabetes Blue Circle Symbol". International Diabetes Federation. 17 માર્ચ 2006. મૂળ માંથી 5 ઓગસ્ટ 2007 પર સંગ્રહિત.
  4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ "Diabetes Fact sheet N°312". WHO. નવેમ્બર 2016. મૂળ સંગ્રહિત માંથી 26 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2017.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ ૫.૮ Chiang JL, Kirkman MS, Laffel LM, Peters AL (July 2014). "Type 1 diabetes through the life span: a position statement of the American Diabetes Association". Diabetes Care. 37 (7): 2034–54. doi:10.2337/dc14-1140. PMC 5865481. PMID 24935775.
  6. Elfström P, Sundström J, Ludvigsson JF (નવેમ્બર 2014). "Systematic review with meta-analysis: associations between coeliac disease and type 1 diabetes". Alimentary Pharmacology & Therapeutics. 40 (10): 1123–32. doi:10.1111/apt.12973. PMID 25270960.
  7. ૭.૦ ૭.૧ "Diagnosis of Diabetes and Prediabetes". NIDDK. મે 2015. મૂળ સંગ્રહિત માંથી 16 ઓગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 જુલાઇ 2016.
  8. ૮.૦ ૮.૧ Daneman D (March 2006). "Type 1 diabetes". Lancet. 367 (9513): 847–58. doi:10.1016/S0140-6736(06)68341-4. PMID 16530579.
  9. "Alternative Devices for Taking Insulin". NIDDK. July 2016. મૂળ સંગ્રહિત માંથી 16 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
  10. Aguiree, F; Brown, A; Cho, NH; Dahlquist, G; Dodd, S; et al. (2013). IDF Diabetes Atlas (અંગ્રેજીમાં) (6th આવૃત્તિ). Brussels, Belgium: International Diabetes Federation.
  11. Ramachandran, A.; Snehalatha, C.; Krishnaswamy, C. V. (1996-10). "Incidence of IDDM in children in urban population in southern India. Madras IDDM Registry Group Madras, South India". Diabetes Research and Clinical Practice. 34 (2): 79–82. doi:10.1016/s0168-8227(96)01338-1. ISSN 0168-8227. PMID 9031809. Check date values in: |date= (મદદ)
  12. Kalra, Sanjay; Kalra, Bharti; Sharma, Amit (2010-03-09). "Prevalence of type 1 diabetes mellitus in Karnal district, Haryana state, India". Diabetology & Metabolic Syndrome. 2: 14. doi:10.1186/1758-5996-2-14. ISSN 1758-5996. PMC 2844357. PMID 20214794.
  13. Kumar, Prasanna; Krishna, Pushpa; Reddy, Sanjay C.; Gurappa, Mala; Aravind, S. R.; Munichoodappa, C. (2008-11). "Incidence of type 1 diabetes mellitus and associated complications among children and young adults: results from Karnataka Diabetes Registry 1995-2008". Journal of the Indian Medical Association. 106 (11): 708–711. ISSN 0019-5847. PMID 19368094. Check date values in: |date= (મદદ)
  14. Global report on diabetes (PDF). World Health Organization. 2016. પૃષ્ઠ 26–27. ISBN 978-92-4-156525-7. મૂળ (PDF) માંથી 7 ઓક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 જુલાઇ 2016.
  15. Skyler, Jay (2012). Atlas of diabetes (4th આવૃત્તિ). New York: Springer. પૃષ્ઠ 67–68. ISBN 978-1-4614-1028-7. મૂળ માંથી 8 સપ્ટેમ્બર 2017 પર સંગ્રહિત.