ટિપ્પણી નૃત્ય

(ટીપણી નૃત્ય થી અહીં વાળેલું)

ટિપ્પણી અથવા ટીપણી નૃત્યએ એક લોકનૃત્ય છે. તેનું ઉદ્ગમ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાંના ચોરવાડ પ્રદેશમાં થયું હતું.[]

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. પથ્થર તોડીને જમીન સપાટ કરનારી કોળી જાતિના લોકોએ આ નૃત્યની શરૂઆત કરી.[][][]

આ નૃત્ય માત્ર સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવતું હતું. આ નૃત્યમાં ટીપવાનું કાર્ય કરતી મહિલાઓ સામસામી હરોળમાં ઊભી રહી લોક ગીતો ગાતી નૃત્યો કરતી. આ સાથે સંગીત ઉત્પન્ન કરવા તુરી અને થાળીનો ઉપયોગ કરવામાં આવતો. આ સિવાય નૃત્યમાં ઝાઝ, મંજીરા, તબલા, ઢોલ અને શરણાઈ પણ વપરાય છે.[][][][][] કાર્ય સિવાય ઉત્સવો અને લગ્નપ્રસંગે પણ આ નૃત્ય કરવામાં આવે છે.[]

  1. Vedanta Kesari (૬ ડિસેમ્બર ૨૦૧૦). Living Imprints of Indian Culture. Lulu.com. પૃષ્ઠ ૫૮. ISBN 978-1-312-73458-6.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ Manorma Sharma (૨૦૦૪). Folk India: A Comprehenseive Study of Indian Folk Music and Culture. Sundeep Prakashan. પૃષ્ઠ ૨૫૩–૨૬૫. ISBN 978-81-7574-136-2.
  3. ૩.૦ ૩.૧ "Tippani Dance in India". India9. ૧ જન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૬. Check date values in: |date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Tippani Folk Dance in Gujarat". Discovered India. મૂળ માંથી 2016-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૬.
  5. Harkant Shukla (૧૯૬૬). Folk Dances of Gujarat. Directorate of Information and Tourism. પૃષ્ઠ ૧૭–૧૮.
  6. Dances Of India. Har-Anand Publications Pvt. Limited. ૧ ઑગસ્ટા ૨૦૧૦. પૃષ્ઠ ૫૨. ISBN 978-81-241-1337-0. Check date values in: |date= (મદદ)
  7. Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૪૪. ISBN 978-0-9789517-0-2.