ટાઈગર ધોધ

ઉત્તરાખંડમાં એક ધોધ

ટાઈગર ધોધ (અંગ્રેજી: Tiger Falls) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં ચકરાતા ખાતે ડુંગરાળ પ્રદેશમાં આવેલ એક ધોધ છે. આ ધોધ રાજ્યના પાટનગર દહેરાદૂન ખાતેથી ૯૮ કિલોમીટર તેમ જ ચકરાતા ખાતેથી ઉત્તર-પૂર્વ દિશામાં ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. છેલ્લા ૫ કિલોમીટર અંતર પગપાળા ચાલીને જવું પડે છે. આ ૫ કિલોમીટરનો પદ‌આરોહણ માર્ગ (ટ્રેક) ર્‌હોન્ડ્રોન અને ઓકના વૃક્ષોથી આચ્છાદિત છે. ૩૧૨ ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડતો આ ધોધ ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પરથી સીધો જ નીચે પડતો ધોધ છે, એમ માનવામાં આવે છે.[][]

ટાઈગર ધોધ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Tiger Falls, Chakrata". eUttaranchal. મેળવેલ ૨૧ ઓગસ્ટ ૨૦૧૬.
  2. "Chakrata". Uttrakhand Tourism. મેળવેલ ૨૧ ઓગસ્ટ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો